Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

The Mango Mart : નવપુર્ણા ફાર્મર પ્રોડ્યૂસર કંપની લિમિટેડ અને તાલાલાની હોર્ટિકા ફૂડ્સ કંપની વચ્ચે MOU

નવસારી જીલ્લાના જલાલપોર તાલુકાની નવપુર્ણા ફાર્મર પ્રોડ્યૂસર કંપની લિમિટેડ અને તાલાલાની હોર્ટિકા ફૂડ્સ કંપની વચ્ચે તાજેતરમાં એક મહત્ત્વપૂર્ણ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ સહયોગથી, નવસારી જીલ્લાના ખેડૂતો હવે તેમના કૃષિ ઉત્પાદનોને ૧૦ થી વધુ દેશોમાં નિકાસ કરી શકશે.

Harsh Jitendra Rathod
Harsh Jitendra Rathod
The Mango Martના  ડિરેક્ટર ચેતન મેંદપરા સાથે નવસારી જીલ્લામાં નવપુર્ણા ફાર્મર પ્રોડ્યૂસર કંપની  (MOU )
The Mango Martના ડિરેક્ટર ચેતન મેંદપરા સાથે નવસારી જીલ્લામાં નવપુર્ણા ફાર્મર પ્રોડ્યૂસર કંપની (MOU )

MoUના મુખ્ય ઉદ્દેશો શું છે જાણો 


ઉત્પાદન નિકાશ: હોર્ટિકા ફૂડ્સ થકી, નવસારીની કેસર કેરી અને અન્ય ખેતઉત્પાદનો વધુમાં વધુ નિકાસ થાય, જેથી ખેડૂતોને પોષણશમ ભાવ મળે.
તાલીમ અને માર્ગદર્શન હોર્ટિકા ફૂડ્સના ડિરેક્ટર ચેતન મેંદપરા દ્વારા ખેડૂતોને ખેતી અને નિકાશના ધોરણો મુજબ તાલીમ આપવામાં આવશે, જેનાથી તેઓ બજારમાં સ્પર્ધાત્મક બની શકે.

MOU થી ખેડૂત સમુદાય માટે લાભ:

1. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પ્રવેશ*: ખેડૂતોને વૈશ્વિક બજારમાં પહોંચવાની તક.
2. ગુણવત્તા સુધારણા*: ઉત્પાદનોની ગુણવત્તા વધારવા માટે જરૂરી તાલીમ.
3. કૃષિ તાલીમ*: નવા નિકાશ ધોરણોનું અનુસારણ અને ખેતીની નવી પદ્ધતિઓ.

FPO થી ખેડૂતો ને થતાં લાભ

ઓછો ઉત્પાદન ખર્ચ,આધુનિક તકનીકોનો ઉપયોગથી વૈકલ્પિક બજારની ઉપલબ્ધતા,વધારે ઉત્પાદન, ઉચ્ચ ગુણવત્તાયુક્ત, ખેતપેદાશ સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ, માળખાકીય સુવિધાઓની ઉપલબ્ધતા, ભાવતાલની ક્ષમતામાં વધારો,સરકારી યોજનાઓમાં FPO ને વિશેષ પ્રાધાન્ય જેવા વિશેષ લાભો થશે.
આ MoUના માધ્યમથી, નવસારીના ખેડૂતોએ તેમની આવકમાં વધારો કરવાની આશા રાખી છે, જે તેમની આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે.

આ પણ જોવો : The Mango Martના ડિરેક્ટર ચેતન મેંદપરા ઇન્ટરવ્યૂ 

Share your comments

Subscribe Magazine

More on News

More