Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ખેતરે આવી રીતે મેળવો વીજળી જોડાણ : આખી પ્રક્રિયા સરળતાથી જાણવા માટે બસ એક CLICK કરો

નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતીમાં સૌથી જરૂરી એવું પાણી એ ખેડૂતો માટે આશીર્વાદ બની જતું હોય છે. ખેડૂત પાણીની આ સગવડ કૂવા, બોર દ્વારા કરતો હોય છે. તેના ઉપર જો વીજળીનું જોડાણ એટલે કે કનેકશન હોય, તો ખેડૂતોને ઘણી જ સરળતા થઇ જતી હોય છે. આજે આપણે નવા વીજ કનેક્શન માટે જરૂરી વાતો વિશે જાણીશું.

Pintu Patel
Pintu Patel

નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતીમાં સૌથી જરૂરી એવું પાણી એ ખેડૂતો માટે આશીર્વાદ બની જતું હોય છે. ખેડૂત પાણીની આ સગવડ કૂવા, બોર દ્વારા કરતો હોય છે. તેના ઉપર જો વીજળીનું જોડાણ એટલે કે કનેકશન હોય, તો ખેડૂતોને ઘણી જ સરળતા થઇ જતી હોય છે. આજે આપણે નવા વીજ કનેક્શન માટે જરૂરી વાતો વિશે જાણીશું.

સૌ પ્રથમ તો આપણા ખેતરમાં જે કૂવો કે બોર હોય, તેનો ઉલ્લેખ તે ખેતરની ૭/૧૨ ની નકલમાં થવો જરૂરી છે. જો તે નકલમાં કૂવો ન હોય, તો આપે આપના ગામના મહેસૂલ વિભાગના તલાટીશ્રીને મળીને તે નકલમાં કૂવો કે બોરના ઉલ્લેખ (ચડાવવાની)ની કામગીરી કરવાની રહેશે.

બીજી એક સરળ, પણ મહત્વી વસ્તુની આપણે જરૂર પડશે અને તે વસ્તુ છે આપના નજીકના ખેતરના/શેઢા પાડોશીનું લાઇટ બિલ કે જેના આધારે તમારા નવા વીજ કનેક્શનનો રૂટ નક્કી થતો હોય છે.

આ બે સરળ વસ્તુઓ પછી એક થોડી જટિલ વસ્તુ એ છે કે આપણા ખેતરના દસ્તાવેજની ૮એ નકલમાં જો એક કરતા વધુ ખાતેદારો હોય, તો તે વધારાના દરેક ખાતેદારે નકલમાં રહેલી અરજદાર વ્યક્તિને સંમતિ પત્રક આપવાનું રહેશે. આ સંમતિ પત્રક ૩૦૦ રૂપિયા સ્ટૅમ્પ પેપર ઉપર નોટરીમાં  સોગંદનામું કરીને આપવાનું રહેશે.

આ સિવાય બીજા કેટલા ડૉક્યુમેંટની આપને જરૂર પડશે, તેનું લિસ્ટ અહીં આપેલું છે. આ સિવાય પણ આપને કોઈ પણ માહિતી કે સલાહની જરૂર હોય, તો આપ કૉમેંટ બૉક્સમાં જણાવી શકો છો.

*૭/૧૨ ,૮અ

*હક્કપત્રક ૬ નંબરની છેલ્લી ત્રણ (૩) તથા બોજાના હક્કપત્રકની છેલ્લી ત્રણ (૩) નોંધ

*ચતુર્થ સીમા (સીમચોરસી)

*પાણીનો દાખલો (નંબર 16)

*ચૂંટણી કાર્ડ અથવા આધાર કાર્ડ

*રેશન કાર્ડ

*બાજુની વાડી (ખેતર)વાળાનું લાઇટ બિલ

*૧ તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો

*નો ડ્યૂ સર્ટિફિકેટ (NDC/NOC). . . જે વીજળી વિભાગની ઑફિસે જ મળી જતું હોય છે.

Share your comments

Subscribe Magazine

More on News

More