25 વર્ષ બાદ ખેડૂતોને કપાસનો આટલો ભાવ મળ્યો છે. માનવામાં આવી રહ્યુ છે કે આ વર્ષે કપાસની ઓછી આવક હોવાને કારણે આ ભાવ વધારો થયો છે. ખેડૂતો પાસે જો કપાસ હોય તો આ સમય વેચવા માટે શ્રેષ્ઠ છે.
રાજકોટના માર્કેટીંગ યાર્ડમાં કપાસના ભાવ ઓલટાઇમ હાઇ થયા છે. શુક્રવારે રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસના એક મણના ભાવ 1721 રૂપિયાનો રહ્યો હતો. 25 વર્ષ બાદ કપાસનો આટલો ભાવ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. 25 વર્ષ બાદ કપાસના ભાવ 1500 થી ઉપર થયા છે, જે ખુબ જ આનંદની વાત છે.
રાજકોટ માર્કેટીંગ યાર્ડના કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ અતુલ કમાણીએ કહ્યું હતુ કે, વર્ષો બાદ ખેડૂતોને આટલો ભાવ મળી રહ્યો છે. કપાસની ઓછી આવક હોવાને કારણે આ ભાવ વધારો થયો છે. ખેડૂતો પાસે જો કપાસ હોય તો આ સમય વેચવા માટે શ્રેષ્ઠ છે. આ સમયે ખેડૂતોએ કપાસ વેચીને માલામાલ થવાનો પણ મોકો છે. જે ખેડૂતો પાસે કપાસનો સ્ટોક છે તેના માટે આ ખુશીના સમાચાર છે અને તેઓ માટે કપાસ વેચવા માટે આ યોગ્ય સમય છે આવો મોકો વારંવાર નથી આવતો વર્ષો બાદ આવો સમય આવતો હોય છે કે કોઈ પાકના ભાવ હાઈ લેવલ પર પહોંચતા હોય છે.
ખેડૂત અગ્રણી
ખેડૂત અગ્રણી અને માર્કેટીંગ યાર્ડના ડાયરેક્ટર વલ્લભભાઇ પટેલ કહે છે કે, ગત વર્ષે ગુલાબી ઇયળના ત્રાસ અને અન્ય કારણોને કારણે મગફળીની સરખામણીએ કપાસનું વાવેતર ઓછું થયું છે અને વિદેશમાં કપાસની માગ વધુ છે જેથી ખેડૂતોને ઐતિહાસિક ભાવ મળી રહ્યા છે.
કપાસના ભાવ વધતા આ ઉદ્યોગ પર પડશે અસર
રાજકોટ માર્કેટીંગ યાર્ડના વેપારી નિલેશભાઇએ કહ્યું હતુ કે, જે રીતે કપાસનો ભાવ ઉચક્યા છે તેને જોતા સૌથી વધારે અસર જિનીંગ ઉધોગને પડી શકે છે. મિલરોને આ ભાવથી ખરીદી પોસાય તેમ નથી. જો કે જરૂર ખેડૂતો માટે કપાસ વેચવાનો આ શ્રેષ્ઠ સમય છે.
રાજકોટના માર્કેટ યાર્ડમાં દરરોજ 300 ક્વિન્ટલ કપાસની આવક
તનને જણાવી દઈએ કે હાલમાં રાજકોટના માર્કેટીંગ યાર્ડમાં દરરોજ 300 ક્વિન્ટલ કપાસની આવક થાય છે, ગયા માસ એટલે કે જૂન માસની વાત કરીયે તો રાજકોટના માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1500 રૂપિયા મળ્યા હતા આ સમય દરમિયાન યાર્જમાં દૈનિક 1000 થી 1500 ક્વિન્ટલ આવક થતી હતી. જો કે હવે ધીમે ધીમે ખેડૂતો પાસે કપાસનો જથ્થો ખૂટતા ભાવમાં ઉછાળો આવ્યો છે. હજુ પણ આ ભાવ વધે તેવી શક્યતા છે. વર્ષ 2021-22માં 9 વખત ભાવમાં ઉછાળો થયો છે, જે દરેક વખતે જુના ભાવનો રેકોર્ડ તોડે છે.
Share your comments