Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

જો PM કિસાન યોજનાનો 13 મો હપ્તો લેવો હોય તો આટલું કરજો નહીંતર લિસ્ટમાંથી નામ થઈ જશે ગાયબ

જાન્યુઆરીના પહેલા અઠવાડિયાથી ખેડૂતો કાગડોળે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 13મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. હવે ફેબ્રુઆરી મહિનાના 22 દિવસ બાદ પણ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાની રકમ ટ્રાન્સફર થઈ નથી. જો કે હવે એ આશાઓ સેવાઈ રહી છે કે ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં કે પછી માર્ચ મહિનાની શરૂઆતમાં આ રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ જશે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar

જાન્યુઆરીના પહેલા અઠવાડિયાથી ખેડૂતો કાગડોળે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 13મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. હવે ફેબ્રુઆરી મહિનાના 22 દિવસ બાદ પણ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાની રકમ ટ્રાન્સફર થઈ નથી. જો કે હવે એ આશાઓ સેવાઈ રહી છે કે ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં કે પછી માર્ચ મહિનાની શરૂઆતમાં આ રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ જશે.

pm kisan yojana
pm kisan yojana

આ યોજનાને લઈને તમે મુંઝવણમાં છો તો સંપર્ક કરી લ્યો અહીંયા..

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 13મા હપ્તા અંગે ખેડૂતો સત્તાવાર ઈમેલ આઈડી pmkisan-ict@gov.in પર સંપર્ક કરી શકે છે. તમે પીએમ કિસાન યોજનાના હેલ્પલાઇન નંબર- 155261 અથવા 1800115526 (ટોલ ફ્રી) અથવા 011-23381092 પર પણ સંપર્ક કરી શકો છો. અહીં ખેડૂતોના તમામ પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે છે.

મોટા પાયે લાભાર્થીની યાદીમાંથી નામો કાપી શકાય છે

હવે તો જમીનના રેકોર્ડની ચકાસણી વધી ગઈ છે. એવું માનવામાં આવે છે કે વેરિફિકેશનની પ્રક્રિયા દરમિયાન મોટી સંખ્યામાં લાભાર્થીઓની યાદીમાંથી લાયકાત ન ધરાવતા લોકોના નામ હટાવી શકાય છે. 12મા હપ્તા દરમિયાન માત્ર ઉત્તર પ્રદેશમાંથી જ 21 લાખથી વધુ લોકોના નામ કાઢી નાખવામાં આવ્યા હતા. ઓડિશા, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ મોટા પાયે નામો રદ્દ કરી દેવાયા છે. બિહારમાં પણ હજારો લોકોના નામ કઢાયા  હતા. આવું જ જોખમ આ વખતે પણ લાગી રહ્યું છે.

જો આટલું નહીં કરો તો 13માં હપ્તામાંથી તમે પણ થઈ જશો બાકાત

જો તમે પીએમ કિસાન યોજનાના આગામી હપ્તાઓનો લાભ લેવા માંગતા હો, તો ઇ-કેવાયસીની પ્રક્રિયા પુરી કરવી પડશે. આ માટે તમારે આ યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જવું પડશે. વેબસાઈટ સિવાય, તમે CSC સેન્ટરની મુલાકાત લઈને પણ ઈ-કેવાયસી કરાવી શકો છો. જે ખેડૂતો આવું નહીં કરે તેઓ 13મા હપ્તાથી વંચિત રહી શકે છે.

જાણો શું છે આ પીએમ કિસાન સન્માન નિધી યોજના

 PM કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા અને ખેડૂતોની આર્થિક સ્થિતિમાં વધુ સુધારો કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી. આ યોજના વર્ષ 2019 માં શરૂ કરવામાં આવી હતી અને ત્યારથી દર વર્ષે ખેડૂતોને 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. જોકે આ 6000 રૂપિયા 3 સમાન હપ્તામાં આપવામાં આવે છે. ખેડૂતોને વર્ષમાં 3 વખત એટલે કે ચાર-ચાર મહિનાના અંતરે આ હપ્તા મળે છે.

આગામી ટૂંક સમયમાં જ ખેડૂતોને PM કિસાન સન્માન નિધિનો 13મો હપ્તો આપવામાં આવશે. અહીં 13મો હપ્તો ત્યારે જ મળશે જ્યારે રજીસ્ટ્રેશન થઈ ગયું હોય. પરંતુ શું તમે વિચાર્યું છે કે જો આ યોજનામાં લાભાર્થીનું મૃત્યુ થાય છે તો આ રૂપિયા કોને મળશે. તો ચાલો જાણીએ.

જો ખેડૂતનું અવસાન થઈ જાય તો કોને મળશે હપ્તો

PM કિસાન સન્માન નિધિ હેઠળ 13મો હપ્તો ટૂંક સમયમાં ખેડૂતોને આપવામાં આવશે. જો તમે આ યોજના હેઠળ નોંધાયેલા ખેડૂત છો તો તમને આ યોજનાનો લાભ મળશે. પરંતુ જો કોઈ ખેડૂતનું આકસ્મિક રીતે મૃત્યુ થાય છે તો તેને ચોક્કસપણે આ યોજનાનો લાભ મળે છે. જો લાભાર્થીનું મૃત્યુ થાય છે તો તે ખેડૂત કે જેની પાસે ખેતીની જમીન છે તેના વારસદારને આ યોજનાનો લાભ મળે છે. જો કે ખેડૂતના તે વારસદારે અલગથી પોર્ટલમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ ઉપરાંત એ પણ જોવામાં આવશે કે આ વારસદાર ખેડૂત સરકારની શરતો પૂરી કરે છે કે નહીં.

લાભ મેળવવા માટે આટલું તો કરવું જ પડશે

તમને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન યોજના હેઠળ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે. ઇ-કેવાયસી વિના પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના પૈસા ખેડૂતોના ખાતામાં નહીં આવે.

આ પણ વાંચો:અખિલ ભારતીય કિસાન સભા 20 માર્ચે સંસદનો ઘેરાવ કરશે

Share your comments

Subscribe Magazine

More on News

More