Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

જાણો ગુજરાત સરકારમાં કોને કોને મળી શકે છે કેબિનેટમાં સ્થાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો ગુરુવારે (8 ડિસેમ્બર) ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ભાજપે 182માંથી 156 સીટો મેળવી પુર્ણ બહુમત મેળવી જીત હાંસલ કરી છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો ગુરુવારે (8 ડિસેમ્બર) ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ભાજપે 182માંથી 156 સીટો મેળવી પુર્ણ બહુમત મેળવી જીત હાંસલ કરી છે.  

ગુજરાત વિધાનસભા
ગુજરાત વિધાનસભા

ગુજરાતમાં જંગી બહુમતી મળ્યા બાદ ભાજપ સરકાર બનાવવાની પ્રક્રિયામાં લાગી ગયું છે. દરમિયાન સૂત્રોએ એવા લોકોના નામ જણાવ્યા છે જેમને ગુજરાત કેબિનેટમાં સ્થાન મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભૂપેન્દ્ર પટેલની નવી કેબિનેટમાં 20થી 22 ધારાસભ્યોને સ્થાન મળી શકે છે. જેમાં 10 થી 11 કેબિનેટ અને 12 થી 14 રાજ્ય મંત્રીઓ હોઈ શકે છે. આ નામો પર અંતિમ મહોર દિલ્હીથી લગાવવામાં આવશે.

સંભવિત મંત્રીમંડળ

  • અનિરુદ્ધ દવે, માંડવી
  • શંકર ચૌધરી, થરાદ
  • બળવંતસિંહ રાજપૂત, સિદ્ધપુર
  • ઋષિકેશ પટેલ, વિસનગર
  • અલ્પેશ ઠાકોર, ગાંધીનગર દક્ષિણ
  • હાર્દિક પટેલ, વિરમગામ
  • કનુભાઈ પટેલ, સાણંદ
  • અમિત ઠાકર, વેજલપુર
  • કિરીટસિંહ રાણા, લીંબડી
  • કુંવરજી બાવળિયા, જસદણ
  • જયેશ રાદડિયા, જેતપુર
  • રાઘવજી પટેલ, જામનગર ગ્રામ્ય
  • મૂળુભાઈ બેરા, ખંભાળિયા
  • કૌશિક વેકરીયા, અમરેલી
  • હીરા સોલંકી, રાજુલા
  • • જીતુ વાઘાણી, ભાવનગર પશ્ચિમ
  • પંકજ દેસાઈ, નડિયાદ
  • સી.કે. રાઉલજી, ગોધરા
  • મુકેશ પટેલ, ઓલપાડ
  • વિનુ મોરડિયા, કતારગામ
  • હર્ષ સંઘવી, મજુરા
  • કનુભાઈ દેસાઈ, પારડી
  • પુરાંશ મોદી, સુરત પશ્ચિમ
  • ઉદય કાંગર, રાજકોટ પૂર્વ
  • બાલકૃષ્ણ શુક્લ, રાવપુરા વડોદરા

અનુસૂચિત જનજાતિ (ST)ના આ ચહેરાઓને પણ કેબિનેટમાં સ્થાન મળી શકે છે-

  • પીસી બરંડા, ભિલોડા
  • કુબેર ડીંડોર, સંતરામપુર
  • ગણપત વસાવા, માંગરોળ
  • નરેશ પટેલ, ગણદેવી
  • દર્શના દેશમુખ, નાંદોદ
  • રાજેન્દ્રસિંહ રાઠવા, છોટા ઉદેપુર
  • નિમિષા સુથાર, મોરવા હડફ
  • રમણભાઈ વોરા, ઇડર - મંત્રી અથવા વિધાનસભાના અધ્યક્ષ
  • મનીષા વકીલ, વડોદરા શહેર
  • શંભુપ્રસાદ ટુંડિયા, ગઢડા

12 ડિસેમ્બરે થશે શપથ સમારોહ

સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ જાતિ અને પ્રદેશોને ધ્યાનમાં રાખીને સમીકરણો બનાવવામાં આવશે. નવા ચહેરાઓની સાથે જૂના ચહેરાઓને પણ સ્થાન મળશે. નિયમો અનુસાર કેબિનેટમાં વધુમાં વધુ 27 સભ્યો હોઈ શકે છે. ભૂપેન્દ્રભાઈ પટેલ 12 ડિસેમ્બરે રાજ્યના આગામી મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે.

આ પણ વાંચો:PM કિસાન: PM કિસાન નિધિના લાભાર્થીઓની તપાસ કરવામાં આવશે, આ ખેડૂતોને પૈસા પરત કરવા પડશે.

Share your comments

Subscribe Magazine

More on News

More