ખરીફ માર્કેટિંગ સીઝન માટે ડાંગરની ખરીદી ખૂબ જ સરળતાથી ચાલી રહી છે, દેશમાં 20 ફેબ્રુઆરી સુધી 702 લાખ મેટ્રિક ટન કરતાં વધુ ડાંગરની ખરીદી કરવામાં આવી છે. સરળ ખરીદી પ્રક્રિયા માટે સરકારે યોગ્ય વ્યવસ્થા કરી હતી.
96 લાખથી વધુ ખેડૂતો અગાઉથીથી જ ચાલુ KMS પ્રાપ્તિ કામગીરીથી લાભ મેળવી ચૂક્યા છે, જેના પરિણામે MSP પાછળ રૂપિયા 1,45,845 કરોડ ચુકવણી સીધી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી રહી છે.
20 ફેબ્રુઆરી સુધીમાં સેન્ટ્રલ પૂલમાં ખરીદેલા ડાંગરની સામે ચોખાની ડિલિવરી લગભગ 218 લાખ મેટ્રિક ટન થવાની ધારણા છે. દેશની જરૂરિયાતોને પહોંચી વળવા માટે વર્તમાન સમયમાં સેન્ટ્રલ પૂલમાં પર્યાપ્ત ચોખાનો સ્ટોક ઉપલબ્ધ છે.
વર્તમાન કેએમએસ 2022-23ના ખરીફ પાક માટે 765.43 લાખ મેટ્રિક ટન ડાંગર (514 લાખ મેટ્રિક ટન ચોખા) ખરીદવાનો અંદાજ છે, જે અગાઉના કેએમએસ 2021-22 દરમિયાન ખરેખર ખરીદાયેલ 749 લાખ મેટ્રિક ટન ડાંગર (503 લાખ મેટ્રિક ટન ચોખા)ની સામે છે.
KMS 2022-23ના રવિ પાક માટે ડાંગરની અંદાજિત ખરીદીને 1 માર્ચ, 2023ના રોજ મળનારી ખાદ્ય સચિવોની બેઠકમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
સરકારી માલિકીની ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) અને ખાનગી એજન્સીઓ બંને દ્વારા ડાંગરની ખરીદી કરવામાં આવે છે. ડાંગર સીધા ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર ખરીદવામાં આવે છે અને વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ માંગને પહોંચી વળવા માટે વપરાય છે.
રવિ પાકના ઉમેરા સાથે, એવી અપેક્ષા છે કે સમગ્ર KMS 2022-23 દરમિયાન આશરે 900 લાખ મેટ્રિક ટન ડાંગરની ખરીદી કરવામાં આવશે.
ડાંગર ઉનાળો અને શિયાળા બંને ઋતુમાં ઉગાડવામાં આવે છે. જો કે, દેશમાં ડાંગરના કુલ ઉત્પાદનમાં ખરીફ સિઝનનો હિસ્સો 80% છે.
અત્રે એક વાત ઉલ્લેખનીય છે કે ચાલુ નાણાકીય વર્ષમાં પહેલાના નવ મહિનામાં અનાજના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. જેમા ઘઉં અને ડાંગરમાં 8-11 ટકા તેમજ જુવાર અને બાજરીમાં 27-31 ટકાનો વધારો થયો છે. ક્રિસિલના જણાવ્યા પ્રમાણે વર્તમાન રવિ સિઝનમાં ઘઉંના વધુ ઉત્પાદનના અપેક્ષાથી સ્ટોકની સ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે જેથી કરીને ભાવ પરનું દબાણ ઓછુ આવી શકે છે. અને જો ચોમાસુ સિઝન સારી રહે તો ડાંગર, મકાઈ અને બાજરી જેવા ખરીફ પાકો માટે ઉત્પાદનની અપેક્ષા વધવાની શક્યતા રહે છે. રિપોર્ટમાં એક વાત ખાસ મહત્વની છે કે આ ખરીફ પાક માટે વરસાદને અસર કરી છે અને દુકાળની સ્થિતિ પણ આવી શકે છે.
ક્રિસિલના રિપોર્ટ મુજબ તાજેતરમાં જ ક્રિસિલના રિપોર્ટમાં જાણવા મળ્યુ છે કે છેલ્લા 50 વર્ષોમાં ખાધ્ય પદાર્થો સ્થાનિક ઉત્પાદન સતત વધી રહ્યુ છે. પરંતુ નાણાકીય વર્ષ 2017-22 દરમ્યાન વાર્ષિક ધોરણે અનાજના પાકોના ઉત્પાદન માટે સરેરાશ ભાવ સુચકાંક 3-4 ટકા રહ્યો છે.
Share your comments