દેશને આત્મનિર્ભરતા તરફ લઈ જવા માટે કૃષિ વૈજ્ઞાનિકોની મોટી જવાબદારી છે - શ્રી તોમર
બીજ માત્ર પાકનું જ નહીં, સંસ્કૃતિનું પણ હોય છે- કેન્દ્રીય કૃષિ મંત્રી
ગ્વાલિયર/નવી દિલ્હી, 21 ઓગસ્ટ 2022, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું છે કે બીજ માત્ર પાકનું જ નહી પરંતુ સંસ્કૃતિનું પણ હોય છે. સૃષ્ટિમાં આપણે જે કંઈ જોઈએ છીએ તે બીજનું જ પરિણામ છે. બીજની શુદ્ધતા અને સુંદરતા એ વર્તમાન અને ભવિષ્યની શુદ્ધતા-સૌંદર્ય છે.
જો અનાજ અને ફળ-શાકભાજીના બીજ શુદ્ધ હશે તો માનવની શારીરિક સ્વાસ્થ્યની સુંદરતા રહેશે. જ્યારે વૈજ્ઞાનિક બીજની શોધ કરે છે ત્યારે તેના પર દેશ અને દુનિયાની નિર્ભરતા હોય છે, તેથી તેની શુદ્ધતા,સુંદરતા,જરૂરિયાત વગેરેને ધ્યાનમાં રાખીને કાર્ય કરવું ફાયદાકારક છે.
શ્રી તોમરે જણાવ્યું કે,ભારત આજે મોટાભાગના ખાદ્ય ઉત્પાદનોની બાબતમાં પ્રથમ અથવા બીજા સ્થાને છે,ખેડૂતોની મહેનત,સરકારની ખેડૂત મૈત્રીપૂર્ણ નીતિઓ અને વૈજ્ઞાનિકોના સંશોધનને કારણે આપણે આખા વિશ્વમાં આખા ટોચના સ્થાને છીએ. હવે આબોહવાની પરિસ્થિતિઓ બદલાઈ રહી છે,આ પડકારને ધ્યાનમાં રાખીને કામ કરવું પડશે. આપણા વૈજ્ઞાનિકોએ સંશોધન દ્વારા ઘણી પ્રગતિ કરી છે, હવે કઠોળ અને તેલીબિયાંમાં પણ આત્મનિર્ભરતા હોવી જોઈએ. આ માટે સરકાર મિશન મોડમાં કામ કરી રહી છે,પરંતુ નીતિઓ અને ભંડોળની સાથે સાથે બીજની શોધ એવી હોવી જોઈએ જે ઉત્પાદકતામાં વધારો કરે અને દેશને આત્મનિર્ભરતા તરફ લઈ જાય. આમાં કૃષિ વૈજ્ઞાનિકોની મોટી જવાબદારી છે,જેમણે વધુ કામ કરવાની જરૂર છે.
શ્રી તોમરે આજે રાજમાતા વિજયારાજે સિંધિયા એગ્રીકલ્ચર યુનિવર્સિટી, ગ્વાલિયર દ્વારા આયોજિત 11મી રાષ્ટ્રીય બીજ કોંગ્રેસ-2022ના લોન્ચિંગ પ્રસંગે આ વાત કહી હતી. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા વર્ચ્યુઅલ કાર્યક્રમમાં જોડાયા હતા, જ્યારે એમ.પી. મંચ પર કૃષિ મંત્રી શ્રી કમલ પટેલ અને મેયર ડો.શોભા સીકરવાર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે યુનિ. ના નવનિર્મિત સભાગૃહનું નામ. શ્રી દત્તોપંત થેંગડીના નામે રાખવામાં આવ્યુ છે. આ સાથે જ સ્ટેટ એકેડમી ઓફ એગ્રીકલ્ચરલ એન્ડ એલાઈડ સાયન્સ (SAAS)ની શરૂઆત કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સ્તરે NAAS અને પ્રાદેશિક સ્તરે SAASના પ્રયાસો કૃષિ,બાગાયત,પશુપાલન અને સંબંધિત સંશોધન,શિક્ષણ, વિસ્તરણના પ્રોત્સાહનની પ્રવૃત્તિઓને વધુ વેગ આપશે.
મુખ્ય મહેમાન શ્રી તોમરે જણાવ્યું કે સ્વર્ગસ્થ શ્રી. થેંગડી મૌલિક ચિંતક,રાષ્ટ્રવાદી વિચારક, મજૂર કાર્યકર અને ટ્રેડ યુનિયનના નેતા હતા. તેઓ હંમેશા કહેતા હતા કે બીજ હશે તો જ છોડ બનશે. જો તમે બીજને મારી નાખશો,તો તમે છોડની કલ્પના પણ નહી કરી શકો. તેમના પ્રયાસોને કારણે ભારતીય મજુર સંઘ અને ભારતીય કિસાન સંઘ સશક્ત થયા. કોઈપણ વિચારને વિસ્તૃત કરવાની તેમની પાસે અદભૂત ક્ષમતા હતી. તેમણે મજૂરો અને ખેડૂતોના હિતોને સર્વોપરી રાખીને વિદ્યાર્થી પરિષદને પણ મજબૂત બનાવી. થેંગડીજીએ સ્વદેશી જાગરણ મંચ સાથે જોડાઈને સ્વદેશી ભાવના મજબૂત કરી,જેના કારણે સ્થાનિક ઉદ્યોગો સાથે રાષ્ટ્ર મજબૂત બન્યુ,મોટી સંખ્યામાં રોજગારીની તકો ઊભી કરી. થેંગડીજીના નામે ઓડિટોરિયમ હોવું પ્રેરણાદાયક છે.
પ્રારંભમાં વાઇસ ચાન્સેલર પ્રો. એસ.કોટેશ્વર રાવે સ્વાગત ભાષણ આપ્યુ હતું. ભારતીય કૃષિ સંશોધન પરિષદના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડો.આર.સી. અગ્રવાલ, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના સંયુક્ત સચિવ (બીજ) શ્રી અશ્વિની કુમા સહિત અન્ય મહેમાનોએ પણ સંબોધન કર્યું હતું. કાર્યક્રમમાં રજીસ્ટ્રાર શ્રી અનિલ સક્સેના સહિત યુનિ.ના અધિકારી, કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના વૈજ્ઞાનિકો, ખેડૂતો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં દેશમાં સુધારેલા બીજ ઉત્પાદન ક્ષેત્રે નવા પ્રયોગો,ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ખાસ કરીને તેલીબિયાં અને કઠોળના સુધારેલા બીજ ઉત્પાદનની વ્યૂહરચના પર ચર્ચા કર્યા બાદ નીતિ તૈયાર કરવામાં આવશે. આ ત્રણ દિવસીય કોન્ફરન્સમાં દેશના જાણીતા બીજ ઉત્પાદન નિષ્ણાતોએ ભાગ લીધો છે. કેન્દ્રીય મંત્રી શ્રી તોમરે સમારોહમાં વિવિધ પુરસ્કારોનું વિતરણ કર્યું હતું.
Share your comments