આ અંગેની જાહેરાત કેન્દ્રીય સંસ્કૃતિ, પર્યટન અને ઉત્તર-પૂર્વી પ્રદેશ વિકાસ મંત્રી શ્રી જી. કે. રેડ્ડીએ કરી હતી.
એશિયા-પેસિફિક જૂથમાં ખાલી પડેલી ચાર બેઠકો સામે, ભારત, બાંગ્લાદેશ, વિયેતનામ, કંબોડિયા, મલેશિયા અને થાઈલેન્ડ એમ છ દેશોએ તેમની ઉમેદવારી રજૂ કરી હતી. જેઓ હાજર હતા અને મતદાન કર્યું હતું એવા 155 રાષ્ટ્ર પક્ષકારોમાંથી ભારતને 110 મત મળ્યા હતા.
2003ના સંમેલનની આંતરસરકારી સમિતિમાં 24 સભ્યોનો સમાવેશ થાય છે અને સમાન ભૌગોલિક પ્રતિનિધિત્વ અને રોટેશનના સિદ્ધાંતો અનુસાર સંમેલનની સામાન્ય સભામાં ચૂંટાય છે. સમિતિના રાષ્ટ્રના સભ્યો ચાર વર્ષની મુદત માટે ચૂંટાય છે.
આંતર-સરકારી સમિતિનાં કેટલાંક મુખ્ય કાર્યોમાં સંમેલનના ઉદ્દેશ્યોને પ્રોત્સાહન આપવું, શ્રેષ્ઠ પ્રથાઓ પર માર્ગદર્શન પૂરું પાડવું અને અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સુરક્ષા માટેનાં પગલાં અંગે ભલામણો કરવાનો સમાવેશ થાય છે. રાષ્ટ્ર પક્ષકારો દ્વારા સૂચિઓ પર અમૂર્ત વારસાના શિલાલેખ તેમજ કાર્યક્રમો અને પ્રોજેક્ટ્સ માટેની દરખાસ્તો માટે રજૂ કરવામાં આવેલી વિનંતીઓની પણ આ સમિતિ તપાસ કરે છે.
ભૂતકાળમાં, ભારતે આ સંમેલનની આંતરસરકારી સમિતિના સભ્ય તરીકે બે મુદત માટે સેવા આપી છે. એક 2006થી 2010 સુધી અને બીજી 2014થી 2018 સુધી. તેના 2022-2026 કાર્યકાળ માટે, ભારતે માનવજાતના અમૂર્ત સાંસ્કૃતિક વારસાનાં સંરક્ષણ અને પ્રોત્સાહન માટે સ્પષ્ટ વિઝન ઘડ્યું છે. ભારત જે પ્રાથમિકતાનાં ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે તેમાં સમુદાયની ભાગીદારીને પ્રોત્સાહન આપવું, અમૂર્ત વારસા દ્વારા આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત બનાવવો, અમૂર્ત સાંસ્કૃતિક વારસા પર શૈક્ષણિક સંશોધનને પ્રોત્સાહન આપવું અને યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ સાથે સંમેલનનાં કાર્યને સંરેખિત કરવું સામેલ છે. આ દ્રષ્ટિકોણ ચૂંટણી પહેલા સંમેલનના અન્ય રાજ્ય પક્ષો સાથે પણ શેર કરવામાં આવ્યો હતો.
ભારતે સપ્ટેમ્બર 2005માં અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સુરક્ષા માટેનાં 2003નાં સંમેલનને બહાલી આપી હતી. આ સંમેલનને બહાલી આપનારા પ્રારંભિક રાજ્ય પક્ષોમાંના એક તરીકે, ભારતે અમૂર્ત વારસાને લગતી બાબતો પ્રત્યે ખૂબ પ્રતિબદ્ધતા દર્શાવી છે અને અન્ય રાજ્ય પક્ષોને તેને બહાલી આપવા સક્રિયપણે પ્રોત્સાહિત કર્યા છે. માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિરૂપ સૂચિમાં 14 શિલાલેખો સાથે, ભારત અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સૂચિમાં પણ ઉચ્ચ સ્થાને છે. 2021માં દુર્ગા પૂજાના સમાવેશ પછી, ભારતે 2023માં ચર્ચા કરવા માટે ગુજરાતના ગરબા માટે નામાંકન રજૂ કર્યું હતું.
આંતરસરકારી સમિતિના સભ્ય તરીકે, ભારતને 2003 સંમેલનનાં અમલીકરણ પર નજીકથી દેખરેખ રાખવાની તક મળશે. સંમેલનના અવકાશ અને પ્રભાવને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે, ભારત અમૂર્ત વારસાને અસરકારક રીતે સુરક્ષિત કરવા માટે વિશ્વભરમાં વિવિધ કલાકારોની ક્ષમતાને એકત્ર કરવા માગે છે. સંમેલનની ત્રણ યાદીઓ એટલે કે, અરજન્ટ સેફગાર્ડિંગ લિસ્ટ, રિપ્રેઝેન્ટેટિવ લિસ્ટ અને રજિસ્ટર ઑફ ગુડ સેફગાર્ડિંગ પ્રેક્ટિસીઝ પરના શિલાલેખમાં અસંતુલનને પણ નોંધ્યું છે, વિવિધતા અને જીવંત વારસાનું મહત્વ વધુ વધુ સારી રીતે પ્રદર્શિત કરવા માટે ભારત આ સંમેલનના રાષ્ટ્ર પક્ષોની અંદર આંતરરાષ્ટ્રીય સંવાદને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરશે.
આ પણ વાંચો:પરશોત્તમ રૂપાલાએ ભારતની પ્રથમ એનિમલ હેલ્થ સમિટનું ઉદ્ઘાટન કર્યું
Share your comments