કાર્યક્રમનાં પ્રથમ દિવસે માનનીય વિસ્તરણ નિયામકશ્રી (આણંદ કૃષિ યુનિવર્સિટી), આચાર્યશ્રી અને ડીન (ઇન્ટરનેશનલ એગ્રીબિઝનેસ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ) તથા શ્રી આશિષ પટેલ ( ટીમ લીડર, સમર્થ એગ્રીકલ્ચર)ની ગરીમામય ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય દ્વારા વિધિવત્ રીતે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતના ૧૭ જિલ્લાના ૬૦ જેટલા એફ.પી.ઓના ૧૨૦ જેટલા બોર્ડ સભ્યો અને સીઇઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમના દ્વિતીય દીનની શરૂઆત બોર્ડ સભ્યો અને સીઇઓ માટે તૈયાર કરેલ ખાસ FPO પ્રતિજ્ઞા દ્વારા કરવામાં આવી હતી.
ઉપરાંત સીઇઓને કંપની સંચાલન અને વ્યવસ્થાપન, રિપોર્ટિંગ સિસ્ટમ, કોમ્યુનિકેશન સ્કીલ, વર્ક એથીક, નેતૃત્વ અને વ્યક્તિત્વ વિકાસ, ડિજીટલ માર્કેટિંગ જેવી તાલીમો આપવામાં આવી હતી. વેલ્યુ ચેઇન, સપ્લાય ચેઇન અને ખેડૂતોમાં ગાજર ઘાસ અંગે જાગૃતિ આવે તે માટે કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા ખાસ તાલીમ આપવામાં આવી હતી.
એફ.પી.ઓને માર્કેટ લિંકેજ અને ક્રેડિટ લિંકેજ માટે ખાસ Axis Bank National Seeds Corporation Ltd. NCCF of India , NABKISAN, સહકાર ભારતી તથા અન્ય ખાનગી કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના અંતિમ સત્રમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડૉ. કે.બી. કથીરીયા સાહેબ, મેનેજિંગ ડિરેકટર, NCCF of India), ડેપ્યુટી ડાયેકટર, SFAC ઓનલાઇન માધ્યમથી કાર્યક્રમમાં હાજર રહીને FPO તથા CBBO ને પ્રોત્સાહિત કર્યા હતા. તથા ડીન અને આચાર્યશ્રી ( FPTBE,AAU) ડૉ. વાય.એ. લાડ સાહેબ (
CCPI - HRD, NAHEP, CAAST) , શ્રી આશિષભાઇ પટેલ ( ટીમ લીડર, સમર્થ એગ્રીકલ્ચર), શ્રી અંકિત પટેલ ( ટીમ લીડર, મંગલમ સીડ્સ)
શ્રી વિશાલભાઇ ભીમાણી ( ટીમ લીડર, કાશ્વીન સીડ્સ) શ્રી ભાવેશભાઈ ખુંટી ( ટીમ લીડર, પશુપતિ કોટ્સપિન લિમિટેડ)
વિશેષ ઉપસ્થિત રહીને સૌને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ માનનીય કુલપતિશ્રી ( આણંદ કૃષિ યનિવર્સિટી) તથા અન્ય મહાનુભાવોના હસ્તે એફ.પી.ઓમાં વ્યવસાય, પેકેજીંગ, વેલ્યુ એડીશન, શ્રેષ્ઠ બોર્ડ સભ્યો અને સીઇઓ જેવા ૧૦ વિભાગોમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ એફ.પી.ઓને "મંથન એવોર્ડ ૨૦૨૪" દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : બિહારના બેગુસરાઈ જિલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી 'MFOI સમૃદ્ધ કિસાન ઉત્સવ'નું આયોજન
સમૃદ્ધ કિસાન ઉત્સવ નોધણી કરવા માટે : https://millionairefarmer.in/samridh-kisan-utsav/
Share your comments