Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની કૃષિ જાગરણની ઓફિસમાં આ રીતે થઈ ઉજવણી

સૌથી પહેલા તો આપ સૌને મહિલા દિવસની શુભકામનાઓ, મહિલા દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં અલગ અલગ રીતે થઈ રહી છે. તો તમને જણાવી દઈએ કે કૃષિ જાગરણ મહિલા સશક્તિકરણનું એક ઉત્તમ ઉદાહરણ છે. તો આજે અમે તમને જણાવીશું કે મહિલા દિવસ નિમિત્તે કૃષિ જાગરણે મહિલાઓ માટે શું ખાસ કર્યુ.

Himanee Chauhan
Himanee Chauhan
International Women's Day 2022 Celebration
International Women's Day 2022 Celebration

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શરૂઆત સમગ્ર વિશ્વમાં વર્ષ 1908માં અમેરિકાના ન્યૂયોર્કથી કરવામાં આવી હતી. જ્યાં લગભગ 15 હજાર મહિલાઓએ સમાજમાં તેમના અધિકારો, સ્વાભિમાન અને સમાનતાની માંગ કરી હતી.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિશેષ

સૌથી પહેલા તો આપ સૌને મહિલા દિવસની શુભકામનાઓ, મહિલા દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં અલગ અલગ રીતે થઈ રહી છે. તો તમને જણાવી દઈએ કે કૃષિ જાગરણ મહિલા સશક્તિકરણનું એક ઉત્તમ ઉદાહરણ છે. તો આજે અમે તમને જણાવીશું કે મહિલા દિવસ નિમિત્તે કૃષિ જાગરણે મહિલાઓ માટે શું ખાસ કર્યુ.

મહિલાઓ તેમની માંગણીઓ મજબૂત રાખવા માટે, શેરીઓમાં ઉતરી હતી અને ન્યૂયોર્ક શહેરમાં આંદોલન કર્યું હતુ. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શરૂઆત મજૂર ચળવળ તરીકે થઈ  પાછળથી તેને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

ત્યારથી, માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં, દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જ્યાં મહિલાઓના સંઘર્ષ, આત્મસન્માન અને મહેનતની કદર કરીને મહિલાઓનું મનોબળ વધુ વધાર્યું છે, જેથી તેઓ સમાજના દરેક બંધનોને સરળતાથી તોડી શકે અને નવું સ્થાન પ્રાપ્ત કરી શકે. આ એપિસોડમાં આજે કૃષિ જાગરણે ફરી એકવાર પોતાને સાબિત કરી બતાવ્યું છે એટલું જ નહીં પરંતુ અન્ય મીડિયા હાઉસ માટે પણ એક દાખલો બેસાડ્યો છે કે આપણે પુરૂષ પ્રભુત્વ ધરાવતા દેશમાં રહેતા છતાં કેવી રીતે મહિલાઓના બળ પર અનેક ઊંચાઈઓને સ્પર્શી શકીએ છીએ.

તમને જણાવી દઈએ કે આજના સમયમાં કૃષિ જાગરણ એક એવું મીડિયા હાઉસ બની ગયું છે જ્યાં પુરુષો કરતાં મહિલાઓની સંખ્યા વધુ છે. આવી સ્થિતિમાં, આ પ્રસંગને વધુ પ્રભાવશાળી બનાવવા અને મહિલાઓ માટે વધુ વિશેષ બનાવવા માટે કૃષિ જાગરણ દ્વારા મહિલાઓ માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉજવણીમાં પુરૂષ કર્મચારીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2022ની થીમ પર "જેન્ડર ઈક્વાલિટી ટુડે ફોર એ સસ્ટેનેબલ ટુમોરો", મહિલાઓ સાથે તેમની ભાગીદારી દર્શાવતું એક અદ્ભુત ફોટોશૂટનું આયોજન કરવામાં આવ્યું હતું અને પછી કેક કાપીને પ્રસંગને વધુ યાદગાર બનાવવામાં આવ્યો હતો. મહિલાઓના કાર્ય અને તેમની મહેનતને ધ્યાનમાં રાખીને કૃષિ જાગરણના ડાયરેક્ટર શાઈની ડોમિનિકે મહિલા દિવસ નિમિત્તે તમામ મહિલા કર્મચારીઓને ભેટ પણ આપી હતી.

આટલું જ નહીં 8 માર્ચ મહિલા દિવસના અવસરે કૃષિ જાગરણ 12 અલગ-અલગ ભાષાઓમાં વેબિનારનું પણ આયોજન કરવા જઈ રહ્યું છે. આના પરથી સ્પષ્ટપણે અંદાજ લગાવી શકાય છે કે કૃષિ જાગરણ અને તેની સમગ્ર ટીમ મહિલાઓ અને મહિલા સશક્તિકરણ માટે કેવી રીતે આગળ વધી રહી છે.

કૃષિ જાગરણના ડાયરેક્ટર શાઈની ડોમિનિકે તમામ વેબિનરમાં તેમની હાજરી સુનિશ્ચિત કરી છે અને વચન આપ્યું છે કે આગામી સમયમાં કૃષિ જાગરણ સમગ્ર વિશ્વની સામે મહિલા સશક્તિકરણના ઉદાહરણ તરીકે ઊભેલું જોવા મળશે.

 

Share your comments

Subscribe Magazine

More on News

More