IFFCO કિસાન દ્વારા એક નિવેદન આપવામાં આવ્યુ હતુ જેમાં જમાવાયુ હતુ કે આ વર્ષના અંત સુધીમાં કુલ 5000 ખેડૂત આ ખેડૂત ઉત્પાદક સંગઠન FPOમાં જોડાશે આ ખેડૂતોનો અને વર્ષ 2025 સુધીમાં IFFCO કિસાન કંપની દ્વારા બહાર પાડવામાં આવેલ FPO સાથે 50000થી વધુ ખેડુતો જોડાશે તેવી આશા છે.
50 હજારથી વધુ ખેડૂતો સંગઠનમાં જોડાવાની આશા
IFFCO કિસાન સંચાર લિમિટેડ એ રાસાયણીક ખાતર બનાવતી કંપની છે જે ગુજરાતમાં જ આવેલ છે અને આ કંપનીએ નાબાર્ડ અને એનસીડીસીની સાથે મળીને ગુજરાતમાં 17 ખેડૂત ઉત્પાદક સંગઠનોની સ્થાપના કરવા જઈ રહી છે.IFFCO કિસાને એક નિવેદનમાં જણાવ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં કુલ 5 હજાર ખેડૂતો આ એફપીઓમાં જોડાશે અને વર્ષ 2025 સુધીમાં 50000 થી વધુ ખેડુતો તેમાં જોડાશે.
ગુજરાતના તમામ જિલ્લામાં હશે શાખાઓ
નિવેદનમાં જણાવ્યા અનુસાર આ એફપીઓ નેશનલ બેન્ક ફોર એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ) અને નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NCDC)ના સહયોગથી બનાવવામાં આવી છે અને જે ગુજરાતના તમામ જિલ્લામાં હશે
ખેડૂતો જ તૈયાર કરશે એફપીઓનું મોડલ
ઇફકોના પ્રમુખ સંજીવ શર્મા દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, ઈફ્કો કિસાન નાબાર્ડ અને એનસીડીસીના સહયોગથી ગુજરાતમાં એફપીઓ સ્થાપવા જઈ રહી છે. આ ત્રણેય કંપની દ્વારા જે એફપીઓ બહાર પાડવામાં આવશે તે ખેડૂતો માટે જ હશે અને ખેડૂતોને ક્યા પ્રકારના પાકો માટે આ એફપીઓ લેવાની જરૂર છે તે જરૂરીયાતોને પૂર્ણ કરશે. આ એફપીઓનુ કાયમી મોડલ બનાવવા માટે કંપનીની સહમતીથી નક્કી કરવામાં આવ્યુ છે કે આ મોડેલ ખેડૂતો દ્વારા જ બનાવવામાં આવશે કે જેથી કરીને ખેડૂતોની જરૂરીયાતોને પહોંચી વળાય અને આ મોડલ ગુજરાતમા સક્સેશ નિવડે.
ખેડૂતોને ખેતી કરવાની ટેક્નિકની તાલીમ આપવામાં આવશે
ખેડૂતોને કૃષિ ટેક્નિકનો ઉપયોગ, પેકેજ (પીઓપી),પાક લણણી પછીનું સંચાલન, પ્રાથમિક પ્રક્રિયા, ગુણવત્તાના ધોરણો વગેરે વિશે નિયમિત તાલીમ આપશે. ઇફ્કો કિસાન તેના કિસાન ફોરવર્ડ લિન્કિંગ પ્રોગ્રામ (FFLP) હેઠળ આ એફપીઓ અને ખેડુતોને માર્કેટ લિંકેજ સપોર્ટની સુવિધા પણ આપશે. શર્માએ કહ્યું હતું કે, કંપની ખેડૂતોને આગળ કડી આપશે જેથી તેઓને તેમની પેદાશના સારા ભાવ મળી શકે. કેન્દ્ર દ્વારા વર્ષ 2025-26 સુધીમાં 10,000 એફપીઓ સ્થાપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
IFFCO કિસાન ચાર ક્ષેત્રમાં કામ કરે છે
- સ્માર્ટ એગ્રિકલ્ચર સોલ્યુશન પ્રોવાઇડર.
- પશુ ચારા વ્યવસાય
- કૃષિ તકનીક
- ટેલિકોમ અને કોલ સેન્ટર સેવાઓ
આ સિવાય કંપની ગ્રીન સિમ, ઇફકો કિસાન કૃષિ મોબાઇલ એપ્લિકેશન, કિસાન કોલ સેન્ટર સેવાઓ વગેરે જેવી સેવાઓ પૂરી પાડે છે.
2020માં શરૂઆત કરાઈ હતી
નાના, સીમાંત અને ભૂમિહીન ખેડુતોને એફપીઓ સાથે જોડવાથી તેમની આર્થિક ક્ષમતા અને બજારની કનેક્ટિવિટી વધારવામાં મદદ મળશે જેથી આવક વધશે. આ હકીકતને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે 10,000 એફપીઓની રચના અને પ્રમોશન નામની યોજના શરૂ કરી છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચિત્રકૂટમાં 29 ફેબ્રુઆરી 2020 ના રોજ 6865 કરોડ રૂપિયાની બજેટ જોગવાઈ સાથે આ યોજનાનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું હતું. 10,000 એફપીઓ બનાવવાની નવી યોજનામાં વર્ષ 2020-21 દરમિયાન 2200 થી વધુ એફપીઓના નિર્માતા ક્લસ્ટરો અમલીકરણ એજન્સીઓને ફાળવવામાં આવ્યા છે.
Share your comments