જો તમારી ખેતી કૃષિ લાયક છે તો તમને આ યોજનાનો લાભ નહીં મળે.
રાજ્ય સરકારોની વાત કરીએ તો રાજસ્થાન સરકારે ખેડૂતોને તેમના ખેતરોમાં તળાવ ખોદવા માટે 63 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો છે. રાજસ્થાન સરકારની આ યોજના હેઠળ તમામ વર્ગના ખેડૂતોને તળાવના નિર્માણ માટે 60 ટકા સુધીની સહાય આપવામાં આવશે. જો આપણે આ યોજનામાં ધારા- ધોરણો વિશે વાત કરીએ, તો ખેડૂત પાસે 0.3 હેક્ટર ખેતીની જમીન પર માલિકીનો અધિકાર હોવો જોઈએ. પરંતુ જો તમારી ખેતી કૃષિ લાયક છે તો તમને આ યોજનાનો લાભ નહીં મળે.
આ પણ વાંચો:પાક બચાવવા માટે રખડતા પશુઓને પંચાયત ભવનમાં કર્યા બંધ
યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય:
- ખેતી-વાડી માટે સિંચાઈના વિસ્તારને પ્રોત્સાહન આપવું, જેથી સારો પાક લઈ શકાય.
- ખેડૂતોની આવકમાં વધારો કરવો અને વરસાદના પાણીનો બગાડ થતો અટકાવવો.
- પાકની સિંચાઈ સમયસર થવી.
- ખેડુતો માટે ખેતરમાં તળાવથી રોજગારની નવી તકોનુ નિર્માણ કરવુ અને દુષ્કાળનો સામનો કરવો
આવેદન પ્રક્રિયા:
આ ફાર્મ પોન્ડ યોજનાનો લાભ લેવા માટે, તમારે તમારા નજીકના પ્રાદેશિક મદદનીશ કૃષિ અધિકારી અથવા કૃષિ નિરીક્ષકનો સંપર્ક કરવો પડશે. અને તે પછી તમારે જે જગ્યાએ તળાવનું નિર્માણ કરાવવાનું હોય, તમારે તે જગ્યાએ જિયો-ટેગિંગ કરીને ઈ-મિત્ર પોર્ટલ પર જઈને અરજી કરવાની રહેશે. અંતે, આ યોજના હેઠળ તળાવ બનાવવા માટે નક્કી કરેલ રકમ તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.
આ પણ વાંચો:ખેડૂતોની રાહ પૂરી થઈ! આ દિવસે આવશે ખાતામાં સન્માન નિધિ યોજનાના 2 હજાર રૂપિયા
Share your comments