ભારત સરકાર ખેડૂતોની આવક વધારવાની દિશામાં સતત કામ કરી રહી છે. ઉત્પાદન વધારવા માટેની વિવિધ યોજનાઓથી માંડીને બિયારણની ઉત્તમ જાતનાં નિઃશુલ્ક વિતરણ સુધીના તમામ પ્રયત્નો ચાલુ છે. ઉપરાંત સરકાર દ્વારા ખેડૂતોને ઉપયોગી એવું અવનવીન વૈજ્ઞાનિક ટેકનોલોજી પણ પુરી પાડી રહી છે.સરકાર ખેડૂતોના લાભ અને હીત માટે અનેક પ્રકારની ખેડૂત લક્ષી યોજનાઓ ચલાવી રહી છે. જેમાંથી ખેડૂતો ખેતીના વિવિધ પાકો ,બિયારણો તેમજ નવી ટેકનિકો વિશે પણ માહિતી મેળવી રહ્યા છે.
પૂર્વોત્તર રાજ્યોના કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડની નિકાસ ક્ષમતામાં સંભવિતતામાં સુધારો લાવવાના પ્રયત્નોને વેગ આપવા માટે તાજી બર્મી દ્રાક્ષનો માલ દુબઈ મોકલવામાં આવ્યો છે.આ દ્રાક્ષને આસામી ભાષામાં 'લેટિકો' તરીકે ઓળખવામાં આવે છે. દ્રાક્ષની શિપમેન્ટને ગુવાહાટીથી દુબઇ હવાઈ માર્ગે નિકાસ કરવામાં આવી રહી છે.
લેટિકો એ વિટામિન સી અને આયર્નથી સમૃદ્ધ ફળ છે. આસામના દરંગ જિલ્લાના સંગ્રહ કેન્દ્રમાં તેનો એક માલ પેક કરાયો છે. એપીડા રજિસ્ટર કિગા એક્ઝિમ પ્રાઈવેટ લિમિટેડના મારફત ગુવાહાટી એરપોર્ટથી દુબઇ તરફ દિલ્હી જવા માટે આ કન્સાઇમેન્ટ લઈ જવામાં આવ્યો હતો.
લાલ ચોખાની નિકાસ પણ કરવામાં આવી હતી
એપીડા પૂર્વોત્તર રાજ્યોને ભારતના કૃષિ અને પ્રોસેસ્ડ ખાદ્ય ઉત્પાદનોના નિકાસ નકશા પર લાવવા માટે પ્રચાર ગતિવિધિઓને અંજામ આપવામાં આવી રહ્યો છે. તાજેતરમાં એપીડાએ લાલ ચોખાનો પ્રથમ માલ આસામથી યુનાઇટેડ સ્ટેટ્સમાં નિકાસ કરવામાં મદદ કરી હતી.
આસામની બ્રહ્મપુત્રા ખીણમાં આયર્ન સમૃદ્ધ લાલ ચોખા કોઈપણ રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વિના ઉગાડવામાં આવે છે. ચોખાની આ જાત ને બાઓ-ધાન કહેવામાં આવે છે. જે આસામી લોકોના ભોજનનો એક અભિન્ન અંગ છે.
એપીડાએ જીઆઈ સર્ટિફાઇડ ગેજી નેમો (આસામ લીંબુ) ની લંડનની નિકાસમાં સુવિધા આપી છે. અત્યાર સુધીમાં આશરે 40 મેટ્રિક ટન આસામના લીંબુની નિકાસ કરવામાં આવી છે.
જેકફ્રૂટની લંડનમાં નિકાસ
ત્રિપુરા સ્થિત કૃષિ સંયોગ એગ્રો પ્રોડ્યુસર કંપની લિમિટેડ પાસેથી ખરીદવામાં આવેલી જેકફ્રૂટની લંડનમાં નિકાસ કરવામાં આવી હતી. સોલ્ટ રેન્જ સપ્લાય ચેઇન સોલ્યુશન લિમિટેડની એપીડાની મદદથી પેક-હાઉસ સુવિધામાં આ કન્સાઈનમેન્ટ પેક કરવામાં આવ્યું હતું અને કીગા એક્ઝિમ પ્રા.લિ. દ્વારા નિકાસ કરવામાં આવ્યું હતું.
ગુવાહાટીમાં એક પેક હાઉસ સ્થાપવા માટે એપીડાએ ખાનગી ક્ષેત્રને આર્થિક સહાય પૂરી પાડી છે જેણે યુરોપમાં તાજા ફળો અને શાકભાજીની નિકાસ માટે જરૂરી અથવા આવશ્યક સુવિધાઓનો વિકાસ કર્યો છે.
ખેડુતોની પ્રગતિમાં સહાયક
એપીડા ખાદ્ય ઉત્પાદકોના નિકાસ માટે જરૂરી માર્કેટિંગ રણનીતિઓને વિકસીત કરવા, તેની જાણકારીની સાથે જરૂરી નિર્ણય લેવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપારના સંપર્કમાં આવવા, કુશળતા વિકાસ, ક્ષમતા નિર્માણ અને ઉચ્ચ ગુણવત્તાની પેકેજીંગ માટેના બજાર વિકાસ સાથે ઉત્પાદનની નિકાસ માટે જરૂરી માર્કેટિંગ વ્યૂહરચના વિકસાવશે.
એપીડા ક્ષમતા નિર્માણ, ગુણવત્તા સુધારણા અને માળખાગત વિકાસના સંદર્ભમાં ઉત્તર પૂર્વ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ રીતે ખેડૂતોને ખરીદદારો સાથે જોડવામાં અને ઉત્તરપૂર્વથી કૃષિ ઉત્પાદનોની આખી સપ્લાય ચેઇનને મજબૂત બનાવવી ફાયદાકારક રહેશે.
નોંધનીય છે કે, થોડા સમય પહેલા ભારતે વિવિધ દેશોમાં કેરી, લીચી, ચીકુ અને જેકફ્રૂટની નિકાસ કરી છે. નિકાસની આ શૃંખલામાં જાંબુનું નામ પણ જોડવામાં આવ્યું હતું. ઉત્તરપ્રદેશથી જાંબુના ઉચ્ચતમ માલને લંડન મોકલવામાં આવ્યો હતા. જાંબુ ભારતનું એક લોકપ્રિય ફળ છે. ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિતના ઘણા રાજ્યોમાં તેનું ઉત્પાદન મોટા પાયે થાય છે. તે ઉનાળાના મહિનામાં ફળો આપે છે અને એક કે બે સારા વરસાદ પછી પાકવાનું શરૂ કરે છે. બાગાયતી ખેડુતો જાંબુથી વધારાની આવક મેળવે છે. હવે જાંબુ બાદ દ્રાક્ષની નિકાસમાં પણ હરણફાળ ભરી છે.
Share your comments