દેશમાં વરસાદની જે વિસ્તારમાં સૌથી મોટી ખાધ હતી એવા સૌરાષ્ટ્રમાં કુદરતે મહેર કરતાં હવે ખાધ પૂરી થઈ ગઈ છે અને વરસાદ સામાન્ય જેટલો જ પડી રહ્યો છે, પરતુ હવે ખેડૂતોને ગત વર્ષની જેમ જ લીલા દુષ્કાળની ચીંતા સેવી રહી છે. સૌરાષ્ટ્રની તુલનાએ ગુજરાતમાં હજી પણ વરસાદની ૨૩ ટકા જેટલી ખાધ જોવા મળી રહીછે તેમ ભારતીય હવામાન ખાતાનાં આંકડાઓ કહે છે.
ભારતીય હવામાન ખાતાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં ૨૩મી સપ્ટેમ્બરની સ્થિતિએ વરસાદની હવે ઝીરો ટકા ખાધ છે એટલે કે સામાન્ય રીતે જેટલો વરસાદ પડવો જોઈએ એટલી પડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો કુલ ૯૦ ટકા વરસાદ પડી ગયો છે.
સૌરાષ્ટ્રનાં વરસાદ વિશે હવે ખેડૂતો અને વેપારી વર્ગમાં ચિંતા બની છે. સૌરાષ્ટ્રમાં હવે અનેક ખરીફ પાકો તૈયાર થઈ ગયા છે અને તેને કાઢવાનો સમય આવી ગયો છે. છેલ્લા એક મહિનાથી કટકે-કટકે વરસાદ પડી રહ્યો છે અને જો હવે વધુ વરસાદ પડે તો ઊભા પાકને નુકસાન થઈ શકે છે. મગફળી ખેતરમાં કાઢેલી પડી છે તેને પણ ક્વોલિટીનો ફટકો પડે છે. વરસાદ હવે અટકીને ઊઘાડ નીકળે તેની ખાસ જરૂર છે.
ગુજરાતમાં હજી પણ વરસાદની ૨૩ ટકાની ખાધ જોવા મળી રહી છે. ગુજરાતમાં ચાલુ વર્ષે સરેરાસ ખાધ સાથે જ ચોમાસાની વિદાય થાય તેવી સંભાવના છે. જોકે આ ખાધ સંકોજાયને પાંચથી ૧૦ ટકા સુધી આવી જાય તેવી પણ સંભાવનાં દેખાય રહી છે.
ગુજરાતમાં ઝોન વાઈઝ વરસાદની સ્થિતિ તા.૨૩ સપ્ટે. મિલીમીટરમા
ઝોનનું નામ |
સરેરાશ વરસાદ |
ચાલુ વર્ષ |
સરેરાશની ટકાવાર |
કચ્છ |
442.31 |
344.30 |
77.84 |
ઉત્તર ગુજરાત |
716.55 |
460.43 |
64.26 |
પૂર્વમધ્ય ગુજરાત |
806.27 |
582.13 |
72.20 |
સૌરાષ્ટ્ર |
700.62 |
631.54 |
90.14 |
દક્ષિણ ગુજરાત |
1461.72 |
1163.98 |
79.63 |
રાજ્યનો કુલ |
840.40 |
670.31 |
79.80 |
ચોમાસાની વિદાય ઓક્ટોબરનાં પહેલા સપ્તાહ પહેલા નહીં
ગુજરાતમાં વિવિધ વેધર એનાલિસ્ટો અને બીજી હવામાન એજન્સીઓનાં તારણ મુજબ ગુજરાતમાંથી ચોમાસાની વિદાય હજી ઓક્ટોબરનાં પહેલા સપ્તાહ સુધી ન થાય તેવી સંભાવનાં છે. ૨૭મી સપ્ટેમ્બર સુધી તો રાજ્યમાં સર્વત્ર સારા વરસાદની ભારતીય હવામાન ખાતાએ આગાહી કરી છે. ઓક્ટોબરની શરૂઆતમાં એક નાની સિસ્ટમ એનાલિસ્ટોને દેખાય છે, જેને પગલે પાંચ ઓક્ટોબર સુધી વરસાદ છૂટો છવાયો આવે તેવી સંભાવનાં છે. જો વિદાય વધુ લંબાશે તો ખરીફ પાકો માટે નુકસાનદાયક સાબિત થઈ શકે છે.
Share your comments