
ગૃહિણીનું બજેટ કોઈને કોઈ કારણોસર ખોરવાતું રહેતું હોય છે. ડુંગળીની કિંમતોમાં ખૂબ વધારો થયો છે. દિવાળી પહેલા ડુંગળીના ભાવ સતત વધી રહ્યા છે. ગયા અઠવાડિયે 35-40 રૂપિયા પ્રતિ કિલોની કિંમત પર વેચાઈ રહેલી ડુંગળી હાલ 60-80 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. તહેવારોની સીઝન પહેલા ટામેટાના ભાવમાં ઘટાડો થયા બાદ હવે ડુંગળીની કિંમતો પણ સતત વધી રહ છે. છેલ્લા 20 દિવસમાં ડુંગળીા ભાવમાં ખૂબ વધારો થયો છો. એવામાં ડુંગળીની કિંમત 100 રૂપિયા કિલો સુધી પહોંચે તેવી શક્યતા છે.
ભાવ વધવાના કારણો સામે આવ્યા
ડુંગળીની કિંમતો પર વ્યાપારીઓનું કહેવું છે કે ડુંગળીની આવક ઓછી છે. જેના કારણે કિંમતો સતત વધી રહી છે. આજે ડુંગળીના ભાવ 350 રૂપિયા પ્રતિ 5 કિલો છે. કાલે તે 300 રૂપિયા હતા. ત્યાં જ એક અઠવાડિયા પહેલા આ ભાવ 200થી 250 રૂપિયા સુધી હતા.
કેમ બફર સ્ટોકનું વેચાણ વધ્યું ?
ડુંગળીનો રિટેલ ભાવ 57 ટકા વધીને 47 રૂપિયા પ્રતિ કિલો થયા બાદ કેન્દ્રએ ગ્રાહકોને રાહત આપવા માટે રિટેલ બજારોમાં 25 રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે બફર સ્ટોકમાંથી ડુંગળીના વેચાણમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. એક વર્ષ પહેલા આજ સમયગાળામાં ડુંગળી 30 રૂપિયે પ્રતિ કિલો હતી.
Share your comments