અમદાવાદ શહેરમાંથી એકત્ર થતો ઘન કચરો શહેરના પિરાણા ખાતે ઠાલવામાં આવે છે. એએસમી દ્વારા કચરાનું બાયોમાઇનિંગ પ્રોસેસ કરી તેનો નિકાલ કરાય છે. પરંતુ વેસ્ટ પ્લાસ્ટિક જથ્થો મોટા પ્રમાણમાં રહેતા આખરે એએમસી દ્વારા ખાનગી એજન્સીને પ્લાસ્ટિક વેસ્ટ ઉપયોગ કરવા મંજૂરી આપી છે.
AMC દ્વારા ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો
એએમસી હેલ્થ કમિટી ચેરમેન ભરતભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, પિરાણા ખાતે હાલમાં ચાલુ બાયોમાઇનીંગ પ્રોસેસમાંથી નીકળતા આર.ડી.એફ એટલે ( પ્લાસ્ટિક વેસ્ટ) ના નિકાલ માટે એએમસી દ્વારા ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. એએમસી પિરાણા ખાતે ખાનગી કંપનીને પાંચ વર્ષની શરતે 6 એકર જમીન ફાળવશે. કંપની દ્વારા પ્રતિદિન 3000 મે.ટન કચરો પ્રોસેસ કરાશે. અને એએમસી રોયલ્ટીના ભાગ રૂપે 51 લાખ રૂપિયા દર વર્ષે આપશે. શહેરમાંથી મોટી સંખ્યામાં ઘન કચરામાં વેસ્ટ પ્લાસ્ટિક જથ્થો મળી આવ્યો છે. આ પ્લાસ્ટિકનો ઉપયોગ ખાનગી એજન્સી દ્વારા સિમેન્ટની બેગ બનાવવામાં કરવામાં આવશે.
આ પણ વાંચો:32 વર્ષ બાદ 129 કૃષિ પદાધિકારીઓને મળ્યા નિમણૂક પત્ર, ખેડૂતોને થશે ફાયદો
એએમસી દ્વારા સ્વચ્છતા અભિયાનમાં સારી કામગીરી થાય અને વેસ્ટ પ્લાસ્ટિક ઉપયોગ કરવાના હેતુથી કામ મંજૂર કરવામાં આવ્યુ છે. શહેરમાં પ્રતિદિન ઘન કચરો વધી રહ્યો છે. એએમસી દ્વારા ટ્રોમિલ મશીન દ્વારા બાયોમાનિગ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત હજારો વેસ્ટ પ્લાસ્ટિક બહાર નિકળી રહ્યું છે.
AMC વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યુ હતુ કે, અગાઉ જે જે કંપનીઓને જમીન ફાળવી હતી તે તમામ કંપનીઓની કામગીરી કેવી છે તે બાબત કેમ ધ્યાનમાં લેવામાં આવતી નથી. માત્ર ને માત્ર માનીતા કોન્ટ્રાકટરને જમીન ફાળવી દેવાથી કચરાનો નિકાલ થતો નથી. આ બાબતે કોંગ્રેસ પક્ષ દ્વારા વારંવાર આક્રમક રજુઆતો કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. કચરો પ્રોસેસ કરવા માટે જે જે કંપનીઓને જમીન આપેલ છે. તેઓ હાલમાં કોઇ કામગીરી કરતી નહી હોવાથી તેઓને બ્લેકલીસ્ટ કરો અથવા તેઓની પાસે કામગીરી કરાવો.
અગાઉ પણ એએમસી દ્વારા ખાનગી એજન્સીઓને કરોડો રૂપિયાની જમીન મફતના આપી દેવામાં આવી હતી. ઘન કચરામાંથી વેસ્ટ ટુ એનર્જી હોય કે પછી ઘન કચરામાંથી ખાતર બનાવાનુ હોય, એજન્સીઓ એએમસી પાસેથી જમીન મફતમાં મેળવી કોઇ નકર કામ કરતી નથી.
આ પણ વાંચો:યોગી સરકારે લીધો મોટો નિર્ણય, દૂધ ન આપવાવાળી ગાયોને રસ્તે છોડશો તો થશે કેસ, જાણો સંપૂર્ણ સમાચાર
Share your comments