હવે દેશભરના કરોડો ખેડૂત ભાઈઓ માટે સારા સમાચાર એ છે કે માત્ર ચાર દિવસ બાદ અન્નદાતાઓને બે હજાર રૂપિયાનો હપ્તો તેમના બેંક ખાતામાં આવવાનો છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 11મા હપ્તાના નાણાં 31મી મેના રોજ રિલીઝ થઈ શકે છે.
અત્યાર સુધી પીએમ કિસાન યોજનાના 10 હપ્તા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યા છે. તેઓ આગામી હપ્તાની એટલે કે 11મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અહેવાલ અનુસાર, 31મી મેના રોજ ખેડૂતોના ખાતામાં પૈસા મોકલી દેવામાં આવશે. છેલ્લો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 જાન્યુઆરી, 2022ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યો હતો. કરોડો ખેડૂતોને તેનો આર્થિક લાભ મળ્યો હતો.
આ પણ વાંચો:પાક સંરક્ષણ માટે ખેડૂતો જલ્દી કરો આ કામ નહીંતર ભારે નુકશાન થશે, હવામાન વિભાગની ચેતવણી
આવા લોકોને નહી મળે પીએમ કિસાન યોજનાના પૈસા
સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને લઈને ઘણા પ્રકારના નિયમો બનાવ્યા છે. એવા ઘણા લોકો છે કે જેઓ પીએમ કિસાન યોજનાના લાભ માટે પાત્ર નથી. આવા લોકોને પીએમ કિસાન યોજનાના આગામી હપ્તાના પૈસા નહીં મળે. સંસ્થાકીય ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો લાભ મળતો નથી. એવા લોકો જે બંધારણીય હોદ્દા પર છે, તેઓ આ યોજનાનો લાભ લઈ શકતા નથી. જો કોઈ વ્યક્તિ કેન્દ્ર અથવા રાજ્ય સરકારના કોઈપણ વિભાગ અથવા PSU અથવા કોઈપણ સરકારી સંસ્થામાં કામ કરે છે, તો તેને આ યોજનાનો લાભ મળશે નહીં.
હપ્તો મેળવવા માટે E-KYC કરાવવુ ફરજિયાત
PM કિસાન યોજનામા હપ્તો મેળવવા માટે E-KYC ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આ માટેની છેલ્લી તારીખ 31મી મે નક્કી કરવામાં આવી છે. જો કોઈ ખેડૂત E-KYC નથી કરાવતો, તો તે પીએમ કિસાન યોજનામાં મળવાપાત્ર બે હજાર રૂપિયાથી વંચિત રહી શકે છે. આવી સ્થિતિમાં, ખેડૂત વેબસાઇટ પર જઈને E-KYC કરાવી શકે છે.
આ પણ વાંચો:ઓનલાઈન શરૂ થયુ ઓર્ગેનિક શાકભાજીનું માર્કેટ, સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે પ્રચાર - પ્રસાર
Share your comments