Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

પેટ્રોલ અને ડીઝલ GSTના દાયરામાં! કેન્દ્ર સરકાર થઈ તૈયાર

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ સોમવારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના દાયરામાં લાવવા માટે તૈયાર છે, પરંતુ તેના પર રાજ્યો તૈયાર થાય તેની સંભાવના ઓછી છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ સોમવારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના દાયરામાં લાવવા માટે તૈયાર છે, પરંતુ તેના પર રાજ્યો તૈયાર થાય તેની સંભાવના ઓછી છે.

GST
GST

પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવાની લાંબા સમયથી ચાલી રહેલી માંગ વચ્ચે, પેટ્રોલિયમ મંત્રીએ આશંકા વ્યક્ત કરી હતી કે રાજ્યો વચ્ચે સહમતિ થવાની શક્યતા ઓછી છે. તેમણે કહ્યું કે રાજ્યોની આવકનો મુખ્ય સ્ત્રોત પેટ્રોલિયમ ઉત્પાદનો પરનો ટેક્સ છે.

પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવુ રાજ્ય સરકારના હાથમાં

પુરીએ કહ્યું કે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા માટે રાજ્યોની સંમતિ જરૂરી છે અને જો રાજ્યો આ દિશામાં પહેલ કરે તો કેન્દ્ર પણ તેના માટે તૈયાર છે. મતલબ કે કેન્દ્રએ આ સમગ્ર મામલો સંપૂર્ણપણે રાજ્યોના હાથમાં મૂકી દીધો છે. જો રાજ્યો સહમત થાય તો પેટ્રોલ-ડીઝલ GSTના દાયરામાં આવી શકે છે, જેના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં નરમાઈની શક્યતા સર્જાશે.

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, અમે આ માટે તૈયારી કરી લીધી છે. જો કે, બીજો મુદ્દો એ છે કે તેનો અમલ કેવી રીતે થાય છે. તે પ્રશ્ન નાણામંત્રી સમક્ષ ઉઠાવવો જોઈએ.

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, અમે આ માટે તૈયારી કરી લીધી છે. જો કે, બીજો મુદ્દો એ છે કે તેનો અમલ કેવી રીતે થાય છે. તે પ્રશ્ન નાણામંત્રી સમક્ષ ઉઠાવવો જોઈએ.

 

કેન્દ્ર સરકારને જ મોંઘવારી અને અન્ય બાબતોની ચિંતા

હરદીપ પુરીએ કહ્યું, એ સમજવું આસાન છે કે રાજ્યોને પેટ્રોલ અને ડીઝલમાંથી અઢળક આવક મળે છે. મહેસૂલ મેળવનાર શા માટે તે આવકને છોડવા માંગશે? માત્ર કેન્દ્ર સરકારને જ મોંઘવારી અને અન્ય બાબતોની ચિંતા છે. કેરળ હાઈકોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આ મામલો GST કાઉન્સિલમાં ઉઠાવવાનું સૂચન કરવામાં આવ્યું હતું, પરંતુ રાજ્યોના નાણા મંત્રીઓ તેના પર સહમત ન હતા. જ્યાં સુધી GSTનો સંબંધ છે, અમારી કે તમારી ઇચ્છાઓ પોતાના સ્થાને છે, અમે એક સહકારી સંઘીય પ્રણાલીનો ભાગ છીએ.

પેટ્રોલ અને ડીઝલને gst હેઠળ લાવવાથી રાજ્ય સરકારોને નુકસાન

પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ ન લાવવા પાછળ રાજ્યોને થનારી મહેસૂલની ખોટ એક મહત્વપૂર્ણ કારણ છે. જો રાજ્ય સરકારો પેટ્રોલ-ડીઝલને GSTના દાયરામાં લાવે અને આ બંને તેલને GSTના સર્વોચ્ચ ટેક્સ સ્લેબમાં રાખે તો પણ તેમને તેમની કમાણી પર ભારે નુકસાન સહન કરવું પડશે. હાલમાં GSTનું સર્વોચ્ચ સ્તર 28% છે. એટલે કે આનાથી વધુ કોઈપણ વસ્તુ પર GST લગાવી શકાય નહીં. જો પેટ્રોલ અને ડીઝલને 28%ની રેન્જમાં રાખવામાં આવે તો રાજ્યોની આવકમાં ઘણો ઘટાડો થશે. આ જ કારણ છે કે રાજ્ય સરકારો પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવા માટે સહમત નથી.

છેલ્લા એક વર્ષમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સૌથી ઓછો વધારો

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાની સંભાવના વિશે પૂછવામાં આવતા પુરીએ કહ્યું કે, તમારા સવાલથી હું આશ્ચર્યચકિત છું. છેલ્લા એક વર્ષમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સૌથી ઓછો વધારો કદાચ ભારતમાં જ થયો છે. મોર્ગન સ્ટેન્લી પણ કહી રહ્યા છે કે ભારત વિશ્વમાં શ્રેષ્ઠ સ્થાનોમાંથી એક છે. તેમણે કહ્યું કે ભારતે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડા જેવા પગલા લઈને ક્રૂડ ઓઈલની વધતી કિંમતોની અસરથી પોતાને બચાવી લીધા છે. તેમણે કહ્યું, હું કાલ્પનિક પ્રશ્નોના જવાબ નથી આપતો, પરંતુ કેન્દ્ર સરકારનો પ્રયાસ રહેશે કે કિંમતો સ્થિર રહે.

આ પણ વાંચો:કેન્દ્ર સરકારની પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગની ટીમે અમદાવાદમાં ડિજિટલ જીવન પ્રમાણપત્ર અંગે જાગૃતિ અભિયાનનું આયોજન કર્યું

Share your comments

Subscribe Magazine

More on News

More