Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

આયાતકારો માટે કઠોળની સ્ટોક મર્યાદા હટાવાયી

ઘણા સમય બાદ કેન્દ્રએ આયાતકારો માટે કઠોળની સ્ટોક મર્યાદા હટાવવાનો અને જથ્થાબંધ વેપારીઓ માટે વધારવાનો રાહત આપતો નિર્ણય કર્યો છે. હવે ફક્ત તુવેર, અડદ, ચણા અને મસૂરની દાળ પર જ સ્ટોક લિમિટ્સ લાગુ રહેશે.

Sukhadev Thakor
Sukhadev Thakor

ઘણા સમય બાદ કેન્દ્રએ આયાતકારો માટે કઠોળની સ્ટોક મર્યાદા હટાવવાનો અને જથ્થાબંધ વેપારીઓ માટે વધારવાનો રાહત આપતો નિર્ણય કર્યો છે. હવે ફક્ત તુવેર, અડદ, ચણા અને  મસૂરની દાળ પર જ સ્ટોક લિમિટ્સ લાગુ રહેશે. આ નિર્ણયથી જથ્થાબંધ વેપારીઓ માટે 500 ટનની સ્ટોક લિમિટ રખાઇ છે. જથ્થાબંધ વેપારીઓ માટે આમાથી કોઈ પણ એક કઠોળની દાળ  નો સ્ટોકની સંગ્રહ કરવાની ક્ષમતા 200 ટન સુધી રાખવામાં આવી છે અને રિટેલરો માટે આ સ્ટોકની સંગ્રહ કરવાની મર્યાદા 5 ટન સુધી રાખવામાં આવી છે. કઠોળના ભાવમાં ઘટાડો થતા  સરકારનો શ્વાસમાં શ્વાસ આવ્યો છે અને આ નિર્ણય કરવામાં આવ્યો છે.

31 ઓક્ટોબર સુધી સ્ટોક લિમિટ્સ લાગુ રહેશે

જથ્થાબંધ વેચાણ કરતા વેપારીઓ માટે કઠોળની દાળનો સંગ્રહ કરવાની મર્યાદા 500 ટન સુધીની રખાઈ છે આમાથી કોઈપણ એક દાળની સંગ્રહ કરવાની મર્યાદા 200 ટનની અને રિટેલરો  માટે આ મર્યાદા 5 ટન રાખવામાં આવેલ છે. કઠોળના ભાવ ઘટતા કેન્દ્રએ કઠોળના આયાતકારો પરથી સ્ટોક રાખવાની લિમિટ્સને હટાવી દીધી છે અને મિલરો તથા જથ્થાબંધ વેપારીઓને આ માટે રાહત આપી છે દેશમાં કઠોળના ભાવ હળવા થવાના પગલે કેન્દ્ર સરકારે આ પગલું લીધું છે. આમ હવે સ્ટોક લિમિટ્સ તુવેર, અડદ, ચણા અને મસૂર પર જ ૩૧ ઓક્ટોબર સુધી લાગેલી રહેશે.

મંત્રાલયનું નિવેદન

મંત્રાલયના એક નિવેદનમાં જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારે નાના વેપારીઓ, રિટેઈલરો તથા જથ્થાબંધ વેપારીઓને કઠોળની દાળનો સ્ટોક રાખવાની ક્ષમતાના નિયમને હટાવી દીધો છે.આમ ભાવ હળવો થવાના પગલે આયાતકરતાઓને પણ સ્ટોક લિમિટ્સને લઈને રાહત અપાઈ છે રાહત અપાઈ છે. કેન્દ્ર સરકારે આ નિર્ણય રાજ્યો અને હિસ્સેદારોના મંતવ્યો જાણી તેના આધારે આ નિર્ણય લેવાયો છે. નિવેદનામા જણાવ્યા અનુસાર જથ્થાબંધ વેપારી, રિટેલરએ પોતે સંગ્રહ કરેલ કઠોળની દાળના જથ્થાને મંત્રાલયના પોર્ટલ પર કરવો પડશે.

પિયુષ ગોયલનું ટ્વીટ

ફૂડ અને કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટર પિયુષ ગોયલે ટવીટ કર્યું હતું કે કઠોળ અને આવશ્યક ચીજવસ્તુના ભાવ અંકુશમાં રાખવાના ભાગરૂપે નરેન્દ્ર મોદી સરકારે  જથ્થાબંધ વેપારીઓ, મિલરો અને આયાતકારોને સ્ટોક લિમિટ્સમાં રાહત આપવાનો નિર્ણય લીધો છે.

મિલરો

મિલરો માટે આ મર્યાદા છ મહિનાના સરેરાશ ઉત્પાદનના ૫૦ ટકા રખાઈ છે. મિલરોને આપવામાં આવેલી રાહતનો સરકારને પણ ફાયદોમળશે. તેના લીધે ખેડૂતોને સારી એવી આવક  મળી શકશે. આયાતકારો,મિલરાએ ગ્રાહક મંત્રાલય સમક્ષ ડિસેમ્બર સુધીમાં કઠોળનો જથ્થો જાહેર કરી શકે.

પુરવઠા વિભાગની લગાતાર દરોડાની કાર્યવાહીથી વેપારીઓ- આયાતકારોમાં સર્જાયો હતો કચવાટ કેન્દ્ર સરકારે તા.2 જુલાઈ 2021ના આદેશ તેમજ ગુજરાત સરકારના આવશ્યક ચીજવસ્તુ( લાયસન્સ, સ્ટોક અને નિયંત્રણ) સુધારા આદેશ- 2021 અન્વયે કઠોળ ( મગ સિવાય)ની  જણસીમાં તા.31/10/2021 સુધી સ્ટોક મર્યાદા લાગુ પાડવામ આવી હતી. જેને ધ્યાને લઈને રાજ્યભરમાં પુરવઠા વિભાગે લગાતાર દરોડાનો દૌર ચલાવ્યો હતો. જેમાં અનેક વેપારીઓ  સ્ટોક મર્યાદાથી વધુ સ્ટોક રાખીને બેઠા હોવાનું ધ્યાને આવતું હતું. કેન્દ્રના આ નિર્ણયથી દરોડા પડતા હોય વેપારીઓ અને આયાતકારોમાં ભારે કચવાટ ફેલાયો હતો.

Share your comments

Subscribe Magazine

More on News

More