દુનિયામાં ભારત સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ છેઃ કેન્દ્રીય મંત્રીશ્રી પુરુષોત્તમ રૂપાલા
સુપ્રસિદ્ધ સાહિત્યકાર હેમુભાઈની પુણ્યતિથિ નિમિતે કેન્દ્રી/ મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલા અને રાજ્યના મંત્રી કિરીટસિંહ રાણા દ્વારા 'હેમ તીર્થ'ની મુલાકાત
કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલા દ્વારા રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કિરીટસિંહ રાણાની પ્રેરક ઉપસ્થિતિમાં તેમજ વરદ હસ્તે સાયલા ખાતે ઢાંકણીયા દૂધ ઉત્પાદન મંડળીના 'નવીન દૂધ ઘર'નું લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય મત્સ્ય,પશુપાલન તથા ડેરી ઉદ્યોગ મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાનું નાનકડું, રળિયામણું ઢાંકણીયા ગામ છે જે સુપ્રસિધ્ધ સાહિત્યકાર સ્વ . હેમુભાઈ ગઢવીનું વતન એટલે 'હેમ તીર્થ 'ના હુલામણા નામથી પણ ઓળખાય છે. આજે સ્વ. સાહિત્યકાર હેમુભાઈની પુણ્ય તિથિ હોવાથી એમને યાદ કરવાનો દિવસ છે. ચારણ, ગઢવી સમાજ મૂળ માલધારી છે. પશુપાલન એમનો શોખ રહ્યો છે. દુનિયામાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો એક માત્ર ભારત દેશ છે. ગુજરાતના ગામડાઓ પશુપાલન, ડેરી ઉદ્યોગમાંથી રોજના દોઢસો કરોડ રૂપિયા મળે છે જે આર્થિક અર્થતંત્ર પર વિશેષ મહત્વ ધરાવે છે.
તેમણે કહ્યું હતું કે ગ્રામ્ય અર્થતંત્રને ધબકતું રાખવા માટે હાલ પશુપાલન ઉદ્યોગોમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે. કોરોનાના કપરા સમયે સરકારશ્રી દ્વારા વેક્સિન મફત આપવામાં આવી હતી.તેજ રીતે સમગ્ર દેશ માં પશુઓ માટે પણ સરકારશ્રી મફત રસી આપી રહી છે. પશુ ડોકટરોની નિમણુંક પણ કરવામાં આવી છે આ ઉપરાંત પશુપાલકો માટે સરકાર દ્વારા પશુઓની સારવાર અર્થે 4000 હજાર પશુ એમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરી દેવામાં આવી છે.
શ્રી રૂપાલાએ કહ્યું કે સરકાર દ્વારા સહકારી ક્ષેત્ર પશુપાલકોના હિતમાં લેવાયેલા કલ્યાણકારી નિર્ણયો અને વિવિધ યોજનાઓની વિગતવાર જાણકારી આપી હતી. વધુમાં 400 થી વધુ વસ્તી ધરાવતા માલધારી, પશુપાલક પરિવારને નવીન દૂધ ઘરના નિર્માણ માટે પશુપાલકો, ગ્રામજનો તેમજ સુરસાગર મંડળીના સંચાલકોને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં સુર સાગર ડેરીના ચેરમેન ઢાંકણીયા દૂધ ઉત્પાદન સહકારી મંડળીના પ્રમુખ, ગામના સરપંચ સહિત દૂધ મંડળીના સભાસદો સહિત પશુપાલકો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વિશેષમાં રાજ્ય મંત્રી પરશોત્તમ રૂપાલા, કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા સહિતના અગ્રણીઓએ 'હેમ તીર્થ'ની મુલાકાત લીધી હતી. સ્વ.હેમુભાઈની પુણ્ય તિથિ નિમિત્તે મહાનુભાવોએ હેમ તીર્થમાં ટૂંકી ઓડિયો વિડિયો ફિલ્મ નિહાળી તેમના જીવન કવનથી માહિતગાર થયા હતા.
આ પણ વાંચો:New BPL List: આખા ગામની BPL લિસ્ટ, તમારું નામ ચેક કરો ઓનલાઇન
Share your comments