કેન્દ્ર સરકારની એક એવી સ્કીમ છે, જેમાં તમે અંદાજે 70000 રૂપિયા ખર્ચ કરીને 25 વર્ષ સુધી મફત વીજળી મેળવી શકો છો. તેનાથી તમને ફાયદો એ થશે કે દર મહિને વીજળીના ભારે-ભરખમ બીલનું ટેન્શન ખત્મ કરવા માટે એક સારી ઓફર મળે છે.
સોલર પેનલ લગાવવા પર સરકાર તરફથી મળતી સહાય
- સોલર પેનલ લગાવનારને કેન્દ્ર સરકારનું ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રાલય રૂફટોપ સોલર પ્લાન્ટ પર 30 ટકા સબસિડી આપે છે.
- એક સોલર પેનલની કિંમત અંદાજે 1 લાખ રૂપિયા છે. રાજ્યોના હિસાબથી આ ખર્ચ અલગ થશે.
- સબસિડી બાદ એક કિલોવોટનો સોલર પ્લાન્ટ મત્ર 60000થી 70000 રૂપિયામાં કયાંય પણ ઇન્સટોલ કરી શકાય છે.
- કેટલાંક રાજ્ય તેના માટે અલગથી સબસિડી પણ આપે છે.
કયાંથી ખરીદવી સોલર પેનલ
- સોલર પેનલ ખરીદવા માટે તમે રાજય સરકારની રિન્યુએલબલ એનર્જી ડેવલપમેન્ટ ઓથોરિટીનો સંપર્ક કરી શકો છો.
- રાજયોના મુખ્શ શહેરોમાં કાર્યાલય બનાવામાં આવ્યા છે.દરેક શહેરમાં પ્રાઇવેટ ડીલર્સની પાસે પણ સોલર પેનલ ઉપલબ્ધ છે
- ઓથોરિટીથી લોન લેવા માટે પહેલો સંપર્ક કરવો પડશે, સબસિડી માટે ફોર્મ પણ ઓથોરિટી કાર્યાલયમાંથી મળશે
આ રીતે કમાણી કરી શકો છો
- ઘરની છત પર સોલાર પ્લાન્ટ લગાવીને વીજળી બનાવી શકાય છે.તેને વેચીને તમે પૈસા કમાઇ શકો છો, તેના માટે આ કામ કરવું પડશે…
- લોકલ વીજળી કંપનીઓથી ટાઇઅપ કરીને વીજળી વેચી શકો છો. તેના માટે લોકલ વીજળી
કંપની પાસેથી તમારે લાઇસન્સ પણ મેળવવું પડશે
- વીજળી કંપનીઓની સાથે પાવર પર્ચેસ એગ્રીમેન્ટ કરવાનો રહેશે
- સોલાર પ્લાન્ટ લગાવા માટે પ્રતિ કિલોવોટ કુલ રોકાણ 60-80 હજાર રૂપિયા થશે
- પ્લાન્ટ લગાવી વીજળી વેચવા પર તમને યુનિટ દીઠ 7.75 રૂપિયાના દરે પૈસા મળશે
સોલાર પેનલનું આયુષ્ય
- સોલાર પેનલનું આયુષ્ય 25 વર્ષનું હોય છે.
- આ વીજળી તમને સૌર ઉર્જામાંથી મળશે.
- તેની પેનલ પણ તમારી છત પર લાગશે.
- આ પ્લાન્ટ એક કિલોવોટથી પાંચ કિલોવોટ ક્ષમતા સુધી હશે.
- આ વીજળી માત્ર મફત જ નથી હોતી, પરંતુ પ્રદૂષણ મુકત પણ હશે.
ક્યાંથી મેળવી શકો છો લોન
- સોલાર પાવર પ્લાન્ટ લગાવા માટે જો પૂરા 60000 રૂપિયા નથી તો તમે કોઇપણ બેન્કમાંથી હોમ લોન લઇ શકો છો.
પાંચસો વોટ સુધીના સોલર પેનલ મળશે
- સરકારની તરફથી પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખતા આ પહેલ શરૂ કરાઇ છે.
- જરૂરિયાત પ્રમાણે પાંચ સો વોટ સુધીની ક્ષમતાને સોલર પાવર પેનલ લગાવી શકાય છે.
- પાંચ સો વોટની દરેક પેનલ પર 50000 રૂપિયા સુધી ખર્ચ આવશે.
જરૂરીયાત કરતા વધારે વીજળી ઉત્પન્ન થાય તો વેચી પણ શકાશે
- રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશ, અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં સોલર એનર્જીને વેચવાની સુવિધા પણ આપી રહ્યાં છે.
- સોલાર પાવર પ્લાન્ટમાંથી પેદા કરાયેલ વધુ વીજળી પાવર ગ્રીડથી જોડી રાજ્ય સરકારને વેચી શકાશે.
- ઉત્તર પ્રદેશે સોલાર પાવરનો પ્રયોગ કરવા માટે પ્રોત્સાહન સ્કીમ શરૂ કરી છે. તેના અંતર્ગત સોલાર પેનલના ઉપયોગ પર વીજળી બીલમાં છૂટ મળશે.
બેટરીનું આયુષ્ય
- સોલાર પેનલમાં મેન્ટેનર્સ ખર્ચ આવતો નથી, પરંતુ દર 10 વર્ષે એક વખત બેટરી બદલવી પડે છે.
- તેનો ખર્ચ અંદાજે 20 હજાર રૂપિયા થાય છે.
- આ સોલાર પેનલને એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી ખસેડી શકાય છે.
Share your comments