PM કિસાન સન્માન નિધિના 10 કરોડથી વધુ ખેડૂતોને સરકારે ફરી એકવાર મોટી રાહત આપી છે. જો તમે સરકાર દ્વારા e-KYCની છેલ્લી તારીખ બે વખત લંબાવવા છતાં પણ આ કામ નથી કર્યું તો આ સમાચાર તમારા કામના છે.
સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે e-KYC (PM Kisan e-kyc)ની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ સુધી લંબાવી છે. અગાઉ આ તારીખ 31મી જુલાઈ હતી. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં બહુ ઓછા ખેડૂતોએ ઈ-કેવાયસી કરાવ્યું છે, જેના કારણે સરકારે ફરી એકવાર તારીખ લંબાવી છે.
કૃષિ વિભાગના સૂત્રોનું કહેવું છે કે જે ખેડૂતોએ ઈ-કેવાયસી નહીં કરાવ્યુ હોય તેવા ખેડુતોને સરકાર તરફથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 12મો હપ્તો આપવામાં આવશે નહીં. તેથી આ પ્રક્રિયા કરવી જરૂરી છે. તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા ઈ-કેવાયસી (e-kyc)ની છેલ્લી તારીખ 31 માર્ચ નક્કી કરવામાં આવી હતી. આ પછી તેને વધારીને 31 મે અને 31 જુલાઈ કરવામાં આવી. હવે તેને વધારીને 31મી ઓગસ્ટ કરવામાં આવી છે. આ પછી છેલ્લી તારીખ લંબાવવાની શક્યતા ઓછી છે.
ઓગસ્ટથી સપ્ટેમ્બર વચ્ચે આવશે 12મા હપ્તાના પૈસા
પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 12માં હપ્તાના પૈસા ઓગસ્ટથી સપ્ટેમ્બર વચ્ચે આવશે. સૂત્રોનો દાવો છે કે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં 12મો હપ્તો આવી શકે છે. આ પહેલા 31 મેના રોજ પીએમ મોદીએ પીએમ કિસાન સન્માન નિધિના 2-2 હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. જે ખેડૂતોને હજુ સુધી 11મા હપ્તાના પૈસા મળ્યા નથી, તેવા ખેડૂતોને આ વખતે 12મા હપ્તા તરીકે 4,000 રૂપિયા આપવામાં આવશે.
આ રીતે કરો ઈ-કેવાયસી
- ઈ-કેવાયસી કરાવવા માટે સૌથી પહેલા પીએમ કિસાન યોજનાની વેબસાઈટ pmkisan.gov.in પર જાઓ.
- અહીં ફાર્મર કોર્નરમાં, માઉસ ઓવર કરી E-KYC ટેબ પર ક્લિક કરો.
- નવા વેબ પેજ પર જે ખુલે છે, તેના પર આધાર નંબર દાખલ કરો અને સર્ચ ટેબ પર ક્લિક કરો.
- તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે.
OTP સબમિટ કર્યા પછી અહીં ક્લિક કરો. - આધાર રજિસ્ટર્ડ મોબાઇલ ઓટીપી દાખલ કરો અને તમારું ઇ-કેવાયસી થઈ જશે.
શું છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના
ખેડૂતોની આવક વધારવા અને તેમને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે મોદી સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ, પાત્રતા ધરાવતા ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા આપવાની જોગવાઈ છે. આ નાણાં ખેડૂતોને દર વર્ષે 2 હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે.
આ પણ વાંચો:PM Awas Yojna: PM આવાસ યોજના પર મોદી સરકારે કરી મોટી જાહેરાત, યોજના 2024 સુધી લંબાવી, જાણો વિગત
Share your comments