દેશની સૌથી મોટી વીમા કંપની ભારતીય જીવન વિમા નિગમ (LIC) છે કે જે સમયાંતરે અનેક યોજનાઓનો રજૂ કરે છે.તેમાં નિવૃત્તિ અને પેંશન યોજનાઓનો પણ સમાવેશ થાય છે. આપને જણાવી દઇએ કે એલઆઈસીની ઘણી યોજનાઓ છે કે જેમાં તમે દર મહિને એક ચોક્કસ પ્રીમિયમ ચૂકવી એક મોટું પેંશન મેળવી શકો છો.એલઆઈસીની એવી જ એક યોજના છે કે જે પોતાની રીતે વિશેષ છે, કારણ કે આ યોજના હેઠળ તમે પ્રીમિયમ ચૂકવીને આજીવન દર મહિને 20 હજાર રૂપિયા પેંશન લઈ શકો છો.
એલઆઈસીની આ વિશેષ યોજના સાથે લગભગ 5 કરોડ લોકો જોડાયેલા છે.આ યોજનાનું નામ ‘જીવન અક્ષય’ છે. એલઆઈસીની ‘જીવન અક્ષય’ એક વાર્ષિકી (ઍન્યુઅલ) યોજના છે. ચાલો અમે તમને આ યોજના સંબંધિત સંપૂર્ણ માહિતી આપીશું.
કોણ લઈ શકે છે આ પૉલિસી ?
કોઈ પણ ભારતીય નાગરિક આ પૉલિસીનો લાભ લઈ શકે છે. તમે જીવન અક્ષય પૉલિસીમાં 1 લાખ રૂપિયા સુધીના હપ્તા ચૂકવી શકો છો અને પેંશન લઈ શકો છો, પરંતુ તમારે 20 હજાર રૂપિયા માસિક પેંશન માટે વધુ રોકાણ કરવું પડશે.ખાસ વાત એ છે કે આ યોજનામાં રોકાણની મહત્તમ મર્યાદા નથી, પણ વય મર્યાદા બાંધવામાં આવી છે. આ યોજનાનો લાભ ફક્ત 30થી 85 વર્ષની વયના લોકો જ લઈ શકે છે.
કેટલું રોકાણ કરવું પડશે ?
જીવન અક્ષય પૉલિસીમાં તમને કુલ 10 વિકલ્પો આપવામાં આવ્યા છે. આમાંથી એક વિકલ્પ પસંદ કરવો પડશે.આ અંતર્ગત સિંગલ પ્રીમિયમ પર દર મહિને 20 હજાર રૂપિયા આપવામાં આવશે. જો તમને દર મહિને આ પેંશન જોઇતું હોય, તો દર મહિને પેંશનનો વિકલ્પ પસંદ કરવો પડશે.જો તમારે એક જ વારમાં રોકાણ કરવું હોય,તો તમારે 40,72,000 (40 લાખ 72 હજાર) રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ પછી તમારું 20 હજાર રૂપિયાનું માસિક પેંશન શરૂ થશે.

કેવી રીતે મળશે પેંશન ?
આ પેંશન 4 રીતે ચૂકવવામાં આવે. તેમાં વાર્ષિક, અર્ધવાર્ષિક, ત્રિમાસિક અને માસિકનો સમાવેશ થાય છે.
વાર્ષિક ધોરણે રૂ. 2,60,000
૬ માસિક ધોરણે રૂ. 1,27,600
ત્રિમાસિક ધોરણે 63,250
20,967 રૂપિયાનું પેંશન માસિક ધોરણે આપવામાં આવશે.
ક્યાં સુધી મળે છે પેંશન ?
તમને જણાવી દઇએ કે એલઆઈસીની જીવન અક્ષય યોજના હેઠળ પૉલિસી ધારક જીવંત છે, ત્યાં સુધી પેંશન મળશે. જ્યારે પૉલિસી ધારકનું અવસાન થાય છે, ત્યારે પેંશન પણ બંધ થઈ જશે.
Share your comments