રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકથી 115 તાલુકામાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. રાજ્યમાં જો સૌથી વધુ વરસાદ વરસ્યો હોય તો તે વલસાડના ઉમરગામમાં વરસ્યો છે . છેલ્લા 24 કલાકમાં અંહી 11 અને વાપીમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, મહેસાણા, તાપી, ગાંધીનગર, છોટાઉદેપુર, ખેડા, અરવલ્લી, અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.
શહેરી વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા
છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ વરસતા શહેરોનાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરરવો પડી રહ્યો છે. ગામડામાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. મેઘરાજા મનમૂકીને વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. કાચું સોનું ખેતરોમાં વરસતાં ખેડૂતોમમાં ખુશીની લહેર જોવા મળી છે.
હવામાન વિભાગની આગાહી
- હવામાન વિભાગે આગામી 4 દિવસ માટે રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે.
- રાજ્યમાં 1 સપ્ટેમ્બરથી પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી અને વસલાડમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
- આ ઉપરાંત ખેડા, વડોદરા, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ થઈ શકે છે.
- 1 સપ્ટેમ્બરના રોજ ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, રાજકોટ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે.
- 3 થી 10 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.
Share your comments