કૃષિ જાગરણ હંમેશા કૃષિ અને ખેડૂતોને પ્રોત્સાહન આપવા અવનવી તકનીકો અપનાવી રહ્યુ છે જે હંમેશા ખેડૂતોની ચિંતા કરતુ રહેતુ એક માત્ર માધ્યમ છે. હવે કૃષિ જાગરણ દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે જેમા ખેડૂતો પોતે જ પત્રકારીતા કરી શકેશે મચલબ કે ખેડૂતો પોતાની સમસ્યાઓને પોતે જ મીડિયા સમક્ષ રાખી શકશે આ માટે કૃષિ જાગ્રણ દ્વારા 25 સપ્ટેમ્બરના રોજ એક પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો જેનું નામ “ફાર્મર દ જનર્લિસ્ટ” રાખવામાં આવ્યુ છે. આ પ્રોગ્રામમાં દૂરનાં અંતરિયાળ ગામડામાં રહેતો ખેડૂત પણ પોતાના લેખ આ મીડિયા હાઉસને મોકલીને પોતાની વાત રાખી શકશે.
કૃષિ જાગરણ અને કૃષિ વિશ્વના સ્થાંપક અને મુખ્ય સંપાદક એમ.સી. ડોમિનિકની વિચારધારાનું પરિણામ છે કે કૃષિ જાગરણ દ્વારા શરૂ કરાયેલ ફાર્મર ફર્સ્ટ, ખેડૂતોની સમસ્યાઓને વહીવટ સુધી લઈ જવાનું માધ્યમ બન્યું. આ પછી, ખેડૂતોને તેમની પ્રોડક્ટ ફાર્મર બ્રાન્ડ દ્વારા લોકો સુધી લઈ જવા માટે એક મંચ પૂરું પાડવામાં આવ્યુ છે અને હવે “ફાર્મર દ જનર્લિસ્ટ” પ્રોગ્રામ લોન્ચ કરીને ખેડૂનો માર્ગ વધુ સારો બનાવી દીધો છે હવે ખેડૂત પણ આ કાર્યક્રમમા જોડાઈને એગ્રીકલ્ચરલનો સારો એવો પત્રકાર બની શકશે.
“ફાર્મર દ જનર્લિસ્ટ” પ્રોગ્રામ લોન્ચીંગનું જીવંત પ્રસારણ કૃષિ જાગરણના મેઈન ફેસબુક પેજ https://krishijagran.com/ftj પર કરવામાં આવ્યુ હતુ. આ કાર્યકર્મમાં મધ્યપ્રદેશના ખેડૂત કલ્યાણ અને કૃષિ વિકાસ મંત્રી કમલ પટેલ પણ જોડાયા હતા જેમણે જણાવ્યુ હતુ કે, કૃષિ જાગ્રણની આ એક નવી પહેલ છે કે જેમાં ખેડૂત પોતે જ પત્રકારીતતા કરીને પોતાની સમસ્યાઓ,મુઝવણો વગેરે મીડિયાના માધ્યમથી જણાવી શકશે. વધુમાં તેમએ જણાવ્યુ હતુ કે સાચુ ભારત એ ગામડામાં વશે છે અને ગામડાનો વિકાસ કરવો ખુબજ જરૂરી છે અને વિકાસ ત્યારે શક્ય બનશે કે જ્યારે દેશામા ગરીબ અને પછાત વર્ગના લોકોની મદદ કરીશુ. આમ આ સાશે જ આ નવા કાર્યક્રમની શરુઆત કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.
“ફાર્મર દ જનર્લિસ્ટ” પ્રોગ્રામ લોન્ચીંગ કાર્યક્રમમાં દેશની અગ્રણી કંપીનીના સંસ્થાપકો, પત્રકારો અને ખેડૂતો પણ જોડાયા હતા જેમા તમામ લોકોએ પોતપોતાના મંતવ્યો પણ રજૂ કર્યા હતા પોતાની સમશ્યાઓ વિશે પણ ચર્ચા કરી હતી. કેટલાક લોકોના કૃષિ જાગરણને સલાહ સુચન પણ મળ્યા હતા જેમા જણાવ્યુ હતુ કે ખેડૂતને સધ્ધર બનાવવા માટે વેબીનાર કરીને સમસ્યાઓનું સમાધાન નહી લાવી શકાય તેના માટે ખેડૂતોએ પોતે જ જાગૃત થવુ પડશે અને ખેડૂતોને આગળ લાવવા પડશે. આ પ્રોગરામ શરૂ કરવાથી ખેડૂતોના પ્રશ્નો પણ નેશનલ લેવલ સુધી પહોંચાડવાનો અવસર મળશે. આ કાર્યક્રમમાં MSP, ખેડૂતોની સમસ્યા વગેરેને લઈને ચર્ચા કરવામાં આવી હતી.
મધ્યપ્રદેશના ખેડૂત કલ્યાણ અને કૃષિ વિકાસ મંત્રી શ્રી કમલ પટેલે મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી. તેમણે 'પૂર્વ પત્રકાર' કાર્યક્રમનો વિડીયો લોન્ચ કરીને શરૂઆત કરી હતી.આજના કાર્યક્રમમાં મહેમાન વક્તા તરીકે ભાગ લીધો.કોટન રિસર્ચ, નાગપુર ડો.એ.કે. સિંઘ, નાયબ મહાનિર્દેશક, કૃષિ વિસ્તરણ, ભારતીય કૃષિ સંશોધન પરિષદ, મનોજ કુમાર, સંયુક્ત નિયામક, સેન્ટ્રલ પોટેટો રિસર્ચ સેન્ટર, મેરઠ,
ડો.શિવેન્દ્ર બજાજ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ફેડરેશન ઓફ સીડ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા અને એલાયન્સ ફોર એગ્રી ઇનોવેશન,એટોની ટિકાઈટ વરિષ્ઠ પત્રકાર, દૂરદર્શન કિસાન,જયદીપ કર્ણિક, હેડ ઓફ કન્ટેન્ટ અને એડિટર, અમર ઉજાલા વેબ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ,બ્રિજેન્દ્રસિંહ દલાલ, પ્રમુખ, પ્રોગ્રેસિવ ફાર્મર્સ ક્લબ,વિશાલ સિંહ, સહ-સ્થાપક, કૈવલ્ય વિચાર સેવા સમિતિ,ઉમેશ પાટીદાર, ડાયરેક્ટર, પેરામાઉન્ટ ખેડૂત ઉત્પાદક કંપની, જગમોહન રાણા, પૂર્વ અને સ્થાપક યમુના ખીણ, ઉત્તરકાશી, ઉત્તરાખંડ,રજનીશ કુમાર, પૂર્વ અને સ્થાપક, પરાક્વા કલ્ચર એન્ટરપ્રાઇઝ, ઉત્તર પ્રદેશ,સુધાંશુ કુમાર, ભૂતપૂર્વ અને સ્થાપક, નયાનગરના બગીચા, નયાનગર બિહારથી જોડાયા હતા.
ચંદ્રમોહન સિંહ જે કૃષિ જાગરણમાં ગવર્નમેન્ટ અફેર્સના પ્રેસિડેન્ટ છે જેમણે આ કાર્યક્રમમાં સહભાગી બનવા માટે આભાર વ્યક્ત કર્યો હતો અને અંતમાં આભાર વિધિ વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે કૃષિ જાગરણના 5 સપ્ટેમ્બરે 25 વર્ષ પણ પૂરા કર્યા છે. અને આ નવો કાર્યક્રમ લોન્ચ કરીને ખેડૂતોની વાતો ખેડૂત સુધી પહોંચે તે માટે એક નવી કડી ઉભી કરી છે.
ઈવેન્ટ જોવા આ લીંક પર ક્લિક કરો https://www.facebook.com/watch/live/ref=watch_permalink&v=530309934703032
Share your comments