દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉજ્જવલા 2.0 (પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના) નો વર્ચ્યુઅલ પ્રારંભ કર્યો છે.પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની વાત કરવામાં આવે તો તેની શરૂઆત વર્ષ 2016માં કરવામાં આવી હતી.
લાભાર્થી સાથે પ્રધાનમંત્રીએ કરી વાતચીત
માનનિયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 10 ઓગસ્ટના રોજ ઉજ્જવલા 2.0 એટલે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં થોડા ઘણા ફેરફારો કરીને આ યોજનાનો વર્ચ્યુઅલ પ્રારંભ કરાયો છે. આ યોજનાનો પ્રારંભ કરતા પહેલા માનનિય વડાપ્રધાને આ યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરી હતી અને આ યોજના વિશે સમજ પૂરી પાડી હતી
ઉજ્જવલા 1.0
વર્ષ 2016 માં જ્યારે ઉજ્જવલા 1.0 લોન્ચ કરવામાં આવી હતી, ત્યારે ગરીબી રેખાની (BPL)નીચે આવતા 5 કરોડ મહિલાઓને એલપીજી કનેક્શન આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું.પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સરકાર ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને ઘરેલું રસોઈ ગેસ જોડાણ પૂરુ પાડે છે. આપને જણાવી દઈએ કે આ યોજના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સાથ અને સહકારથી ચલાવવામા આવે છે
પ્રધાનમંત્રીનું સંબોધન
PMએ સંબોધન દરમિયાન જણાવ્યું હતુ કે, હવે દેશ મૂળભૂત સુવિધાઓ પૂરી કરીને વધુ સારા જીવનના સ્વપ્નને સાકાર કરવા તરફ આગળ વધી રહ્યો છે. વધુમાં કહ્યું કે,આપણે સાથે મળીને સક્ષમ ભારતના આ સંકલ્પને સાબિત કરવાનો છે. જેમાં બહેનોની ખાસ ભૂમિકા હશે.
બાયોફ્યુઅલ વિકાસ એન્જિન
ઉપરાંત કહ્યું કે,બાયોફ્યુઅલ માત્ર સ્વચ્છ બળતણ જ નથી, પરંતુ તેના દ્વારા બળતણમાં આત્મનિર્ભરતાના એન્જિનને, દેશના વિકાસનું એન્જિન અને ગામના વિકાસના એન્જિનને વેગ આપવાનું એક માધ્યમ પણ છે. બાયોફ્યુઅલએ એક એવી એનર્જી છે જે આપણે ઘર અને ખેતરના કચરામાંથી, છોડમાંથી, બગડેલા અનાજમાંથી મેળવી શકીએ છીએ.
Share your comments