ધી સોલ્વન્ટ એક્સટ્રેક્ટસસ એસોસીએશન ઓફ ઇન્ડિયા–(મુંબઇ) દ્વારા વરસાદી પાણીનાં સગ્રુંહ માટે એક અભિયાન ચાલું કરવામાં આવ્યું છે. જે ખેડૂતો તેમના ખેતર પર આવેલા કૂવા અથવા બોરવેલમાં વરસાદનું પાણી ફિલ્ટર સિસ્ટમથી સંગ્રહ કરે તેમને એસોસિએશન દ્વારા કુલ ખર્ચનાં 50 ટકા ખર્ચ આપે છે. જે ખેડૂતો તેમના ખેતરમાં બોરવેલ કે કૂવા રિચાર્જ કરી શકતા નથી તેમને ખેત તલાવડી બનાવવા માટે એસોશિએશન કુલ ખર્ચની 50 ટકા રકમ આપે છે.એસોશિએશન દ્વારા ખેડૂતોને ખેતર પર માર્ગદર્શન આપવામાં આવે છે. અને જે ખેડૂતો ખેત તલાવડી, કુવા-બોરવેલ રિચાર્જ કરવા તૈયાર થાય તેમને સહાય ચૂકવે છે.
જે ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તેઓ ચિરાગભાઇ ભુવાનો સંપર્ક (8140153981) પર કરી શકે છે.
Share your comments