રાજકીય સંકટમાં ફસાયેલી ઓલી સરકાર ખેતીના સીઝનમાં ખેડૂતો સુધી ખાતર પહોંચાડી નથી શકી
ભારતની સરહદ સાથે સંકળાયેલા નેપાળના કેટલાક વિસ્તારોના ખેડૂતો ખેતીની સિઝનમાં ખાતર ન મળતા ભારતમાંથી ખાતરની ખરીદી કરી રહ્યા છે, આ મુદ્દે નેપાળની ઓલી સરકાર સ્થાનિક પોલીસની મદદથી આવા ખેડૂતો પર ત્રાસ ગુજારી રહી હોવાના અહેવાલ સામે આવ્યા છે.
ચોમાસાની ઋતુ દરમિયાન રાજકીય સંકટમાં ફસાયેલી ઓલી સરકાર ખેડૂતોને ખાતર પહોંચડાવામાં નિષ્ફળ બની છે, એવામાં ભારતની સરહદ સાથે જોડાયેલા નેપાળના વિસ્તારોના ખેડૂતો ભારતમાંથી ખાતરની ખરીદી કરી રહ્યા છે. નેપાળની પ્રમુખ વેબાસઇટે ત્યાંના ખેડૂતોને લઇને એક રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં ખુલાસો કરવામાં આવ્યો હતો કે ખાતર માટે લોન લઇ ચૂકેલા ખેડૂતો અહીં રખડી પડ્યા છે. સરકાર ખેડૂતોને ખાતર પહોંચાડવામાં સક્ષમ નથી, આથી તેઓ પડોસી દેશમાંથી ખાતર ખરીદી રહ્યા છે, જેની પર પોલીસ તેમની મારપીટ કરી ધરપકડ કરી રહી છે.
નોંધનીય છે કે ભારત સરકાર દેશમાં ખાતર પર સબસિડી આપી રહી છે અને તેના નિકાસ પર પ્રતિબંધ છે. નેપાળી ખેડૂતો ખેતી કરવાની ઋતુમાં ખાતરના અભાવના લીધે ભારતમાંથી ખાતર ખરીદી રહ્યા છે.
Share your comments