Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

સરકારની આ યોજનામાં લગાવો નાંણા અને બની જાઓ કરોડપતિ

સરકારી તેમજ ખામગી કંપનીઓ દ્વારા જાહેર રોકાણ કરવા અવનવી સ્કિમો બહાર પાડવામાં આવતી હોય છે જેમાં જાહેર જનતાને રોકાણ કરવા માટે આમંત્રિત કરતા હોય છે કેટલીક સ્કીમો તો એટલી બધી સારી હોય છે કે લોકોને કરોડપતિ પણ બનાવી દે છે

Sukhadev Thakor
Sukhadev Thakor

તમે બધા જાણો છો તેમ હાલમાં મોંઘવારીનાં કારણે સામાન્ય લોકોના જીવન અસ્થવ્યસ્થ થઈ ગયા છે લોકો મોઘવારીથી ત્રાહિમામ થઈ ગયા છે. કોરોના કાળામા રોજગારી છીનવી જવાથી તેમની બચત પણ ખૂટી ગઈ છે લોકો ભવિષ્યમાં આવનારી નાણાકીય આફતને પહોંચી વળવા માટે બચત તકતા હોય છે અને આ માટે સરકારી તેમજ ખામગી કંપનીઓ દ્વારા જાહેર રોકાણ કરવા અવનવી સ્કિમો બહાર પાડવામાં આવતી હોય છે જેમાં જાહેર જનતાને રોકાણ કરવા માટે આમંત્રિત કરતા હોય છે કેટલીક સ્કીમો તો એટલી બધી સારી હોય છે કે લોકોને કરોડપતિ પણ બનાવી દે છે તો આજે અમે તમને આવી જ એક સરકારી સ્કિમ વિશે જણાવીશુ.

સરકારી સ્કીમ પબ્લિક પ્રોવિડંટ ફંડ

અહિયા તમને એવી બચત યોજના માટેની જાણકારી આપી રહ્યા છે, જેમાં લાંબાસમય સુધી રોકાણ કર્યા પછી તમે કરોડપતી બની શકો છો. અમે એક સરકારી સ્કીમ પબ્લિક પ્રોવિડંટ ફંડના વિશે વાત કરી રહ્યા છીએ. અહિંયા સરકારની તરફથી ચલાવવામાં આવી રહેલી એક લઘુ બચત યોજના છે, સૌથી મોટી એ વાત છે કે આ સ્કીમમાં રોકાણ કર્યા પર કોઈ જોખમ રહેતું નથી.

પીપીએફ ખાતા પર 7.1 ટકા વ્યાજ દર

કેન્દ્ર સરકારે હાલના સમયમાં લઘુ બચત યોજનાઓ પર મળવાવાળા વ્યાજ દરોમાં કોઈ બદલાવ કર્યો નથી. હાલનાસમયમાં પીપીએફ ખાતા પર સરકારે 7.1 ટકા વ્યાજ દર નક્કી રાખી છે. કોઈપણ પીપીએફ એકાઉન્ટ 15 વર્ષમાં પાકી જાય છે. દર પાંચ વર્ષમાં તમારી આ મર્યાદા પણ વધી શકે છે. લાંબા સમયના રોકાણ માટે આ એક સારામાં સારી યોજાના સાબિત થઈ શકે છે.

આવી રીતે બની શકાશે કરોડપતિ

  • - દર વર્ષે અંદાજીત 1.5 લાખ રૂપિયાની બચત કરો
  • - લાંબા સમયના ઈંવેસ્ટમેન્ટ પ્લાનમાં તમે એક કરોડ રૂપિયાનુ ફંડ બનાવી શકો છો
  • - દર મહિને અંદાજીત 12,500 રૂપિયાના રોકાણ પર તમે એક વર્ષમાં અંદાજીત 1.5 લાખ રૂપિયા પીપીએફ ખાતામાં જમા કરી શકો છો
  • - 1.5 લાખના રોકાણ પર આખા વર્ષનું 7.1 ટકા વ્યાજ મળશે.
  • - 15 વર્ષમાં મેચ્યોરીટી પર 40,68,209 રૂપિયા થઈ જશે
  • - જેમાં કુલ રોકાણ કરવામાં આવેલી રકમ 22.5 લાખ રૂપિયા અને વ્યાજ 18,18,209 રૂપિયા થશે.

25 વર્ષમાં કરોડપતિ બનવાની નવી સ્કીમ

  • - તમે આ સ્કીમમાંથી રૂપિયા નથી ઉપાડતા તો વધુ 10 વર્ષ આ સ્કીમ આગળ ચાલી શકે છે.
  • - આ દરમ્યાવ તમારું રોકાણ પણ યથાવત રહેશે.
  • - મેચ્યોરીટીના આગળના પાંચ વર્ષમાં તમારી પાસે 66,58,288 રૂપિયાનું ફંડ તૈયાર થઈ જશે.
  • - આગળના પાંચ વર્ષમાં તમારું ફંડ એક કરોડને પાર પહોંચી જશે.

હવે તમને ગણતરી કરીને સમજાવીએ કે જો તમે દરરોજના 416 રૂપિયાની બચત કરો છો તો તમે 25 વર્ષમાં કરોડપતિ બની જશો જો તેમે જવાનીમાં રોજની 416 રૂપિયા બચત કરશો તો તમારે ઘડપમમાં કોઈની સામે હાથ ફેલાવાની જરૂર નહી પડે અને બાકીની બચેલી આયુ સુખમય રીતે વિતાવી શકશો છે ને કમાલની આ સ્કીમ.

Share your comments

Subscribe Magazine

More on News

More