Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

પ્રધાનમંત્રીએ GeM પ્લેટફોર્મ પર તેમના ઉત્પાદનો પ્રદર્શિત કરતા વિક્રેતાઓને બિરદાવ્યા

પ્રધાનમંત્રીએ GeM પ્લેટફોર્મ પર જેઓ તેમના ઉત્પાદનો પ્રદર્શિત કરી રહ્યાં છે તેઓને બિરદાવ્યા. તમને જણાવી દઈએ કે GeM પ્લેટફોર્મનું રૂ. 1 લાખ કરોડનું કુલ વેપારી મૂલ્ય છે .

Chetna Rajesh Raja
Chetna Rajesh Raja

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ GeM પ્લેટફોર્મ પર વિક્રેતાઓને તેમના ઉત્પાદનો પ્રદર્શિત કરવા બદલ બિરદાવ્યા છે.GeM પ્લેટફોર્મે નાણાકીય વર્ષ 2022-2023 માટે 29મી નવેમ્બર 2022 સુધી રૂ. 1 લાખ કરોડ ગ્રોસ મર્ચેન્ડાઇઝ મૂલ્યને પાર કર્યું છે.

કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલની ટ્વીટના જવાબમાંપ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"ઉત્તમ સમાચાર! @GeM_India ભારતના ઉદ્યોગસાહસિક ઉત્સાહને પ્રદર્શિત કરવા અને પારદર્શિતાને આગળ વધારવાની વાત આવે ત્યારે એક ગેમ ચેન્જર છે. આ પ્લેટફોર્મ પર તેમની પ્રોડક્ટ્સ પ્રદર્શિત કરનારા તમામ લોકોની હું પ્રશંસા કરું છું અને અન્ય લોકોને પણ આવું કરવા વિનંતી કરું છું."

 

આ પણ વાંચો :નીતિ આયોગે બહાર પાડ્યો 'કાર્બન કેપ્ચર યુટિલાઈઝેશન, એન્ડ સ્ટોરેજ (CCUS) પોલિસીનું ફ્રેમવર્ક અને ભારતમાં તેના અમલીકરણની પ્રક્રિયા' ઉપરના અભ્યાસનો અહેવાલ

Share your comments

Subscribe Magazine

More on News

More