કૃષિ જાગરણના વરિષ્ઠ પત્રકાર અંજલી ત્યાગીએ ગુજરાત અમુલ ડેરીના એમ.ડી અમિત વ્યાસ સાથે મુલાકાત કરી અને તેમની સાથે ઓર્ગેનિક ખેતી તેમજ અમુલના ઉત્પાદનો વિશે ચર્ચા કરી
અમુલ ડેરીના એમ.ડી અમિત વ્યાસે અમુલ અને ઓર્ગેનિક ખેતી વિશે ઘણી રસપ્રદ વાતો જણાવી તો ઓવો જાણીએ તેમણે શુ કહ્યુ વિસ્તારથી
અમુલ અત્યાર સુધી ડેરી ફાર્મિંગ અને દુધ ઉત્પાદન ક્ષેત્રે ખુબ જ જાણીતુ છે હવે તે ઓર્ગેનિક ફાર્મિંગ તરફ આગળ વધ્યુ છે. અમુલ ડેરીના એમ.ડી અમિત વ્યાસે કહ્યુ કે, અમુલ ડેરી પ્રથમ વખત અમુલ ડેરી ફાર્મિંગમાંથી ઓર્ગેનિક ફાર્મિંગ તરફ આગળ વધ્યુ છે. તેમણે ઓર્ગેનિક ફાર્મિંગમાં આવવાનુ કારણ જણાવતા કહ્યુ કે અમુલે છેલ્લા 75 વર્ષમાં અમુલ દુધ, દહી, આઈસ્ક્રીમ, બટર, પનીર, ઘી, જેવી ઘણી બધી વસ્તુઓને લોકોના ઘરે ઘરે પહોંચાડી છે. આ માટે પશુઓમાંથી જે દુધ મળ્યુ તેને પ્રોસેસ કર્યુ અને ત્યારબાદ એક સારી ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ બનાવીને લોકોના ઘરે ઘરે પહોંચાડી જેથી લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય, તેમણે કહ્યુ કે જે પ્રમાણે ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યુ છે લોકો પર્યાવરણ બાબતે ખુબ જ ચિંતિત છે. જમીનો ઉપજાવ નથી રહી.
તેમણે જણાવ્યુ કે ઘણા બધા લોકોનો સવાલ હોય છે કે અમુલ ઓર્ગેનિક દુધ કેમ નથી બનાવતુ, તેનુ કારણ જણાવતા અમિત વ્યાસે કહ્યુ કે ગાય જે ખોરાક લે છે તે ઓર્ગેનિક હોવુ જોઈએ, ગાયને ખવડાવવા માટે જે ઉગાડવામાં આવે છે તે ઓર્ગેનિક હોવુ જોઈએ, ઓર્ગેનિક માટે સૌથી શ્રેષ્ઠ ગાયનુ છાળ, યુરીન હોય છે.
અમુલે પહેલ કરી કે તે ઓર્ગેનિક ખાતર બનાવશે અને તેની શરૂઆત 31 ઓક્ટોબર 2021 ના રોજ અમિત શાહના હાથે આ પહેલને લોન્ચ કરવામાં આવી. અમુલે ખડેતોનો વિશ્વાસ જીતવા માટે ખેડુતોનો સંપર્ક કર્યો, તેમને ટ્રેનિંગ આપી અને તેમનો વિશ્વાસ જીત્યો આવનારા સમયમાં વધુ ખેડુતોનો વિશ્વાસ જીતી શકાય તેના માટે પણ અમુલ કાર્યરત છે.
તેમણે જણાવ્યુ કે જમીનને ઉપજાવ બનાવવાની સાથે સાથે તેમા જે જંતુનાશકોનો ઉપયોગ થાય છે તેને પણ ઓર્ગેનિક બનાવવા પડશે તેના પર અમુલ કામ કરી રહ્યુ છે. ખેડુતોને લગભગ 75 વર્ષથી અમુલ ડેરી વેટરનરી સર્વિસ આપે છે. ખેડુત ફોન કરે કે એપ્લિકેશનનો ઉપયોગ કરે તો અમે કહીએ છીએ કે 108 પહેલા અમારા ડોક્ટર ત્યાં પહોંચી જશે.
તેમણે વધુમાં જણાવ્યુ કે, આવનારા દિવસોમાં ખેડુતના ઘરે જો તેમને જંતુનાશકનો છંટકાવ કરવો છે કે ઓર્ગેનિકનો ઉપયોગ કરવો છે તો તેના માટે ડ્રોનની વ્યવસ્થા પણ અમે કરીએ છીએ. તેમણે વધુમાં કહ્યુ કે, ખેડુતોનો વિશ્વાસ ત્યારે જીતી શકાશે જ્યારે ખેડુતનુ ઉત્પાદન વધે, ખર્ચમાં ઘટાડો થાય, જમીન ઉપજાવ બને, પાણી જમીનમાં જાય ત્યારે ખેડુતને વિશ્વાસ આવશે અને અમુલ આજે જે રીતે દુધમાં કામ કરી રહ્યુ છે તે જ રીતે આમાં પણ કામ કરે છે.
કૃષિ જાગરણના પત્રકારે સવાલ કર્યો કે અમુલે ઓર્ગેનિક ખાતર અને ઉત્પાદોમાં પહેલ કરી છે પણ ખેડુતોની એક સમસ્યા છે કે ઓર્ગેનિક ખાતરના ઉપયોગથી ઉત્પાદનમાં ઘટાડો થાય છે તો ખેડુતોની આ સમસ્યાનુ કઈ રીતે સમાધાન કરશો?
તો તેમણે જવાબમાં કહ્યુ કે,કોઈ પણ નવુ કામ કરવા જઈએ તો તેમાં થોડી તો મુંઝવણ રહે છે. વિશ્વાસ જગાવવા માટે ખેડુત પહેલા એક વિઘામાં કામ કરે જો વિશ્વાસ આવે પછી 2 વિઘામાં કામ કરે આ રીતે તેઓ ધીમે ધીમે કામ વધારશે અને આ રીતે ખેડુતોનો વિશ્વાસ જીતી શકાશે. તેમણે કહ્યુ કે, અમુલનુ ઈસરો(ISRO) સાથે ટાઈઅપ છે. ઈસરો સાથે કયા વિસ્તારમાં કયો પાક ખેડુતની આવશ્યકતા છે તે આજે અમે જોઈ શકીએ છીએ. હવે જ્યારે અમે ડ્રોનની વ્યવસ્થા કરી રહ્યા છે તો અમને તેમના વિસ્તારની માહિતી છે, તેમણે શુ ઉત્પાદ કર્યુ અને કેટલુ ઉત્પાદન કર્યુ છે તે માહિતી છે અને અમે કેવા ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરી રહ્યા છે તે પણ અમને ખબર છે, તો આ દરેક વસ્તુ ખેડુતો સુધી પહોંચાડવી પડશે તો જ તેનો ફાયદો થઈ શકે.
કૃષિ જાગરણના પત્રકારે સવાલ પુછ્યો કે તમે આને ઓર્ગેનિક દુધથી જોડ્યુ, જો તમારો આ પ્રોજેક્ટ સફળતાપુર્વક આગળ વધે તો, તે કેવી રીતે જાણી શકાશે કે પશુએ જે ખોરાક ખાધો છે તે ઓર્ગેનિક જ છે?
તો તેમણે જવાબમાં કહ્યુ કે, અમુલે ઓર્ગેનિક લોટ લોન્ચ કરી દીધો છે આવનારા સમયમાં ઓર્ગેનિક ચોખા, દાળ, તેલ જેવી વસ્તુઓનુ આવનારા દિવસોમાં માર્કેટ ચાલુ થશે અને જે બે પૈસા વધારે મળશે તે બે પૈસા ખેડુત સુધી પાછા પહોંચાડીશુ. ખેડુતોને ત્યારે સંતોષ થશે જ્યારે તેઓ પહેલા કરતા વધારે ઉત્પાદન કરશે અને પહેલા કરતા ખર્ચ પણ ઓછો થશે. તેના માટે માર્કેટ ઉભુ કરવુ જરૂરી છે. ભારત સરકારની મદદથી અમુલ અલગ અલગ જગ્યાઓ પર લેબોરેટરી બનાવે છે. તે લેબોરેટરીમાં ખેડુતના ઉત્પાદનુ ટેસ્ટિંગ થશે અને ત્યારબાદ સર્ટિફાઈડ કરવામાં આવશે કે તે પ્રોડક્ડ ઓર્ગેનિક છે કે નહી. ખેડુતને ટેસ્ટિંગનો ખર્ચ પણ ઓછો થશે.
અમુલ ઓર્ગેનિકની સાથે સાથે પ્રાકૃતિક ખેતીમાં પણ કામ કરે છે. જે ખેડુત પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા માંગતા હોય તેમને ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. તેમણે જણાવ્યુ કે, ઓછા ખર્ચે ઉત્પાદન કેવી રીતે વધે તે અમારુ લક્ષ્ય છે.
અમુલ દવાઓ પણ બનાવી રહ્યુ છે જે એન્ટિબાયોટિક મુક્ત છે. અમુલની પોતાની હોમિયોપેથી ફેક્ટરી પણ બનવા જઈ રહી છે. આવનારા સમયમાં આ બાબતે ઘણા બધા કામ કરવાના છે હાલમાં તેનુ સંશોધન ચાલી રહ્યુ છે. અત્યારે ગવર્મેન્ટ અપ્રુવ્ડ વેક્સિન છે તેના પર પણ કામ ચાલી રહ્યુ છે. પરંતુ વેક્સીનની જરૂર ક્યારે પડે છે, જો તમે પશુઓનુ સ્વાસ્થ્ય સારુ કરી દેશો તો વેક્સિનની જરૂર નહી પડે.અમુલ પશુઓનુ સ્વાસ્થ્ય સારૂ બની રહે તેના પર પણ કામ કરે છે.
આ પણ વાંચો:IFAJ પ્રમુખ લેના જોન્સન કેજે ચૌપાલનો ભાગ બની
Share your comments