તમામ પાત્ર શહેરી રહેવાસીઓને મળશે સબસિડી
PMAY-U હાઉસિંગ ફોર ઓલ નો હેતુ દેશભરના શહેરી વિસ્તારોમાં તમામ પાત્ર લાભાર્થીઓને પાકાં મકાનો આપવાનો છે. સરકારી યોજના સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 2004-14 દરમિયાન શહેરી આવાસ યોજના હેઠળ 8.04 લાખ મકાનોનુ કામ પૂર્ણ કરવામાં આવ્યુ હતુ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર હેઠળ, તમામ પાત્ર શહેરી રહેવાસીઓને સબસિડી મળવાની છે. આ યોજના હેઠળ વર્ષ 2017માં અંદાજિત 100 લાખ મકાનોની માંગ હતી.
PMAY-U ના અમલીકરણની અવધિ 31 ડિસેમ્બર, 2024 સુધી લંબાવી
સરકારના નિવેદન મુજબ, મૂળ અંદાજિત માંગ મુજબ 102 લાખ મકાનો બનાવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. તેમાંથી 62 લાખ મકાનોનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. કુલ મંજૂર થયેલા 123 લાખ મકાનોમાંથી, 40 લાખ મકાનોની દરખાસ્તો મોડી (યોજનાના છેલ્લા બે વર્ષ દરમિયાન) રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો તરફથી પ્રાપ્ત થઈ હતી, જેને પૂર્ણ થવામાં બીજા બે વર્ષનો સમય લાગે છે. તેથી, રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની વિનંતીઓના આધારે, કેન્દ્રીય કેબિનેટે PMAY-U ના અમલીકરણની અવધિ 31 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે.
2015માં શરૂ થઈ હતી આ યોજના
આ યોજના 25 જૂન 2015 ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ મિશનનો ઉદ્દેશ્ય EWS/LIG અને MIG કેટેગરીમાં શહેરી આવાસની અછતને દૂર કરવાનો છે જેમાં ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ સહિત તમામ પાત્ર શહેરી પરિવારોને પાકાં મકાનો સુનિશ્ચિત કરવામાં આવે છે. વર્ષ 2022 માં, દેશ તેનો 75મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે.
આ પણ વાંચો:NITI Aayog Meeting: PM મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક, NEP 2020 અને G20 પર કરવામાં આવી ચર્ચા
Share your comments