દેશમાં ખેડૂતોને દેવાના બોજમાંથી રાહત આપતી કૃષિ દેવા માફી યોજના ઘણી ચર્ચામાં રહી છે. મોટા ભાગના ખેડૂતોને લોન માફી યોજનાનો લાભ મળ્યો હોવાનો દાવો કરવામાં આવે છે. પરંતુ, આ યોજના અંગે તાજેતરમાં એક અહેવાલ સામે આવ્યો છે, તેની સફળતા પર સવાલો ઉભા થઈ રહ્યા છે. કારણ કે આ રિપોર્ટ મુજબ દેશના માત્ર 50 ટકા ખેડૂતોને જ કૃષિ લોન માફી યોજનાનો લાભ મળ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસ મુજબ, 2014થી કૃષિ લોન માફીની જાહેરાત કરવામાં આવી હતી તેવા નવ રાજ્યોમાં લોન માફીની ઈચ્છા ધરાવતા લોકોમાંથી માત્ર અડધા લોકોને જ લાભ મળ્યો હતો.
રિપોર્ટ અનુસાર, કૃષિ લોન માફી યોજનામાં સૌથી ખરાબ પ્રદર્શન કરનારા રાજ્યોમાં ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પંજાબ, કર્ણાટક અને તેલંગાણા છે. તેલંગાણામાં (5 ટકા), મધ્યપ્રદેશમાં 12 ટકા, પંજાબમાં 24 ટકા, ઝારખંડમાં 13 ટકા, પંજાબમાં 24, ઉત્તર પ્રદેશમાં 52 ટકા અને કર્ણાટકમાં 38 ટકા લોકોને આ યોજનાનો લાભ મળ્યો છે. જ્યારે 2018માં છત્તીસગઢમાં 100 ટકા પાત્ર ખેડૂતો અને 2020માં મહારાષ્ટ્રમાં 91 ટકા પાત્ર ખેડૂતોને લોન માફી યોજનાનો લાભ મળ્યો હતો.
50 ટકા ખેડુતોને મળ્યો લોન માફી યોજનાનો લાભ
લોન માફી યોજના હેઠળ, આંધ્ર પ્રદેશના 42 લાખ ખેડૂતોમાંથી 92 ટકા ખેડૂતો લાભ માટે પાત્ર હતા. જ્યારે તેલંગાણામાં આ સંખ્યા પાંચ ટકા હતી. SBIના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2014 થી 2022 સુધીમાં 3.7 કરોડ પાત્ર ખેડૂતોમાંથી માત્ર 50 ટકાને જ લોન માફીનો લાભ મળ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જે ખેડુતોને લક્ષ્ય બનાવીને લોન માફી યોજના ચલાવવામાં આવી હતી તે ખેડૂતો સુધી લાભ પહોંચ્યો જ નથી. આ સાથે રિપોર્ટમાં એવી ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે કે શું ખરેખર આર્થિક સંકટના સમયમાં ખેડૂતોને આનો લાભ મળે છે?
આ પણ વાંચો:ભારતને ગેસ સપ્લાયમાં રશિયાની મોટી ચુક, વિકલ્પોની શોધ શરૂ, જાણો શું છે કારણ
કારણ કે લોન માફી માટે લાયક મોટાભાગના ખાતા સ્ટાન્ડર્ડ કેટેગરીના હતા. તેનાથી પ્રશ્ન ઊભો થાય છે કે શું લોન માફી ખરેખર જરૂરી હતી. સ્ટાન્ડર્ડ એકાઉન્ટ તે ખાતાઓને કહેવાય છે જેમાં લોન લેનાર તેની લોન સમયસર ચૂકવતો હોય. જ્યારે આવા ખાતાઓને પણ કૃષિ લોન માફી યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા હતા. આવા ખાતાઓની સંખ્યા ખાસ કરીને ઝારખંડ (100%), ઉત્તર પ્રદેશ (96%), આંધ્રપ્રદેશ (95%), પંજાબ (86%) અને તેલંગાણા (84%) હતી.
અસલી ખેડૂતોને પૈસા મળ્યા કે નહીં
એક મીડિયા રિપોર્ટ અનુસાર SBIના સંશોધકોએ કહ્યું છે કે મહારાષ્ટ્રના ખેડૂતોને લોન માફીનો લાભ આપવા માટે 34000 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી હતી. દેશના 9 રાજ્યોમાં લોન માફી યોજનાને લઈને આ યોજના 2014માં લાગુ કરવામાં આવી હતી. રિસર્ચમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે અસલી ખેડૂતોને 2.25 લાખ કરોડ રૂપિયા મળ્યા કે નહીં.
ખેડૂતોના હિતને થઈ શકે છે નુકસાન
રિપોર્ટમાં તારણ કાઢવામાં આવ્યુ છે કે લોન માફી કલ્ચર આવનારા સમયમાં ખેડૂતોના હિતોને નુકસાન પહોંચાડી શકે છે. તેની સાથે ખેડૂતો અને કૃષિ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા પર પણ તેની અસર પડે છે, કારણ કે આ રીતે સરકારો પરનો આર્થિક બોજ સંસ્થાઓને ખોખલી કરી શકે છે.
તમને જણાવી દઈએ કે ઘણા ખેડૂત સંગઠનો પણ લોન માફીના બદલે દેવા માફીની માંગ કરી રહ્યા છે. ભ્રષ્ટ અધિકારીઓના કારણે મોટાભાગની કૃષિ યોજનાઓનો લાભ ખેડૂતો સુધી પહોંચતો નથી. જો તમામ ખેડૂતોને યોજનાઓનો લાભ મળવા લાગે, જો તેમને તેમના પાકની વાજબી કિંમત મળે, તો લોન માફીની જરૂર નહીં રહે.
આ પણ વાંચો:MSP માટે મોદી સરકારે કમિટીની કરી રચના, સંયુક્ત કિસાન મોરચાના 3 સભ્યો પણ થશે સામેલ
Share your comments