જો તમને પણ રાશનના સમયે ડીલર સાથે કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે, તો હવે ગભરાશો નહીં, પરંતુ તમે ઘરે બેઠા આ નંબરો દ્વારા ફરિયાદ કરી શકો છો. હવે રાશન ડીલરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, જે માટે સરકાર તરફથી રાજ્ય પ્રમાણે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યાં છે.
દેશના ગરીબો માટે સરકાર અનેક પ્રકારની યોજનાઓ શરૂ કરતી રહે છે, જેથી દેશના લોકોને સરકાર તરફથી સીધી આર્થિક મદદ મળી શકે. આ કારણે સરકારી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લોકોને ચોખા, ઘઉં, કઠોળ કે ખાંડ વિનામૂલ્યે આપવામાં આવે છે.
રાશન આપતી વખતે છેતરપિંડી
પરંતુ સરકારની આ યોજનામાં ઘણા લાભાર્થીઓ ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ મેળવી શકતા નથી. તેનું મુખ્ય કારણ એ છે કે રાશન કાર્ડ ડીલરો લાભાર્થીને રાશન આપતી વખતે છેતરપિંડી કરે છે. જેના કારણે ડીલરોને વધુ ફાયદો થાય છે. ઘણી જગ્યાએ એવું પણ જોવા મળ્યું છે કે ડીલરો રાશનના લાભાર્થીઓને રાશન આપતી વખતે આનાકાની કરે છે, જેથી તેઓ રાશનમાં કાપ મૂકી શકે.
હેલ્પલાઈન નંબર જાહેર
સરકાર તરફથી રાજ્ય પ્રમાણે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યાં છે. જો તમને પણ ઓછુ રાશન મળી રહ્યું છે તો તમે પણ આ નંબરો પર સંપર્ક કરીને ડીલરની સામે ફરિયાદ નોંધાવી શકો છો. સરકાર ભ્રષ્ટાચારને ઘટાડવા અને ખાદ્યાન્ન વિતરણ નક્કી કરવા માટે ફરિયાદ હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યાં છે. કારણકે સબસિડીવાળા રાશન ગરીબો સુધી પહોંચી શકે. જો કોઈ રાશન કાર્ડ ધારક પોતાનો ભોજન કોટા પ્રાપ્ત કરી શકતુ નથી તો તેઓ ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર પર કોલ કરી પોતાની ફરિયાદ નોંધાવી શકે છે.
ડીલરો સામે કડક કાર્યવાહી કરાશે
લોકોની આ બધી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને, સરકારે તેની સત્તાવાર વેબસાઇટ https://nfsa.gov.in/ પર ઘણા નંબર જાહેર કર્યા છે, જેની મદદથી તમે સરળતાથી રાશન ડીલરોની ફરિયાદ કરી શકો છો. જેથી તમને તમારું રાશન યોગ્ય સમયે મળી રહે અને સાથે જ તમને સંપૂર્ણ રાશન પણ મળે. આ નંબરો પર ફરિયાદ આવ્યા બાદ રાશન ડીલરો દ્વારા બ્લેક માર્કેટિંગ અને છેતરપિંડીના કેસમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આટલું જ નહીં, ડીલરો વિશે ફરિયાદ કરનાર વ્યક્તિનું નામ સરકાર દ્વારા જારી કરાયેલા નંબરોથી ગુપ્ત રાખવામાં આવશે. જેથી તે વ્યક્તિને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે.
સરકાર દ્વારા જારી કરાયેલા નંબર Number issued by Govt.
તમને જણાવી દઈએ કે ભારત સરકારે અલગ-અલગ રાજ્યો માટે અલગ-અલગ નંબર જારી કર્યા છે. જે નીચે પ્રમાણે છે.
રાજ્યનુ નામ |
ફરિયાદ નોંધાવવા ટોલ ફ્રી નંબર |
આંધ્રપ્રદેશ |
1800-425-2977 |
અરૂણાચલ પ્રદેશ |
03602244290 |
અસમ |
1800-345-3611 |
બિહાર |
1800-3456-194 |
છત્તીસગઢ |
1800-233-3663 |
ગોવા |
1800-233-0022 |
ગુજરાત |
1800-233-5500 |
હરિયાણા |
1800-180-2087 |
હિમાચલ પ્રદેશ |
1800-180-8026 |
ઝારખંડ |
1800-345-6598 या 1800-212-5512 |
કર્ણાટક |
1800-425-9339 |
કેરલ |
1800-425-1550 |
મધ્યપ્રદેશ |
181 |
મહારાષ્ટ્ર |
1800-22-4950 |
મણિપુર |
1800-345-3821 |
મેઘાલય |
1800-345-3670 |
મિઝોરમ |
1860-222-222-789 या 1800-345-3891 |
નાગાલેન્ડ |
1800-345-3704 या 1800-345-3705 |
ઓરિસ્સા |
1800-345-6724 / 6760 |
પંજાબ |
1800-3006-1313 |
રાજસ્થાન |
1800-180-6127 |
સિક્કિમ |
1800-345-3236 |
તમિલનાડુ |
1800-425-5901 |
તેલંગાણા |
1800-4250-0333 |
ત્રિપુરા |
1800-345-3665 |
ઉત્તરપ્રદેશ |
1800-180-0150 |
ઉત્તરખંડ |
1800-180-2000 या 1800-180-4188 |
પશ્ચિમ બંગાળ |
1800-345-5505 |
દિલ્હી |
1800-110-841 |
જમ્મુ |
1800-180-7106 |
કશ્મીર |
1800-180-7011 |
અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ |
1800-343-3197 |
ચંદીગઢ |
1800-180-2068 |
દાદરા અને નગર હવેલી દમન અને દીવ |
1800-233-4004 |
લક્ષદ્વીપ |
1800-425-3186 |
પુડુચેરી |
1800-425-1082 |
આ પણ વાંચો : ICAR-IARI ભરતી 2022 : ભારતીય કૃષિ સંશોધન સંસ્થાએ ઘણી જગ્યાઓ માટે બહાર પાડી બમ્પર ભરતી, આ તારીખે યોજાશે ઈન્ટરવ્યૂ
આ પણ વાંચો : સારા સમાચાર : ખેડૂતોને હવે શાકભાજીની ખેતી પર 20 હજારની મળશે ગ્રાન્ટ
Share your comments