હળવદ માર્કેટ યાર્ડ ખાતે પણ નવા કપાસની આવક શરૂ થતા મંગળવારે હરાજીમાં પ્રારંભમાં જ પ્રતિ મણનો ઊંચામાં રૂપિયા 6511નો ભાવ બોલાયો હતો. હરાજીમાં કાચા કપાસનો ઊંચો ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી હતી.
હળવદ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ
હળવદ માર્કેટ યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, હળવદ યાર્ડમાં મંગળવારે બે ખેડૂતોઆ સિઝનનો નવો કપાસ લઈને વેચાણાર્થે આવ્યા હતા, જેમાં ધાવડી કૃપા પેઢીમાં કૃષ્ણનગર, કોંઢના રમેશભાઈ કાચાના કપાસના મુહૂર્તમાં પ્રતિ મણના ભાવ રૂ. 6511 બોલાયા હતા, જ્યારે દેવદૂત ટ્રેડિંગ ખાતે વાંકિયા ગામના ખેડૂત રાજેશભાઇના કપાસના મુર્હુતના ભાવ રૂ. 6100 બોલાયા હતા. ઉલ્લેખનીય છે કે, હળવદ માર્કેટ યાર્ડમાં વેપારીઓ ખેડૂતોને પ્રોત્સાહિત કરવા સતત પ્રયત્નો થતા હોય છે. મુહૂર્તના સોદા અંતર્ગત હરાજીમાં રીતસરની હરીફાઈ જામી હતી, અને છેલ્લે પંચનાથ ટ્રેડિંગના માલિક માવજીભાઈએ આ બંને ખેડૂતનો કપાસ સૌથી ઊંચી બોલી લગાવી ખરીદી લીધો હતો.
મગફળી અને કપાસનું ઉત્પાદન શારૂ થવાની આશા
હળવદ તાલુકામાં વરસાદની ખૂબ ખેંચ છે, પણ નમામી દેવી નર્મદેના સાનિધ્યમાં હાલ કપાસ અને મગફળીનું ઉત્પાદન સારૂ થશે એવા અનુમાન સાથે આજે માર્કેટ યાર્ડ હળવદ દ્વારા વેપારીઓના ઉત્સાહ અંતર્ગત તેઓને અભિનંદન પાઠવી મોં મીઠા કરાવવામાં આવ્યા હતા. દરમિયાન ખેડૂતોને પણ પ્રોત્સાહક ભેટ આપવામાં આવી હતી.
Share your comments