અત્યારે સોયાબીન, કપાસ, મગફળી અને સફેદકાળા તલના ભાવ એકદમ ઊંચા ચાલે છે એટલે ખેડૂતોને ઊંચા ભાવનો લાભ લેવા વેચવાની ઉતાવળ હોય તે સ્વભાવિક છે પણ નવી સીઝનમાં અનેક પ્રકારના પરિબળોની અસર અત્યારથી જોવા મળી રહી છે આથી ખેડૂતો ખેતરમાં પાકને બરાબર તૈયાર થવા દે અને એકદમ સારી કવોલીટી તૈયાર થયા બાદ બજાર જોઇને વેચવાનો નિર્ણય કરશે તો ખેડૂતોને મોટો ફાયદો થઇ શકે છે.
કપાસના ભાવ નવી સીઝનમાં બહુ નહીં ઘટે
કપાસની વાત કરીએ તો કપાસના ભાવ હાલ મંડીઓમાં મણના રૂા.1700 થી 1750 ચાલે છે. એકદમ સારા કપાસના રૂા.1770 થી 1775 બોલાય છે. સૌરાષ્ટ્રના કેટલાંક યાર્ડોમાં નવી છુટીછવાઇ પણ નામ પૂરતી આવકો શરૂ થઇ છે પણ મોટી આવકો તા.૧૫મી સપ્ટેમ્બર પછી દેખાશે. આગોતરા કપાસની આવક તા.15મી સપ્ટેમ્બર પછી શરૂ થશે ત્યારબાદ તા.15મી ઓકટોબરે કપાસની ફુલ આવક જોવા મળશે. સરકારે કપાસનો ટેકાનો ભાવ મણનો વધારીને રૂા.1205 કર્યો છે તે ખાસ યાદ રાખવો. નવી સીઝનમાં કપાસના ભાવ ટેકાના ભાવથી નીચે જવાની શક્યતા એકદમ ઓછી છે કારણ કે હાલ ભાવ ઊંચા છે પણ કદાચ ટેકાના ભાવથી નીચા ભાવ તો ખેડૂતોએ કપાસ વેચવાનું અટકાવી દેવું. નવી સીઝનમાં કપાસના ભાવ કેવા રહેશે તેની ચર્ચા કરીએ. દેશમાં ગુજરાત, કર્ણાટક,પંજાબ અને ઓરિસ્સા સિવાયના દરેક રાજ્યોમાં કપાસનું વાવેતર ઘટયું છે.
મહારાષ્ટ્રમાં કપાસનું વાવેતર ઘટ્યુ
દેશમાં સૌથી વધુ વાવેતર મહારાષ્ટ્રમાં થાય છે ત્યાં કપાસનું વાવેતર ચાર લાખ હેકટર ઘટયું છે. ઉત્તર ભારતમાં પંજાબમાં થોડું વાવેતર વધ્યું છે પણ હરિયાણા અને રાજસ્થાનમાં કપાસના વાવેતરમાં મોટો ઘટાડો નોંધાયો છે તે જ રીતે મધ્યપ્રદેશમાં સોયાબીનનું વાવેતર વધુ થયું હોઇ કપાસનું વાવેતર ઘટયું છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના કેટલાંક વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હોઇ કપાસનું વાવેતર ફેઇલ થયાના પણ રિપોર્ટ છે. દક્ષિણ ભારતના રાજ્યો તેલંગાના, આંધ્રપ્રદેશ, તામિલનાડુમાં કપાસનું વાવેતર ઘટયું છે.
અમેરિકામાં કપાસનું વાવેતર ઘટ્યુ
વિદેશમાં અમેરિકામાં કપાસનું વાવેતર ઘટયા બાદ ઊભા પાકની સ્થિતિ જોઇએ તેટલી સારી નથી. ચીનમાં ભારે વરસાદને કારણે કપાસને નુકશાન થયું છે ઉપરાંત ખાતરના ભાવ એકદમ ઊંચા હોઇ ચીનના કપાસના ભાવ સમગ્ર વિશ્વમાં અત્યારે સૌથી ઊંચા છે. આ તમામ બાબતોને અભ્યાસ કરીને ખેડૂતોને કપાસ વેચવાનો નિર્ણય કરવો, નવી સીઝનમાં કપાસ સારી કવોલીટીના કપાસ સાચવી રાખો તો કદાચ અત્યારના ભાવ છેતેના કરતાં પણ ઊંચા ભાવ મળી શકે છે.
ચીનની સીંગતેલ-સીંગદાણાની માગનો અભ્યાસ કરીને મગફળી વેચવી
ગુજરાતમાં મગફળીનું વાવેતર 10 થી 11 ટકા ઘટે તેવી શક્યતા છે પણ રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગાના, મહારાષ્ટ્ર વિગેરે રાજ્યોમાં મગફળીનું વાવેતર વધે તેવા સંજોગોછે. હાલ ખાદ્યતેલોના ભાવ ઊંચા હોઇ શરૂઆતમાં મગફળીના ભાવ ઊંચા હશે પણ વિશ્વબજારમાં નવા સોયાબીન, રાયડો અને સુર્યમુખીની આવકો શરૂ થયા બાદ ખાદ્યતેલોના ભાવ ઘટે તેવી શક્યતા દેખાય છે પણ મગફળીની બજારમાં ચીનની સીંગતેલ અને સીંગદાણાની ખરીદી પર મગફળીના ભાવનો આધાર રહેશે. ચીને ચાલુ વર્ષે ભારતથી 2.35 લાખ ટન સીંગતેલ ખરીદ્યું હતું જે આગલા વર્ષે માત્ર 29 હજાર ટન જ લીધું હતું. ચીનની ભારતથી મોટેપાયે સીંગતેલ ખરીદશે તો મગફળીના ભાવ વધતાં રહેશે ત્યારે મગફળી વેચીને પૈસા કમાઇ લેવા, નવી સીઝનમાં મગફળીના જ્યારે પણ સારા ભાવ મળે ત્યારે રાહ જોવાને બદલે વેચીને નીકળી જવું. સરકારે નવી સીઝન માટે મગફળીનો ટેકાનો ભાવ મણનો રૂા.1110 નક્કી કર્યો છે. મગફળીના ભાવ ટેકાના ભાવની નીચે જાય તે પહેલા વેચીને છુટી જવુ
Share your comments