Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ખાતરમાં ભાવ વધારાને લઈને ખેડૂતોમાં ભારે રોષ

મોંઘવારી વચ્ચે ખાતરમાં ભાવ વધારો લદાયો જેની સામે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોમાં પણ વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. પહેલા કોરોના પછી અનાવૃષ્ટિ અને ત્યાર બાદ અતિવૃષ્ટિ અને હવા જાણે બાકી હોય તેમ ખાતરમાં નવો બોજો, ખેડૂતો બિચારા કરે તો પણ શું કરે.

Sukhadev Thakor
Sukhadev Thakor
fertilizers
fertilizers

મોંઘવારી વચ્ચે ખાતરમાં ભાવ વધારો લદાયો જેની સામે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોમાં પણ વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. પહેલા કોરોના પછી અનાવૃષ્ટિ અને ત્યાર બાદ અતિવૃષ્ટિ અને હવા જાણે બાકી હોય તેમ ખાતરમાં નવો બોજો, ખેડૂતો બિચારા કરે તો પણ શું કરે. અંગે ગીર સોમનાથ અને કોડીનાર પંથકના ખેડૂતો નેતાઓમાં પણ કંપનીઓના ખાતરમાં ભાવ વધારાના આ પ્રકારના વલણ સામે રોષની લાગણી પ્રસરી જવા પામી છે.

ખેડૂત આગેવાન સુરપાલસિંહ બારડે જણાવ્યું હતું કે, ‘‘હું સરકારને કહેવા માગુ છું કે, સરકાર એક બાજુ એમ કહે છે કે, આ કૃષિ પ્રધાન દેશ છે, ખેડૂતોની સરકાર છે. હું ખુલ્લે આમ કહેવા માગુ છું કે, આ સરકાર ઊંધા કાન પકડાવે છે ખેડૂતોને. એનું કારણ છે કે, મનસુખભાઇ માંડવિયા આપણા કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, કંઇ ભાવ વધારો નથી, અને ચૂંટણી આવી એટલે ભાવ વધારો પરત ખેંચી લીધો, અને પછી લાદી પણ દીધો!’’

અન્ય ખેડૂતોએ જણાવ્યું હતું કે, અમે બિલકુલ આ ભાવ વધારાથી સંતુષ્ટ નથી. સરકારે ભાવ વધારાને કંટ્રોલ કરવો જોઇએ, સબસિડી આપવી જોઇએ. કંપનીઓ ખાતરના ભાવ ઘટાડે અને સરકાર માંડવીના સારા ભાવ આપે તો ખેડૂતો માટે સારૂ. આંતરરાષ્ટ્રીય સ્તરે દરેક જગ્યાયે ઉત્પાદન ઘટવાનું છે. તો આ રીતે ઇફ્કો કંપનીએ જે ભાવ વધારા આપ્યા તે કોઇ સંજોગોમાં અમને પોષાય તેમ નથી.

આ પણ વાંચો - સમગ્ર દેશમાં DAP ખાતરની અછત, રવી પાકના ઉત્પાદન પર તેની અછત વર્તાશે

Share your comments

Subscribe Magazine

More on News

More