જો તમે પણ PACL ઇન્ડિયા લિમિટેડની રોકાણ યોજના પર્લ્સ (pearls) માં રોકાણ કર્યું છે, તો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. તમારા પૈસા પાછા મેળવવાની આ છેલ્લી તક છે.
રોકાણકારો માટે છેલ્લી તક
માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI) એ રોકાણકારો માટે મોટી જાહેરાત કરી છે. સેબીએ કહ્યું છે કે રોકાણકારોએ કોઈપણ સંજોગોમાં 31 ઓગસ્ટ પહેલા સેબી પાસે તેમના અસલ દસ્તાવેજો સબમિટ કરવા. સેબીએ એમ પણ કહ્યું છે કે રોકાણકારો માટે હવે આ છેલ્લી તક છે.
દસ્તાવેજો સબમિટ કરવાની છેલ્લી તારીખ 31મી ઓગસ્ટ
સેબીએ અસલ દસ્તાવેજો સબમિટ કરવાની છેલ્લી તારીખ 30મી જૂનથી વધારીને 31મી ઓગસ્ટ સુધી કરી છે. હકીકતમાં, ઘણા રોકાણકારો 30 જૂન સુધી તેમના દસ્તાવેજો સબમિટ કરવામાં અસમર્થ હતા અને તારીખ લંબાવવાની માંગ કરી રહ્યા હતા. આ પછી સેબીએ આ પગલું ભર્યું છે. જોકે, આ વખતે સેબીએ સ્પષ્ટ કર્યું છે કે દસ્તાવેજો જમા કરાવવાની આ છેલ્લી તક છે.
સેબી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રિફંડ વિન્ડો ફક્ત તે રોકાણકારો માટે ખુલ્લી છે જેમની ક્લેમની રકમ 10001 રૂપિયાથી 15000 રૂપિયા સુધીની છે. તેમની અરજીની પણ ચકાસણી કરવામાં આવી છે. આ સાથે તમને જણાવી દઈએ કે સેબીએ એલર્ટ જારી કરીને કહ્યું છે કે રોકાણકારોએ પર્લ (pearl) સ્કીમમાં રોકાણના દસ્તાવેજો કોઈને ન આપવા જોઈએ. તેથી તમામ રોકાણકારોએ 31મી ઓગસ્ટ 2022 પહેલા તેમનો ક્લેમ રજીસ્ટર કરાવવો જોઈએ.
દસ્તાવેજો અહી મોકલવા
માત્ર પર્લ્સના એવા રોકાણકારો કે જેમને વેરિફિકેશન પછી SMS મોકલવામાં આવ્યા છે તેઓ જ રિફંડ માટે દાવો કરી શકે છે. મૂળ દસ્તાવેજો રજિસ્ટર્ડ પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટ દ્વારા સેબી ભવન, પ્લોટ નંબર C4-A, 'G' બ્લોક, બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ, બાંદ્રા (પૂર્વ), મુંબઈ-400051 પર મોકલો. આ સરનામે મોકલવા માટે તમારે પરબિડીયું પર PACL પ્રમાણપત્ર નંબર લખવો આવશ્યક છે.
આ દસ્તાવેજો મોકલવા ફરજીયાત
1.PACL સર્ટિફિકેટની નકલ
2.પાન કાર્ડની નકલ PACL ની રસીદ (જો હોય તો)
3.કેન્સલ ચેકની નકલ
4.બેંકર પ્રમાણપત્ર
5.પાસપોર્ટ સાઈઝનો ફોટો
આ પણ વાંચો:New BPL List: આખા ગામની BPL લિસ્ટ, તમારું નામ ચેક કરો ઓનલાઇન
Share your comments