
સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવા માટે, ૧૫ નવેમ્બરે PM PVTG આદિવાસી જૂથોના વિકાસ મિશનને લોન્ચ કરશે. આઝાદી પછી પહેલીવાર મોદી સરકાર આદિવાસી ગૌરવ દિવસના અવસર પર PVTGનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવા માટે રૂ. 24,000 કરોડની યોજના શરૂ કરી રહી છે.
આદિવાસી સમાજનું સપનું થશે સાકાર, હવે નહી થાય આર્થિક સમસ્યાની પરેશાની
વર્ષ 2023-24ના બજેટમાં ખાસ કરીને કમજોર આદિવાસી જૂથો PVTGની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવા માટે પ્રધાનમંત્રી PVTG વિકાસ મિશનની જાહેરાત કરી હતી. 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 75 PVTG છે. જે 22,544 ગામો અને 220 જિલ્લોને આવરી લેશે. વસ્તી અંદાજે 28 લાખ છે.

આ તમામ પ્રકારની સુવિધા ઓ પૂરી પાડવા માં આવશે
જેમકે આદિવાસીઓ છૂટાછવાયા, દૂરસ્થ અને દુર્ગમ વસાહતોમાં રહે છે. મોટાભાગે જંગલ વિસ્તારોમાં રહે છે અને તેથી PVTG પરિવારો અને વસાહતોને રસ્તાઓ, કોમ્યુનિકેશ જોડાણ, વીજળી, મકાનો, સ્વચ્છ પાણી-સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય-પોષણની સુવિધા ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવવામાં આવી છે. ટકાઉ આજીવિકાની તકો જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવી જોઈએ.

આ મિશનને 9 મંત્રાલયો હેઠળ પરિપૂર્ણ કરવા માં આવ્યું
9 મંત્રાલયોના 11 હસ્તક્ષેપ સાથે પૂર્ણ રૂપ આપવા માં આવશે. જેમ કે PMGSY, PMGAY, જલ જીવન મિશન હેઠળ. આ દૂરસ્થ વસાહતોનો સમાવેશ કરવા માટે કેટલાક આયોજન માપદંડો હળવા કરવામાં આવશે. અત્રે જણાવીએ કે, PMJAY, સિકલ સેલ ડિસીઝ નાબૂદી, TB નાબૂદી, 100% રસીકરણ, PM સુરક્ષા માતૃત્વ યોજના, PM માતૃ વંદના યોજના, PM ન્યુટ્રિશન, PM જન ધન યોજના વગેરે માટે અલગથી 100 ટકા કવરેજ પણ સુનિશ્ચિત કરવામાં આવશે
Share your comments