ભુપેન્દ્ર પટેલની નવી સરકારની રચના પહેલા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે યોજાનાર શપથવિધિ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક આવવાના છે, જે માટે માઇક્રો લેવલની સિક્યુરિટી તેમજ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આ અંગે હાલ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આપી દીધો છે.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ આજે શપથગ્રહણ કરશે. જોકે અહી એક નોંધનીય વાત એ છે કે, આજે બપોરે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરતાં જ ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના ઇતિહાસમાં સતત બીજીવાર શપથ લેનારા પ્રથમ પાટીદાર CM બનશે. મહત્વનું છે કે, ગુજરાતના 62 વર્ષના ઇતિહામાં ભૂપેન્દ્ર પટેલ પહેલા પાટીદાર મુખ્યમંત્રી હશે કે, જે ચૂંટણી જીતીને બીજીવાર મુખ્યમંત્રી બનશે.
આજે ગુજરાતના મુખ્યમંત્રી તેમજ મંત્રીમંડળની શપથવિધિનો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે. આ તરફ મંત્રી મંડળના શપથ માટે ધારાસભ્યોને ફોન આવ્યા હતા. જેમાં મંત્રી મંડળમાં સમાવેશ કરાયેલ ધારસભ્યોને ફોન આવ્યા હોઇ તેઓ પણ આજે જ શપથગ્રહણ કરશે. વિગતો મુજબ આજે શપથવિધિ સમારોહમાં 16 મંત્રીઓ શપથ લેશે જે બ વધુ 6 મંત્રીઓ આગામી દિવસોમાં શપથ લેશે. આ સાથે હાલ 18 લોકોને ટેલિફોનિક જાણ કરાઈ છે. જેમાં 8 કેબિનેટ મંત્રી તરીકે, 8 રાજયકક્ષાના મંત્રી તરીકે શપથ લેશે.
આજે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કયા મંત્રીને કયું ખાતું મળશે તેને લઈ અનેક ચર્ચાઓએ જોર પકડયું છે. તેવામાં સૂત્રોના હવાલાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ઋષીકેશ પટેલને કેબિનેટ કક્ષાનું આરોગ્ય, માર્ગ અને મકાન વિભાગ તો કનુભાઈ દેસાઈને કેબિનટ કક્ષાનો નાણા અને ઉર્જા વિભાગ મળી શકે છે. આ સાથે હર્ષ સંઘવીને કેબિનેટ કક્ષાનો મહેસુલ વિભાગ અને જગદીશ પંચાલને ઉદ્યોગ અને વન પર્યાવરણ વિભાગ મળી શકે છે.
આ સાથે રાઘવજી પટેલનું કૃષિ ખાતું રિપીટ થઇ શકે છે. તો મુળુભાઈ બેરાને કેબિનેટ કક્ષાનું ગ્રામિણ વિભાગ અને પુરુષોત્તમ સોલંકીને રાજ્ય કક્ષાનું મત્સ્ય ઉદ્યોગ વિભાગ, કુંવરજી બાવળીયાને કેબિનેટ કક્ષાનું સિંચાઈ, પાણી પૂરવઠા વિભાગ, ભાનુબહેન બાબરીયાને કેબિનેટ કક્ષાનું સામાજીક ન્યાય અધિકારીતા વિભાગ અને ભાનુબેન બાબરિયાને મહિલા બાળ વિકાસ વિભાગ પણ મળી શકે છે.
તો વળી કુબેર ડિંડોરને કેબિનેટ કક્ષાનું શિક્ષણ-ઉચ્ચ અને ટેકનિકલ વિભાગ, બળવંતસિંહ રાજપુતને ઉદ્યોગ વિભાગ, બચુ ખાબડને કેબિનેટ કક્ષાનું આદિજાતિ વિભાગ, ભીખુસિંહ પરમારને રાજ્ય કક્ષાનો શ્રમ અને રોજગાર વિભાગ, મુકેશ પટેલને રાજ્યકક્ષાનો ઉર્જા વિભાગ, પ્રફુલ પાનસેરીયાને રાજ્યકક્ષાનો વાહન વ્યવહાર વિભાગ અને કુંવરજી હળપતિને રાજયકક્ષાનું વન અને પર્યાવરણ મંત્રાલય મળી શકે છે.
Share your comments