Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

IFFCO: લિક્વિડ નેનો યુરિયાનું કોમર્શિયલ ઉત્પાદન શરૂ, ગુજરાતમાંથી આ રાજ્યમાં મોકલાયો પ્રથમ જથ્થો

ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કો - ઓપરેટિવ લિમિટેડ (IFFCO)એ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ખેડુતોના ઉપયોગ માટે લિક્વિડ નેનો યુરિયાની પહેલો માલ ઉત્તર પ્રદેશ મોકલ્યો હતો. લિક્વિડ નેનો યુરિયાએ ગુજરાતના કાલોલના નેનો બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર ખાતે ઇફ્કોની પેટન્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિશ્વમાં પ્રથમ વખત બનાવવામાં આવેલું એક નવું ખાતર છે. ઇફ્કોનાં મેનેજિંગ ડિરેક્ટર ડો.ઉદય શંકર અવસ્થીએ નવી દિલ્હીમાં જનરલ બોર્ડની મીટિંગ દરમિયાન 31 મે, 2021 ના ​​રોજ આ પ્રોડક્ટને દુનિયા સમક્ષ રજૂ કર હતી. ત્યારબાદ તેની પ્રથમ નમુનાને ગુજરાતના કલોલથી લિલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી.

Sagar Jani
Sagar Jani
IFFCO
IFFCO

ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર  કો - ઓપરેટિવ લિમિટેડ (IFFCO)એ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ખેડુતોના ઉપયોગ માટે લિક્વિડ નેનો યુરિયાની પહેલો માલ ઉત્તર પ્રદેશ મોકલ્યો હતો. લિક્વિડ નેનો યુરિયાએ  ગુજરાતના  કાલોલના નેનો બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર ખાતે ઇફ્કોની પેટન્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિશ્વમાં પ્રથમ વખત બનાવવામાં આવેલું એક નવું ખાતર છે.  ઇફ્કોનાં મેનેજિંગ ડિરેક્ટર ડો.ઉદય શંકર અવસ્થીએ નવી દિલ્હીમાં જનરલ બોર્ડની મીટિંગ દરમિયાન 31 મે, 2021 ના ​​રોજ આ પ્રોડક્ટને દુનિયા સમક્ષ રજૂ કર હતી.  ત્યારબાદ તેની પ્રથમ  નમુનાને ગુજરાતના કલોલથી લિલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી.

ઇફ્કોનાં ઉપાધ્યક્ષ દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે, ઇફ્કો નેનો યુરિયા 21 મી સદીનું ઉત્પાદન છે. વાતાવરણ, માટી, હવા અને પાણીને સ્વચ્છ અને સુરક્ષિત રાખીને ભવિષ્યની પેઢી માટે અન્ન સુરક્ષાની ખાતરી કરવીએ આ  સમયની આવશ્યકતા છે. ગુજરાતમાં કાલોલ ખાતે નેનો યુરિયા પ્લાન્ટ અને ઉત્તર પ્રદેશના અમલા અને ફૂલપુર ખાતે ઇફ્કોની ફેક્ટરીઓ બનાવવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે.  જેના પ્રથમ તબક્કામાં 140 મિલિયન બોટલની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા વિકસિત કરવામાં આવી રહી છે. જ્યારે  બીજા તબક્કામાં  વર્ષ 2023 સુધીમાં વધારાની 18 કરોડ બોટલોનું ઉત્પાદન કરવામાં આવશે. આમ, વર્ષ 2023 સુધીમાં આ સમગ્ર 32 કરોડ બોટલો સંભવત: 1.37 કરોડ મેટ્રિક ટન યુરિયા જગ્યા લઇ લેશે.

પર્યાવરણની જાળવણી

લીચિંગ અને વાયુયુક્ત ઉત્સર્જનની પ્રક્રિયા દ્વારા ખેતરોમાંથી પોષક તત્વોને થતું નુકસાન પર્યાવરણ અને હવામાન પરિવર્તનને પણ મોટાપ્રમાણમાં અસર કરી રહ્યું છે.  નેનો યુરિયાના ઉપયોગથી નુકશાનની પ્રક્રિયાને એકંદરે ઘટાડી શકાય છે કારણ કે તેની કોઈ જોખમી અસર નથી.  ભારતમાં વપરાશમાં લેવામાં આવતા કુલ નાઇટ્રોજન ખાતરોમાં યુરિયાનો 82% હિસ્સો છે અને વર્ષોથી તેના વપરાશમાં મોટો વધારો નોંધાયો છે.  વર્ષ 2020-21 દરમિયાન યુરિયાનો વપરાશ 37 મિલિયન મેટ્રિક ટન સુધી પહોંચવાનો અંદાજ છે.  યુરિયાના લગભગ 30-50% નાઇટ્રોજનનો ઉપયોગ છોડ દ્વારા કરવામાં આવે છે અને બાકીનો ભાગ લીચીંગ, બાષ્પીભવન અને રન-ઓફથી થતા રાસાયણિક ફેરફારોને કારણે બરબાદ થાય છે. જે પોષક તત્વોનો ઉપયોગ કરવાની ક્ષમતા ઘટાડે છે.

યુરિયાના વધારે પડતા ઉપયોગથી નાઈટ્ર્સ ઓક્સાઇડ નામનો ગ્રીનહાઉસ ગેસ ઉત્પન્ન થાય છે. જે ગ્લોબલ વોર્મિંગમાં વધારો કરે છે.  નેનો યુરિયા (લિક્વિડ) એ પર્યાવરણનું ધ્યાન રાખતો એવો ઉચ્ચ પોષક તત્વોના ઉપયોગની  ક્ષમતા વાળું એક અનોખું ખાતર છે જે લાંબા ગાળે પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગને ઘટાડવા તરફ એક ટકાઉ ઉપાય છે.  તે નાઇટ્રસ ઓકસાઈડના ઉત્સર્જનને ઘટાડે છે અને જમીન, હવા અને પાણીને દૂષિત કરતું નથી.  આવી સ્થિતિમાં, તે પરંપરાગત યુરિયા માટે અસરકારક વિકલ્પ છે.

કેમ નેનો યુરિયા જ નામ  રાખવામાં આવ્યું છે?

ઇફકો નેનો યુરિયાના એક જ કણનું કદ લગભગ 30 નેનોમીટર છે.  તેનું વોલ્યુમ રેશિયો સામાન્ય યુરિયા કરતા 10,000 ગણા વધારે હોય છે. આ ઉપરાંત, તેના અતિ સૂક્ષ્મ આકાર  અને સપાટીની લાક્ષણિકતાઓને લીધે પાંદડા પર છાંટવામાં આવે ત્યારે નેનો યુરિયા સરળતાથી છોડ દ્વારા શોષાય છે. આ કણો છોડના તે ભાગોમાં પહોંચે છે જ્યાં નાઇટ્રોજનની જરૂર હોય છે અને સંતુલિત માત્રામાં પોષક તત્વો પૂરા પાડે છે.

સામાન્ય યુરિયાના ઉપયોગથી ઉદ્દભવતી પર્યાવરણ સંબંધિત હાલની સમસ્યાઓ જેવી કે  ગ્રીનહાઉસ ગેસ, નાઈટ્રસ ઓકસાઈડ અને એમોનિયા ઉત્સર્જન, માટીમાં રહેલું એસિડનું પ્રમાણ વધારવા અને જળ સ્ત્રોતોનું યુટ્રોફિકેશન વગેરેની સમસ્યાઓના નિવારણમાં નેનો યુરિયા લિકવિડ સંપૂર્ણપણે સક્ષમ છે.  છોડની નાઇટ્રોજનની જરૂરિયાતને પહોંચી વળવા, સામાન્ય યુરિયા ખાતરની તુલનામાં નેનો યુરિયાની ઓછી માત્રામાં  જરૂર પડે છે.

11,000 થી વધુ સ્થળો અને 40 થી વધુ પાકમાં, તે સાબિત થયું છે કે નેનો યુરિયા (પ્રવાહી) એ આઈસીએઆર સંશોધન સંસ્થાઓ, રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ, કૃષિ વૈજ્ઞાનિક કેન્દ્રો અને ભારતભરમાં લગભગ 40,000 પાકમાં ઉત્પાદકતામાં વધારો કરે છે. તેના બદલે, તે સામાન્ય યુરિયાની જરૂરિયાતને 50 ટકા સુધી ઘટાડી શકે છે.  એટલું જ નહીં, પ્રવાહી નેનો યુરિયાના ઉપયોગથી ઉપજ, બાયોમાસ, જમીનનું આરોગ્ય અને ઉત્પાદનની પોષક ગુણવત્તામાં પણ સુધારો થાય છે.

ક્યાં અને કેવી રીતે થયું  પરીક્ષણ ?

નેનો યુરિયા (પ્રવાહી)નું  પરીક્ષણ ભારત સરકારના બાયોટેકનોલોજી વિભાગ (ડીબીટી)ની  માર્ગદર્શિકા તેમજ ઓઇસીડી દ્વારા વિકસિત આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકા અનુસાર કરવામાં આવી છે, જેને વૈશ્વિક સ્તરે અપનાવવામાં આવી છે અને સ્વીકૃત કરવામાં આવી છે.  નેનો યુરિયા લિક્વિડનો ઉપયોગ માણસો, પ્રાણીઓ, પક્ષીઓ, નાના જીવતંત્ર અને પર્યાવરણ માટે સંપૂર્ણપણે સલામત છે, ઇફ્કો નેનો યુરિયા કૃષિ અને ખાદ્ય પ્રણાલીને પ્રોત્સાહન આપવા ચોકસાઇ અને ખેતી તરફ એક મહત્વનું પગલું છે.

Related Topics

IFFCO UREA

Share your comments

Subscribe Magazine

More on News

More