Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ભાઈ ભાઈ, મેઘો થયો મહેરબાન ! હવામાન વિભાગે જાહેર કરી આગામી દિવસો માં ભારે વરસાદી આગાહી !

આજ કલ મેઘો મહેરબાન બનશે એવી હવામાન વિભાગ તરફ થી માહિતી મળી રહી છે ઉપરાંત આગામી કેટલાક દિવસો માં જોરદાર મેઘ મહેર રહેવાની સંભાવના છે. ગઈ કાલે એટલે કે, 5 ઓગસ્ટ ના દોવાસે પણ ગુજરાત ના કેટલાક વિસ્તાર માં મેઘ મેહર થઇ છે.

Pintu Patel
Pintu Patel
ગુજરાત ના કેટલાક વિસ્તાર માં મેઘ મેહર થઇ છે.
ગુજરાત ના કેટલાક વિસ્તાર માં મેઘ મેહર થઇ છે.

આજ કલ મેઘો મહેરબાન બનશે એવી હવામાન વિભાગ તરફ થી માહિતી મળી રહી છે ઉપરાંત આગામી કેટલાક દિવસો માં જોરદાર મેઘ મહેર રહેવાની સંભાવના છે. ગઈ કાલે એટલે કે, 5 ઓગસ્ટ ના દોવાસે પણ ગુજરાત ના કેટલાક વિસ્તાર માં મેઘ મેહર થઇ છે.  

હાલ ચાલી રહેલા મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદે જાહેર જીવન ને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. તો ત્યારે તેની સીધી જ અસર પાડોશી રાજ્ય ગુજરાતમાં આગામી દિવસોમાં તેનો કરંટ જોવા મળશે. ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. બુધવાર ની સમીસાંજ ના  અમદાવાદમાં વિવિધ વિસ્તારો માં ધડાકાભેર વરસાદ વરસી પડ્યો હતો. આવા સમયમાં હવામાન વિભાગે આગામી 3 દિવસ મધ્યમથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્રણ દિવસ બાદ ભારે વરસાદની આગાહી થતા જ એનડીઆરએફ ની ટિમ સજ્જ થઈ ગઈ છે. 1 ઓગસ્ટે બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર સર્જાયું છે. જેના કારણે દક્ષિણ, મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહીને લઈને NDRF ની ટીમો પણ એલર્ટ કરી દેવામાં આવી છે.

હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે અગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ગુજરાત ના વિવિધ વિસ્તારો દક્ષિણ, મધ્ય ગુજરાત અને કચ્છ તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. વરસાદને જોતા એનડીઆરએફની ટીમોને વિવિધ વિસ્તારો માં રાવણ કરવામાં આવી છે.

આ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે તંત્ર પણ ખુબ જ એક્શનમાં આવી ગયું છે. વરસાદની આગાહીને પગલે NDRFની 9 જેટલી ટીમો રાજ્યના અલગ અલગ વિસ્તારો માં મોકલવામાં તો આવીજ છે સાથે કોરાના મહામારી માં જરૂર પડે તો જ બહાર નીકળવા ની આજીજી પણ કરવામાં આવી રહી છે. NDRFની 3 ટીમોને દક્ષિણ ગુજરાત, 5 ટીમોને સૌરાષ્ટ્રમાં ડિપ્લોઈડ કરવામાં આવી છે. જ્યારે એક ટીમને તકેદારીના ભાગરૂપે ગાંધીનગર સ્ટેંડ બાય તરીકે રાખવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, બંગાળની ખાડીમાં સર્જાયેલું વેલમાર્ક લો પ્રેશર અને સાયક્લોનીક સીસ્ટમના પગલે રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યના માછીમારોએ અગામી ત્રણ દિવસ દરિયો ન ખેડવા ચેતવણી અપાઇ છે. જો કે રાજ્યમાં આઠ ઓગસ્ટથી વરસાદનું જોર ધીમું થશે તેવું હવામાન વિભાગનું કહેવું છે.        

Share your comments

Subscribe Magazine

More on News

More