10 કરોડથી વધુ ખેડૂતોને આ યોજનાના 11 હપ્તા આપી દેવામાં આવ્યા છે. તેઓ હવે 12મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે.
ગેરકાયદેસર લાભાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે
પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે ગડબડ કરનારા ખેડૂતો સામે સરકાર ખૂબ જ કડક બની છે. સરકાર આ યોજનાના ગેરકાયદેસર લાભાર્થીઓને સતત નોટિસ મોકલી રહી છે. આવી સ્થિતિમાં, અત્યાર સુધી ખોટી રીતે મેળવેલા તમામ પૈસા વસૂલવામાં આવી રહ્યા છે. જો પૈસા પરત ન કરવામાં આવે તો તેમની સામે કાર્યવાહી કરવા સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો:Free Electricity: હવે આ રાજ્યમાં મળશે મફત વીજળી, દર મહિને 1 રૂપિયામાં મળશે 1 કિલો ગ્રામ દાળ
મૃતક ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવી રહી હતી યોજનાની રકમ
આ દરમિયાન પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લઈને એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. વાસ્તવમાં ફિરોઝાબાદ જિલ્લામાં મૃત્યુ પામેલા ખેડૂતોને આ યોજના હેઠળ લાભ આપવામાં આવી રહ્યો છે. મામલો સામે આવ્યા બાદ સરકારે મૃતક ખેડૂતોના વેરિફિકેશનની યાદી બનાવવાનું શરૂ કર્યું છે. નવીનતમ અપડેટ મુજબ, ફિરોઝાબાદમાં અત્યાર સુધીમાં 9,284 ખેડૂતો એવા છે જેઓ મૃત્યુ પામ્યા છે પરંતુ કિસાન સન્માન નિધિની રકમ તેમના ખાતામાં પહોંચી રહી છે. ડેપ્યુટી એગ્રીકલ્ચર ડાયરેક્ટર એચ.એન સિંહે કહ્યું કે આ યોજનાનો એક પણ પૈસો આ ખાતાઓમાં ન પહોંચે તેની ખાતરી કરવામાં આવી રહી છે. આ સાથે મૃતક ખેડૂતના નોમિની અથવા બેંકને સૂચના આપીને મોકલવામાં આવેલા નાણાં પણ વસૂલવામાં આવશે.
જલ્દી કરાવો ઈ-કેવાયસી (E-Kyc)
જે ખેડૂતોએ અત્યાર સુધી ઈ-કેવાયસી (E-Kyc) નથી કરાવ્યું તેમને સરકારે વધુ એક તક આપી છે. સરકારે આ ખેડૂતોને ઈ-કેવાયસી કરાવવા માટે 31 જુલાઈ સુધીનો સમય આપ્યો છે. જો ખેડૂતો આ તારીખ પહેલા ઈ-કેવાયસી કરાવતા નથી, તો તેઓ 12મા હપ્તાથી વંચિત રહી શકે છે.
આ પણ વાંચો:ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા તેમજ કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ખાનગી રોકાણ જરૂરી - નરેન્દ્રસિંહ તોમર
Share your comments