Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

હવામાન વિભાગની આગીહ, રાજ્યના આ વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. અમદાવાદ, સાબરકાંઠા, અને બનાસકાંઠામાં સામાન્ય વરસાદ થઇ શકે છે. જ્યારે ડાંગ, નવસારી વલસાડમાં વીજળીની ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
Rain
Rain

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. અમદાવાદ, સાબરકાંઠા, અને બનાસકાંઠામાં સામાન્ય વરસાદ થઇ શકે છે. જ્યારે ડાંગ, નવસારી વલસાડમાં વીજળીની ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.

ડાંગમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે

  • આગામી ત્રણ દિવસમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થશે.
  • સોમવારે દિવસ દરમિયાન સુરતના પલસાણામાં સૌથી વધુ બે ઈંચ જ્યારે સુરતના માંગરોળ, નવસારી, બારડોલી, કામરેજમાં અડધા ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.

ચોમાસાની વિદાય ક્યારે?

ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ થયો હતો જેના કારણે  મોટાભાગના જિલ્લાઓમાં મહત્તમ ઘટ પૂરી થઈ ગઈ છે જેના કારણે હવે મોટા ભાગના જિલ્માં15% જ ઘટ રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છની વાત કરવામાં આવે તો ચાલુ વર્ષે સરેરાશ કરતાં 24 ટકા વધુ વરસાદ વરસી ચૂક્યો છે. સામાન્ય રીતે 17 સપ્ટેમ્બર બાદ ચોમાસાની વિદાયનો પ્રારંભ થતો હોય છે. પરંતુ આ વખતે ચોમાસાની વિદાય 7 ઓક્ટોબરે થાય તેવું લાગી રહ્યુ છે.

હવામાન વિભાગ પ્રમાણે, ગુજરાતમાં આ વખતે નવરાત્રિના (Navratri 2021) પહેલા નોરતે એટલે 7 ઓક્ટોબરથી ચોમાસું વિદાય (Gujarat weather updates) લઇ શકે છે. નૈઋત્યનું ચોમાસું ગુરૂવારથી જ ગુજરાતમાં તબક્કાવાર વિદાય લેવાનું (Monsoon withdrawal from Gujarat) શરૂ કરી દેશે. આ વખતે ગુજરાતમાં ચોમાસા દરમિયાન 31.44 ઈંચ સાથે મોસમનો સરેરાશ 95 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઓક્ટોબરના બીજા સપ્તાહથી ગુજરાતમાં રાત્રે ઠંડી અને બપોરે તાપ પડવાનું શરૂ થઈ જશે. એનો અર્થ એમ કે 7 ઓક્ટોબર પછી રાજ્યમાં બે ઋતુનો અનુભવ થશે.

Share your comments

Subscribe Magazine

More on News

More