આજના આધુનિક યુગમાં મોટા ભાગના લોકો ડિઝિટલ પેમેન્ટ તરફ વળ્યા છે જેને દ્યાનામા રાખતા જરાતનાં ગાંધીનગરમાં આવેલી પેમેન્ટ્સ અને એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર કંપની ઇન્ફીબીમ એવેન્યુએ ધિરાણ બજારમાં પ્રવેશવાનું નક્કી કર્યું છે. આ કંપની દ્વારા જણાવાયુ હતુ કે કંપનીને આશા છે કે ૩૦ લાખથી વઘારે ગ્રાહકો મળવાની આશા છે અને તે ટૂંક સમયમાં જ બજારમાં ઉતરશે કંપની બેંકિગ અને નોન બેંકિગ નાણાકીય ક્ંપનીઓ (NBFCs)ની સાથે મળીને કામ કરશે.
AI સંચાલિત ધિરાણ માર્જિન ડ્રાઈવર બનશે
ઇન્ફિબીમ એવેન્યુના મેનેજિંગ ડિરેક્ટર વિશાલ મહેતાએ જણાવ્યું કે, અમે ક્રેડિટ એલ્ગોરિધમ, ક્રેડિટ પ્લેટફોર્મ, ફ્રેમવર્ક અને મર્ચન્ટ ડેટાબેઝના આધારે ધિરાણ આપીશું. જે પ્રકારે નાના વેપારમાં ડિજિટાઈઝેશનના વધી રહ્યું છે તે જોતાં અમે આ તકને પૂરેપૂરી રીતે ઉભી કરવા માટે તૈયાર છે. અમે AI -સંચાલિત પ્લેટફોર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અમારા ધિરાણ વ્યવસાયને સક્ષમ બનાવવા માટે ઉપયોગ કરી શકીએ છીએ.
ક્વાર્ટર દીઠ રૂ. 50,000 કરોડના વર્તમાન ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ મૂલ્ય અને અમારા પ્લેટફોર્મ પર લાખો KYC વેપારીઓ સાથે, AI સંચાલિત ધિરાણ અમારા માટે ભાવિ વૃદ્ધિ અને માર્જિન ડ્રાઈવર બનશે.
ગ્રોસ રેવન્યુ
કંપનીના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર હિરેન પાધ્યાએ જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં અમારું ગ્રોસ રેવન્યુ ગત વર્ષના રૂ. 98 કરોડ સામે 120% વધીને રૂ. 216 કરોડ પર પહોંચી છે.
કંપનીના નફામાં વધારો થયો
- આ વર્ષે જૂન ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 11.90 કરોડથી 12.44% વધીને રૂ. 13.38 કરોડ થયો છે
- નેટ રેવન્યુ રૂ. 51 કરોડથી વધીને રૂ. 52 કરોડ થઈ છે. નેટ રેવન્યુમાં નફાનો શેર 23%થી વધીને 26% પર પહોંચ્યો છે.
- ભારતીય સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ કંપનીના શેરે પાછલા એક વર્ષમાં રોકાણકારોને 21% જેવુ વળતર આપ્યું છે.
Share your comments