Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

કૃષિ જાગરણ અને વિજય સરદાનાએ એમઓયુ પર કર્યા હસ્તાક્ષર, કૃષિની સુધારણા માટે સાથે મળીને કરશે કામ

વિજય સરદાના, જે જાણીતા એડવોકેટ અને ઈન્ટરનેશનલ એગ્રીબિઝનેસ વેલ્યુ ચેઈન નિષ્ણાંત છે તેમણે કૃષિ જાગરણ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે, જેના પછી બંને કૃષિ અને ખેડૂતોની સુધારણા માટે સાથે મળીને કામ કરશે.

Chetna Rajesh Raja
Chetna Rajesh Raja
KJ Chaupal
KJ Chaupal

વિજય સરદાના, જે જાણીતા એડવોકેટ અને ઈન્ટરનેશનલ એગ્રીબિઝનેસ વેલ્યુ ચેઈન નિષ્ણાંત છે તેમણે કૃષિ જાગરણ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે, જેના પછી બંને કૃષિ અને ખેડૂતોની સુધારણા માટે સાથે મળીને કામ કરશે.

ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે કૃષિ જાગરણની સ્થાપના કરવામાં આવી છે. જેના માટે કૃષિ જાગરણ ખેડૂતોના હિત માટે સમયાંતરે અનેક મોટા પગલા ભરે છે. આ શ્રેણીમાં આજે 4 નવેમ્બરના રોજ કૃષિ જાગરણ દ્વારા ખેડૂતોની સુધારણા માટે કૃષિ ક્ષેત્રના જાણીતા નામ વિજય સરદાના સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.

KJ Chaupal
KJ Chaupal

કૃષિ જાગરણ દરરોજ કે.જે.ચૌપાલનું આયોજન કરે છે. જેમાં કૃષિ સાથે સંકળાયેલા મહાનુભાવો કે પ્રગતિશીલ ખેડૂતો ચોક્કસ મુલાકાતે આવે છે. જેના કારણે કે.જે.ચૌપાલ આજે કૃષિ ક્ષેત્રમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ એપિસોડમાં, એચિવર્સ રિસોર્સિસના વિજય સરદાના અને તેમની પુત્રી આસ્થા સરદાનાએ આજના કૃષિ જાગરણ ચૌપાલમાં ભાગ લીધો હતો. વિજય સરદાના હાલમાં ભારતની સર્વોચ્ચ અદાલતના એડવોકેટ અને ઇન્ટરનેશનલ એગ્રીબિઝનેસ વેલ્યુ ચેઇન એક્સપર્ટ છે.

આ પ્રસંગે કૃષિ જાગરણના મુખ્ય તંત્રી કે.જે.ચૌપાલ, એમ.સી. ડોમિનિક અને સમગ્ર ટીમ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સન્માનના પ્રતીક તરીકે તેમને રોપાઓ અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગની વિશેષતા ત્યારે બની જ્યારે વિજય સરદાના પુત્રી આસ્થા સરદાના અને કૃષિ જાગરણના તંત્રી એમ.સી. ડોમિનિકે કૃષિ ક્ષેત્રની સુધારણા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા.

KJ Chaupal
KJ Chaupal

આ સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવાનો હેતુ કૃષિ સમુદાય, કૃષિ કોર્પોરેટ અને સંલગ્ન ક્ષેત્રોના પ્રશ્નોને સંબોધવા માટે 'ખેડૂત કેન્દ્રિત ટોક શો' પ્રદાન કરવાનો છે. આ પ્લેટફોર્મ હેઠળ, કૃષિ જાગરણ તમારી સાથે કૃષિ-નિષ્ણાતો અને કૃષિ વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત હસ્તીઓ સાથે કૃષિ સંબંધિત તમામ મુખ્ય મુદ્દાઓ પર વાત કરશે અને ખાતરી કરશે કે ભારતના ખેડૂતોની દરેક સમસ્યાનું સમાધાન થઈ શકે.

KJ Chaupal
KJ Chaupal

આ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા બાદ આજે કે.જે.ચૌપાલમાં વિજય સરદાનાએ કૃષિ જાગરણના સભ્યોનો આભાર માન્યો હતો અને કૃષિ સંબંધિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરી હતી. આ દરમિયાન તેમણે કૃષિ ક્ષેત્રના તેમના અનુભવો અને કૃષિ દ્વારા હાંસલ કરેલી પ્રગતિ પર પ્રકાશ પાડ્યો હતો. આ સાથે અમારા પ્લેટફોર્મ પરથી દેશના ખેડૂતોને ઘણી મહત્વની માહિતીથી વાકેફ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : સરકાર સેટેલાઇટ દ્વારા રાખશે ખેડૂતો પર નજર , હવે જાણી શકાશે પાકની સાચી વિગતો

KJ Chaupal
KJ Chaupal

આ સાથે તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે આ ખેડૂત કેન્દ્રિત ટોક શો દ્વારા દેશના કોઈપણ ખૂણાના ખેડૂતોની દરેક સમસ્યા સાંભળવામાં આવશે અને તે સમસ્યાઓના નિરાકરણ માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવશે. આ પ્રસંગે એમસી ડોમિનિકે પણ વિજય સરદાનાનો આભાર માન્યો હતો અને ખેડૂતો માટે સાથે મળીને કામ કરવાની વાત કરી હતી. કાર્યક્રમમાં તેમના સંબોધનમાં સરદાનાએ જણાવ્યું હતું કે, "આજનો દિવસ ખેતી સાથે સંકળાયેલા લોકો માટે નોંધપાત્ર છે, પછી તે દેશમાં હોય કે વિશ્વમાં ક્યાંય પણ હોય."

KJ Chaupal
KJ Chaupal

એમઓયુ હસ્તાક્ષર સમારંભ દરમિયાન, એમસી ડોમિનિકે જણાવ્યું હતું કે વિજય સરદાના માત્ર ભારતીય કૃષિ ક્ષેત્રે જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ જાણીતી વ્યક્તિ છે. "હું તમને કહી શકું છું કે આ ચેટ શો આવનારા દિવસોમાં ટોચના કાર્યક્રમ તરીકે ઉભરી આવશે કારણ કે તે વર્તમાન ખેતી અને કૃષિ ક્ષેત્રની પદ્ધતિઓમાં ક્રાંતિ લાવવાની ક્ષમતા ધરાવે છે."

KJ Chaupal
KJ Chaupal

આપને જણાવી દઈએ કે વિજય સરદાના, જાણીતા વકીલ છે જે  ભારતની સર્વોચ્ચ અદાલત, દિલ્હી હાઈકોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, કોર્પોરેટ બોર્ડ અને નિષ્ણાત સમિતિઓ સાથે સંકળાયેલા ટેકનો-લીગલ, ટેક્નો-કોમર્શિયલ અને ટેકનો-ઈકોનોમિક પોલિસી એક્સપર્ટ તેમજ એગ્રીબિઝનેસ વેલ્યુ ચેઈન ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી અને પર સેવા આપનારા બિઝનેસ એડવાઇઝરી સ્વતંત્ર ડિરેક્ટર છે. તે એક પ્રખ્યાત કટારલેખક, બ્લોગર, ટીવી પેનલિસ્ટ અને આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પરિષદોમાં જાણીતા મધ્યસ્થ અને વક્તા પણ છે.

Share your comments

Subscribe Magazine

More on News

More