રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના વિસ્તરણ અને ડિસ્ટન્સ લર્નિંગ નિદેશાલય દ્વારા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. (ડૉ) બિમલ એન. પટેલના દૂરંદેશી નેતૃત્વ હેઠળ યુનિવર્સિટીની સામાજિક જવાબદારીના ભાગરૂપે અને લવાડ ગ્રામવાસીઓના બહેતર જીવન અને સુખાકારી માટે OPD ક્લિનિક, આરોગ્ય જાગૃતિ શિબિર, ADC બેંકની મોબાઇલ બેંક VAN અને લવાડની પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં IT સેન્ટરના ઉદ્ઘાટનનો સમારંભ ગાંધીનગરના દહેગામના લવાડ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ 2 સપ્ટેમ્બર, 2022ના રોજ સવારે 10.15 થી બપોરે 1:30 વાગ્યાની વચ્ચે યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમના આયોજનનો મૂળ ઉદ્દેશ લવાડને એક મોડેલ વિલેજ બનાવવાનો છે અને ઉપરોક્ત ઉલ્લેખિત ઇવેન્ટ એ હવે પછી યોજનારા અન્ય કાર્યક્રમોની શરૂઆત રૂપે હતી, જેના દ્વારા અમે ગ્રામજનોને વિવિધ સુવિધાઓ પૂરી પાડીશું. આ સમગ્ર પ્રોજેક્ટની શરૂઆત આપણા આદરણીય પ્રધાનમંત્રીની SMART (સ્માર્ટ), આત્મનિર્ભર અને સ્વચ્છ ગામ માટેની દૂરંદેશીને અપેક્ષિત રીતે પરિપૂર્ણ કરવા માટે થઇ છે અને આપણા આદરણીય ગૃહમંત્રી સાહેબે RRUના મોડેલ લવાડ ગામના ડ્રીમ પ્રોજેક્ટને પૂર્ણ કરવાની જવાબદારી પોતાના ખભે ઉપાડી છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત આશરે 400 ગ્રામજનોને વાઇસ-ચાન્સેલર સાહેબે સંબોધિત કર્યા હતા, જેમાં ગામના વિકાસની પાંચ મુખ્ય બાબતો પર વિશેષ ભાર મૂક્યો હતો. તે આ મુજબ છે:
- ‘આત્મનિર્ભર ભારત’ના નિર્માણ પર વિશેષ ધ્યાન આપીને સામાજિક અને આર્થિક સુરક્ષા અને આત્મનિર્ભરતા.
- આરોગ્ય, સ્વચ્છતા અને સફાઇ.
- વિવિધ તાલીમ અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમો દ્વારા મહિલાઓ, બાળકો અને ખાસ કરીને ગામના યુવાનોનું સશક્તિકરણ.
- ગ્રામજનો માટે રોજગારીની તકો.
- સમાજમાં પ્રવર્તતા કલંકિત મુદ્દાઓ જેમ કે દારૂનું સેવન અને અન્ય અનૈતિક પ્રવૃત્તિઓને ગ્રામજનોના સક્રિય યોગદાનની મદદથી કાબૂમાં લેવી.
વાઇસ ચાન્સેલરે લવાડ ગામના સર્વાંગી વિકાસની ઇચ્છા વ્યક્ત કરી હતી અને લવાડને એક મોડેલ ગામ તરીકે તૈયાર કરવા માટે ગ્રામજનો તરફથી યોગદાન અને સતત સમર્થન મેળવવાની આશા વ્યક્ત કરી હતી, જે મોડેલ ગામ તરીકે ભારતના અન્ય ગામો માટે પણ દૃષ્ટાંત પૂરું પાડશે.
યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે ગ્રામજનો સાથેની વાતચીત બાદ ગ્રામજનો પ્રત્યેના પ્રેમ અને આદરના પ્રતીક તરીકે OPD ક્લિનિક, ADC બેંક વાન, IT સેન્ટર ગામને સમર્પિત કર્યા હતા. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની મેડિકલ ટીમની સાથે ગાંધીનગરથી JMD ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગ અને દહેગામથી ADC બેંકની ટીમ પણ ત્યાં ઉપસ્થિત રહી હતી અને મૂળભૂત આરોગ્ય, સ્વચ્છતા અને સફાઇના વિષય પર જાગૃતિ ફેલાવવા માટે શેરી નાટકો અને સ્કીટ રજૂ કર્યા હતા. સમર્પિત મેડિકલ ટીમ અને વિદ્યાર્થીઓએ ચિત્રાત્મક નિરૂપણની મદદથી સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ આરોગ્ય યોજનાઓ સમજાવી હતી, જેમાં ખાસ કરીને મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
આ ઉપરાંત, આ પ્રોજેક્ટ્સ હેઠળ વિવિધ પહેલ જેમ કે, પ્રણાલીગત અને વૈજ્ઞાનિક ખેતી અને પશુપાલન માટે તાલીમ અને જાગૃતિ કાર્યક્રમ, ગ્રામજનો માટે WIFI સુવિધા, મહત્વાકાંક્ષીઓ માટે મોબાઇલ લાઇબ્રેરી, દૈનિક સ્વચ્છતા કવાયત, નિયમિત આરોગ્ય તપાસ, પ્રશિક્ષિત મનોચિકિત્સકો દ્વારા બાળકો માટે માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી, કિડ્સ પાર્ક, ગામમાં CCTV કૅમેરા, યોગ અને ફિટનેસ કાર્યક્રમ, યુવાનો માટે કૌશલ્ય આધારિત તાલીમ કાર્યક્રમો, સરકારની વિવિધ યોજનાઓ દ્વારા સુવિધા વગેરે... પણ ગ્રામજનો માટે કરવામાં આવતા વિવિધ કાર્યો છે.
વિસ્તરણ અને ડિસ્ટન્સ લર્નિંગ નિદેશાલય, ફેકલ્ટી ઑફ લૉ, SSLECJના ડીન ડૉ. ડિમ્પલ રાવલ અને તેમની ટીમે આ ઇવેન્ટનું સુંદર આયોજન કર્યું હતું જે ઇવેન્ટ દરમિયાન સ્પષ્ટપણે જોવા મળ્યું છે, તેમજ ટીમને લવાડના ગ્રામજનો તરફથી અભૂતપૂર્વ ઇનપુટ અને પ્રશંસા પણ પ્રાપ્ત થયા છે.
રાષ્ટ્રીય મહત્વની સંસ્થા 'રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી' ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળની અગ્રણી રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસ યુનિવર્સિટી છે જેની સ્થાપના ભારતીય સંસદ અધિનિયમ નંબર 31, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અધિનિયમ 2020 દ્વારા કરવામાં આવી છે. આ યુનિવર્સિટીનો ઉદ્દેશ રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસ માટે શૈક્ષણિક-સંશોધન-તાલીમ ઇકોસિસ્ટમ તૈયાર કરવાનો છે. આ યુનિવર્સિટી પોતાના લાયકાત પ્રાપ્ત નાગરિક અને સુરક્ષા ફેકલ્ટીઓ, પ્રતિબદ્ધ માનવ સંસાધન, પ્રેરિત સહભાગીઓ અને વિદ્યાર્થીઓ, બૌદ્ધિક રીતે ઉત્સાહિત અને વ્યવસાયિક રીતે શિસ્તબદ્ધ માહોલ અને વિશ્વવ્યાપી નેટવર્ક શેરિંગ અને વિનિમય દ્વારા તેના પ્રયાસોમાં ઉચ્ચ વ્યાવસાયિક રાષ્ટ્રીય સુરક્ષા, પોલીસ શિક્ષણ, સંશોધન અને તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
તેનો ઉદ્દેશ સમકાલીન અને ભવિષ્યવાદી સુરક્ષા અને વ્યૂહાત્મક અભ્યાસ અને આંતરશાખાકીય ક્ષેત્રોમાં સુરક્ષા અને વ્યૂહાત્મક શિક્ષણ પ્રદાન કરવાનો છે. આ યુનિવર્સિટી સમાન વિચારધારા ધરાવતા રાષ્ટ્રો વચ્ચે ભવ્ય વ્યૂહાત્મક સહકાર સાથે શાંતિ, સમૃદ્ધિ અને સ્થિર વિશ્વ જોડાણની ભારતની દૂરંદેશીમાં યોગદાન આપે છે અને આંતરિક સુરક્ષા અધિકારીઓ, લશ્કરી અને અર્ધલશ્કરી દળો, રાજદ્વારીઓ, નાગરિક કર્મચારીઓ અને નાગરિકો વચ્ચે વધુ સમજણને પ્રોત્સાહન આપે છે. તે સુરક્ષા અને વ્યૂહાત્મક સંસ્થાઓ અને દળોની જરૂરિયાતો, તેમજ કાયદા-નિર્માણ, સુશાસન, ન્યાયતંત્ર, અર્થતંત્ર (કૃષિ-ઉત્પાદન-સેવા ક્ષેત્રો) અને નાગરિક સમાજ સંસ્થાઓની જરૂરિયાતો, અપેક્ષાઓ અને મહત્વાકાંક્ષીઓને પ્રતિસાદ આપવાની ક્ષમતાઓ પ્રાપ્ત કરવા માટે તેના શિક્ષણ, સંશોધન અને તાલીમ અને વિસ્તરણમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે દ્વિ-સ્તરીય અભિગમ અપનાવે છે.
Share your comments