ઓઈલ કંપનીઓએ આજના માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. આજે કંપનીઓએ ઓઈલના ભાવમાં કોઈ બદલાવ નથી કર્યો. શનિવારે સરકારે પેટ્રોલ – ડીઝલના ભાવ ઘટાડવાની જાહેરાત કરી હતી, આ પછી પેટ્રોલની કિંમતમાં મહત્તમ 9 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 7 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
આજે દિલ્હીમાં એક લીટર પેટ્રોલ 96.72 રૂ. પ્રતિ લીટર અને ડીઝલ 89.62 રૂ. પ્રતિ લીટર મળી રહ્યુ છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત111.35 રૂ. અને ડીઝલની કિંમત 97.28રૂ. પ્રતિ લીટર છે. કલકત્તામાં પેટ્રોલનો ભાવ 106.03 રૂ, જ્યારે ડીઝલનો ભાવ 92.76 રૂ. પ્રતિ લીટર છે. ત્યાં જ ચેન્નઈમાં પણ પેટ્રોલ 102.63 રૂ, જ્યારે ડીઝલનો ભાવ 94.24 રૂ. પ્રતિ લીટર છે.
સરકારના રાજકીય વિરોધીઓએ આરોપ લગાવ્યો હતો કે મોદી સરકારે પાંચ રાજ્યોમાં ચૂંટણીને કારણે ઓઈલ કંપનીઓને ભાવ વધારવાથી રોકી રાખ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત 112 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા બાદ ઓઈલ કંપનીઓએ ડીઝલના જથ્થાબંધ ખરીદદારો માટે 25 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો. ઓઈલ ડીલરોએ કહ્યું કે છૂટક કિંમતમાં ધીમે ધીમે વધારો કરવામાં આવશે.
આ પણ વાંચો:ઓનલાઈન શરૂ થયુ ઓર્ગેનિક શાકભાજીનું માર્કેટ, સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે પ્રચાર - પ્રસાર
જાણો મુખ્ય મહાનગરોમાં કિંમત કેટલી છે
આજે દિલ્હી, કલકત્તા, મુંબઈ અને ચેન્નઈમાં એક લીટર પેટ્રોલ અને ડીઝલના ભાવ નીચે મુજબ છે.
શહેર |
ડીઝલ |
પેટ્રોલ |
દિલ્હી |
89.62 |
96.72 |
મુંબઈ |
97.28 |
111.35 |
કલકત્તા |
92.76 |
106.03 |
ચેન્નઈ |
94.24 |
102.63 |
જાણો તમારા શહેરમાં કેટલો છે ભાવ
પેટ્રોલ-ડીઝલની કિંમત તમે એસએમએસ દ્વારા પણ જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલની વેબ સાઈટ પર જઈ RSP અને તમારા શહેરનો કોડ લખી 9224992249 નંબર પર મોકલો. દરેક શહેરના કોડ અલગ-અલગ છે, જે તમને આઈઓસીએલની વેબ સાઈટ પર મળી જશે.
દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી જ નવા ભાવ લાગુ થઈ જાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે.
આ માપદંડોના આધારે તેલ કંપનીઓ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરવાનું કામ કરે છે. ડીલર પેટ્રોલ પંપ ચલાવવા વાળા લોકો છે. તેઓ ટેક્સ અને પોતાનું માર્જિન ઉમેર્યા પછી ગ્રાહકોને છૂટક ભાવે પેટ્રોલ વેચે છે. આ ખર્ચ પેટ્રોલ અને ડીઝલના દરમાં પણ ઉમેરવામાં આવે છે.
આ પણ વાંચો:1 હેક્ટરમાં આ ઝાડની ખેતી કરીને કરો 5 લાખથી વધુની કમાણી, ખર્ચ ઘણો ઓછો
Share your comments