આ પણ વાંચો : આવી રહ્યું છે વર્ષનું પહેલું વાવાઝોડું 'મોચા', આ રાજ્યોમાં થશે અસર, જાણો IMDએ શું આપી ચેતવણી
આ સર્ક્યુલેશનના પ્રભાવ હેઠળ 8 મે ના રોજ સવાર સુધીમાં પ્રદેશમાં ખુબ જ નીચા દબાણનું ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં દબાણ કેન્દ્રિત થવાની સંભાવના છે.
ચક્રવાતી તોફાનને કારણે ભારે વરસાદની સંભાવના
ભારતી હવામાન વિભાગના ડીજીએ જણાવ્યું હતું કે ચક્રવાતી તોફાન ઉત્તરથી બંગાળની ખાડીના મધ્ય ભાગ તરફ આગળ વધવાની પ્રબળ સંભાવના છે. પરિસ્થિતિ પર નિયમિત નજર રાખવામાં આવી રહી છે. આ હવામાન પ્રણાલીને કારણે, 8 થી 12 મે દરમિયાન મોટાભાગના સ્થળોએ મધ્યમ વરસાદ પડી શકે છે. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 10 મેના રોજ છૂટાછવાયાથી ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત આવતીકાલે દક્ષિણપૂર્વ બંગાળની ખાડી, આંદામાન-નિકોબાર ટાપુઓ અને આંદામાન સમુદ્રમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. પવનની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ રહેવાની સંભાવના છે.
માછીમારો માટે સૂચના આપવામા આવી
હવામાન વિભાગે માછીમારો, નાના જહાજો, બોટ માટે સૂચના આપી છે કે તેઓ 7 મે બાદ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રની આસપાસના વિસ્તારોમાં અને દક્ષિણપૂર્વ અને મધ્ય બંગાળની ખાડીના સંલગ્ન વિસ્તારોમાં 9 મેથી અવરજવર ટાળે. તેમને 7 મે પહેલા સુરક્ષિત સ્થળો પર પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે. જે લોકો બંગાળની ખાડીની મધ્યમાં છે તેમને 9 મે પહેલા પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે. દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને મધ્ય ખાડીના દરિયાઈ વિસ્તારોમાં 8 થી 12 મે દરમિયાન અને આંદામાન સમુદ્રમાં 8 થી 10 મે દરમિયાન શિપિંગ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
Share your comments