Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

1 હેક્ટરમાં આ ઝાડની ખેતી કરીને કરો 5 લાખથી વધુની કમાણી, ખર્ચ ઘણો ઓછો

આ દિવસોમાં લોકોનુ વલણ ખેતી તરફ ઝડપથી વધી રહ્યુ છે. આ જ કારણ છે કે લોકો તેમની સારી એવી નોકરીઓ છોડીને ખેતીમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. તેવામાં, અમે તમને આ લેખમાં એક એવા વૃક્ષની ખેતી વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે ઓછા ખર્ચે લાખોનો નફો કમાઈ શકો છો.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
poplar tree
poplar tree

પોપ્લર ટ્રી ફાર્મિંગની માંગ સૌથી વધુ

જ્યાં બજારમાં પાકમાંથી મળવાવાળા અનાજની માંગ હંમેશા રહે છે, ત્યાં આ દિવસોમાં દેશ સહિત સમગ્ર વિશ્વમાં વૃક્ષોના લાકડાની માંગ ઘણી પણ ઘણી વધી રહી છે. આ જ કારણ છે કે આ દિવસોમાં જો તમે પોપ્લર ટ્રી ફાર્મિંગ કરો છો, તો તે તમારા માટે નફાકારક સોદો સાબિત થઈ શકે છે. કારણ કે આ દિવસોમાં બજારમાં પોપ્લર વુડની ઘણી માંગ છે. એટલા માટે માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય ઘણા દેશોમાં પણ તેની ખેતી કરવામાં આવે છે.

પોપ્લરની ખેતી માટે અગત્યની માહિતી

તાપમાન

જો પોપ્લર ટ્રી ની ખેતી માટેના તાપમાનની વાત કરીએ તો તમે 5 ડિગ્રી સેલ્સિયસ થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધીની રેન્જમાં પોપ્લરની ખેતી કરી શકો છો. તેવામાં, ભારતીય વાતાવરણ આ માટે ખૂબ અનુકૂળ છે. જો કે, ધ્યાનમાં રાખો કે પોપ્લર ટ્રી ની ખેતી તમે  એવી જગ્યા પર નહી કરી શકો જ્યાં બરફવર્ષા વધુ થતી હોય. કારણ કે આના ઝાડને સીધા સૂર્યપ્રકાશની જરૂર હોય છે.

જમીન

જો આપણે પોપ્લર ટ્રી ની ખેતીમાં જમીનની વાત કરીએ તો તેના માટે 6 થી 8.5 pH ની વચ્ચે જમીનની માટી હોવી જોઈએ. કારણ કે આ વૃક્ષ જમીન માંથી ભેજ સરળતાથી શોષી લે છે.

પોપ્લરની ખેતી કરતા પહેલા ખેડૂતો માટે સૌથી જરૂરી એ છે કે પોપ્લરના રોપાને ઝાડમાંથી અલગ કર્યા પછી ત્રણથી ચાર દિવસમાં તેને રોપી દો, કારણ કે રાખેલા પોપ્લરના છોડને રોપવાથી વૃક્ષ મજબૂત થવાની શક્યતાઓ વધી જાય છે.

આ પણ વાંચો:પોલીસ કોન્સ્ટેબલ, પ્રોફેસર સહિતની વિવિધ જગ્યાઓ પર મળી રહી છે સરકારી નોકરી, લાખોમાં મળશે પગાર

પોપ્લર ટ્રી રોપાઓ ક્યાંથી ખરીદવા?

તમે દેહરાદૂનની ફોરેસ્ટ રિસર્ચ યુનિવર્સિટી, ગોવિંદ વલ્લભ પંત કૃષિ યુનિવર્સિટી, મોદીપુર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ સહિત ઘણા કૃષિ કેન્દ્રોમાંથી તેના રોપાઓ મેળવી શકો છો.

પોપ્લર ટ્રી ફાર્મિંગમાંથી માત્ર નફો જ નફો

કોઈપણ વસ્તુની ખેતી કરીએ, તો મનમાં સૌથી પહેલો પ્રશ્ન એ આવે છે કે તેમાંથી કમાણી કેટલી થશે. તો ચાલો તમને જણાવી દઈએ કે એક અંદાજ મુજબ જો તમે એક હેક્ટરમાં પોપ્લરની ખેતી કરો છો તો તમે  5 થી 6 લાખની કમાણી સરળતાથી કરી શકો છો. જો તમે તેના ઝાડની સારી રીતે કાળજી લો તો એક હેક્ટરમાં 250 વૃક્ષો સરળતાથી ઉગી જાય છે અને તેની લંબાઈ પણ 80 ફૂટ સુધી વધી જાય છે. તમને જણાવી દઈએ કે તેનું લાકડું બજારમાં 700 થી 800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચાય છે અને વૃક્ષનુ થડ 2 હજાર સુધી સરળતાથી વેચાય છે.

પોપ્લર વૃક્ષો સાથે આ વસ્તુઓની  કરો Intercropping

પોપ્લર ટ્રી ફાર્મિંગ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે તેની સાથે આંતરખેડ (Intercropping) કરીને બમણો નફો કમાઈ શકો છો. તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે આની ખેતીમાં  એક ઝાડથી બીજા ઝાડ વચ્ચે લગભગ 12 થી 15 ફૂટનું અંતર હોય છે. તેવામાં તમે આ જગ્યામાં તમારી જરૂરિયાતની ઘણી વસ્તુઓ રોપી શકો છો. ઉદાહરણ તરીકે, તમે શેરડી, ઘઉં, હળદર, બટેટા, ધાણા, ટામેટા, લસણ વગેરે જેવી ઘણી વસ્તુઓનું વાવેતર કરીને તેની ખેતી સાથે બમણો નફો મેળવી શકો છો.

આ પણ વાંચો:ખેડૂતો માટે સારા સમાચાર! મુર્રાહ ભેંસ ખરીદવા પર 50% સુધીની સબસિડી આપશે સરકાર

Share your comments

Subscribe Magazine

More on News

More